પરફ્યૂમનો ખજાનો; એ ક્યારે લગાડવું એ વિશેનું માર્ગદર્શન

CourtesyNykaa.com

સરળ વાતઃ ખુશ્બૂદાર પરફ્યૂમ્સનો ઉદ્યોગ પણ સુંદર વિવિધતાથી ભરપૂર છે. દાયકાઓ જૂના ક્લાસિક, સેલિબ્રિટીઝને પ્રિય પરફ્યૂમ્સને લઈને હાલમાં જ ઝમકદાર રીતે પ્રવેશ કરનાર અને તમને ‘માફક-આવે-એવા’ ખાસ સેન્ટ્સને કારણે પરફ્યૂમ્સની પસંદગીમાં અઢળક અવકાશ મળી રહે છે. કાચની આકર્ષક શીશીઓ જોઈને અને એમાં રહેલા જુદા જુદા પરફ્યૂમ્સની ખુશ્બૂ સૂંઘીને તમને માર્ગદર્શન આપવાનું અમને તો બહુ ગમે. પરફ્યૂમ્સનું શોપિંગ ભલે નાનું હોય, પણ એમાંથી પરફેક્ટ પરફ્યૂમની પસંદગી કરવામાં સમય બહુ લાગી જતો હોય છે અને આ કામ ઘણું જ કઠિન હોય છે.

તો, તમારે ઢગલાબંધ પરફ્યૂમ્સ સૂંઘવામાં સમય બગાડવો ન પડે એટલા માટે પરફ્યૂમ્સના ખજાનામાંથી તમારી પસંદગીનું મેળવવા માટે ચાલો આ સુગંધીદાર સફર શરૂ કરીએ. પરફ્યૂમ્સની સુગંધ તમે કલ્પના પણ ન કરો એટલી બધી સૂક્ષ્મ હોય છે તેથી તમારા જીવનના વિશેષ પ્રસંગો માટે પરફેક્ટ પરફ્યૂમ્સને શોધી કાઢવામાં તમને આ મદદરૂપ થશે.

સ્ટ્રોંગથી લઈને ફ્લોરલ પરફ્યૂમ્સ વિશેની જાણકારી અહીં પ્રસ્તુત છે, જેથી તમે પરફેક્ટ પરફ્યૂમ પસંદ કરી શકો.


૧. ફ્લોરલ

શું તમને તાજગી લાવી દે એવા અને ગુલાબ, જાસ્મિન કે લિલીની સુગંધવાળું સેન્ટ બહુ ગમે છે? તો તમારી પર્સનાલિટી માટે ફ્લોરલ પરફેક્ટ છે. લાવણ્યમય, હળવું અને રોમેન્ટિક બનાવી દે એવી સુગંધવાળા સેન્ટ કોમળ અને મધુર હોય છે. નામ પ્રમાણે જ, આ સેન્ટ ફૂલોમાંથી બનાવવામાં આવે છે. એ કાં તો કોઈ એક જ ફૂલનું સેન્ટ હોય છે અથવા જુદા જુદા ફૂલોના સેન્ટ્સનું સંયોજન હોય છે. પરફ્યૂમની સૃષ્ટિમાં, આ ખૂબ જાણીતા છે. એ ક્યારેક સ્વાદિષ્ટ એવા પીચ, નાસપતી, ગ્રીન એપલ અને સંતરા જેવા ફળની સુગંધને પણ આવરી લે છે.

ક્યાં વાપરવું: દિવસના લગ્નપ્રસંગે અથવા બેલે ડાન્સની સાંજે

નાયકાની સલાહ છે: Marc Jacobs Daisy Eau De Toilette Spray, Jimmy Choo Illicit Flower Eau De Toilette


૨. ઓરિએન્ટલ

આ ‘એમ્બર’ સુગંધ તરીકે પણ જાણીતું છે. હૂંફ અને કામુકતાનાં અનોખા સંયોજનને કારણે આ ઘણાયનું પ્રિય છે. ઓરિએન્ટલ સેન્ટ કસ્તુરીની માદક સુવાસ, વેનીલા અને કિંમતી લાકડામાંથી એની સમૃદ્ધિ મેળવે છે. એ વિલાયતી, સુવાસિત અને વાસ્તવમાં ઉત્તેજક છે. પરફ્યૂમ્સની દુનિયામાં ઓરિએન્ટલ ક્લાસિક છે. એમ્બરગ્રિસમાં એમ્બર જેવી હૂંફ, વેનીલા અને તજ જેવી મધુરતા કે પેચૌલી અને સુખડ જેવી સુગંધનું સમૂહ છે જે તમે જ્યાં જાવ ત્યાં અચરજનું વાતાવરણ ફેલાવી દે. ખૂબ આકર્ષક.

ક્યાં વાપરવું: તમારી ગર્લફ્રેન્ડ્સ સાથે કોકટેલની મજા હોય કે તમારા પાર્ટનર સાથે કેન્ડલલાઈટ ડિનર હોય

નાયકાની સલાહ છેઃ Carolina Herrera Good Girl Eau De Parfum, Calvin Klein Obsession For Women Eau De Parfum Spray


૩. વૂડી

વૂડી સેન્ટ્સ પ્રાકૃતિક, હૂંફ આપનારા તેમજ જૂની રૂઢિના છે. કોઈ પરફ્યૂમ સેન્ટને મૂળ સુગંધ પૂરી પાડવી હોય ત્યારે વૂડી પરફ્યૂમ્સ અત્યંત મહત્ત્વના બને છે. વેટિવર, સેન્ડલવુડ અને ઓકમોસને આધાર લઈને બનાવેલું આ પરફ્યૂમ તમને કુદરતનો એહસાસ કરાવશે. આ પરફ્યૂમ્સની પુરુષત્ત્વ જેવી સ્ટ્રોંગ સુગંધ અને સાઈટ્રસીના મિશ્રણને લીધે કુદરતી તાજગીનો અનુભવ કરાવે છે. જો તમે એમ ઈચ્છતા હો કે લોકો તમને માન આપે તો આ બધી રીતે બરાબર છે.

ક્યાં વાપરવું: મહત્ત્વની બિઝનેસ મીટિંગમાં કે કોઈ ભવ્ય ચેરિટી કાર્યક્રમમાં

નાયકાની સલાહ છેઃ Giorgio Armani Si Eau De Parfum, Givenchy Play For Her Intense Eau De Parfum


૪. સ્પાઈસી

જેમ સાકર અને મસાલા હોય તો ભોજન સરસ લાગે તેમ પરફ્યૂમ્સનું પણ એવું જ છે. એમાં એવા જ મસાલા હોય છે જે તમે સામાન્ય રીતે રસોડામાં સાચવતા હો છો, જેમ કે તજ, આદુ, એલચી, મરી, લવિંગ અને જાયફળ. આમાં મિક્સ કરાય છે ઓરિએન્ટલ સામગ્રી જેવી કે જુદા જુદા લાકડા અને રેઝિન્સ, જેનાથી એવી મૂળ સુગંધ બને છે જે એકદમ અલગ પ્રકારની હોય છે અને આનંદ આપનારી હોય છે. જો આ બધું બહુ સ્ટ્રોંગ લાગે તો ગુલાબ, વેટિવર અને સંતરાનાં ફૂલવાળું પરફ્યૂમ પસંદ કરો.

ક્યાં વાપરવુંઃ શનિવારની મોહક રાતના સમયે અથવા ભપકાદાર રેડ કાર્પેટ સમારંભોમાં

નાયકાની સલાહ છેઃ Salvatore Ferragamo Signorina Misteriosa Eau De Parfum, Paco Rabanne Olympea Intense Eau de Parfum


૫. ફ્રેશ

આમાં એ બધા જ આનંદદાયક સેન્ટ્સનો સમાવેશ થાય છે જેમ કે સાઈટ્રસ, એક્વા અને ઓસનિક સુગંધ, જે તમારા સપનાનાં સાહસોને વધારે. જો તમને લીંબુ જેવી સુગંધ ગમતી હોય તો મેન્ડેરીન અને બર્ગામોન્ટ સેન્ટ્સ પસંદ કરજો અથવા કોઈ એક્વેટિક સેન્ટ પસંદ કરજો જે તમને રેતી અને મોજાંનાં તરંગોવાળા દરિયાકિનારે વેકેશનની મજાનો એહસાસ કરાવશે. ઘણી વાર તમને એની સાથે મસાલેદાર સુગંધ પણ મળશે જે સંતુલન લાવવા માટે પરફેક્ટ છે.

ક્યાં વાપરવુંઃ નોકરીનો ઈન્ટરવ્યૂ આપવા જાવ ત્યારે અથવા ગરમ પ્રદેશમાં રજાના દિવસોમાં

નાયકાની સલાહ છેઃ Nina Ricci Ricci Ricci Eau De Parfum, Roberto Cavalli Paradiso Azzurro Eau De Parfum