આ મસ્કારા ખૂૂબ જ સરસ છે; માનવામાં નહીં આવે, પણ એ કુદરતી છે

CourtesyNykaa.com

અમે જો એમ કહીએ કે તમારા પ્રિય મસ્કારાને બદલે એટલા જ અસરકારક અને કુદરતી ગુણોવાળા મસ્કારા વાપરવાનો તમારા માટે સમય આવી ગયો છે.

તો તમે પૂછશો, કેમ? તો જવાબ એ છે કે તમે જે ફોર્મ્યુલા વાપરો છો એનાથી તમારી આંખો તો બહુ સુંદર દેખાય છે, પણ એમાં પેરાબેન્સ, સિન્થેટિક રંગો, ડાઈઝ તથા અન્ય હાનિકારક તત્ત્વો હોય છે એટલે એ તમારા શરીરને માટે તેમજ પર્યાવરણ માટે ઝેરી બની શકે છે. તે છતાં હાલ અનેક સ્વચ્છ કોસ્મેટિક્સ સાધનો ઉપલબ્ધ છે તેથી જોખમાય એવું કંઈ રહ્યું નથી.

આજકાલ કુદરતી મસ્કારા ઢગલાબંધ ઉપલબ્ધ છે. એનાથી તમે લેન્ધનિંગ કરી શકો, કર્લિંગ કરી શકો, પ્લમ્પિંગ, પ્રાયમર-ઈન્ક્લુઝિવ, વોટરપ્રુફ કરી શકો છો. અહીં તમને આટલા બધા વિકલ્પ મળે છે એ પણ એક પ્રકારની સરસ સમસ્યા કહેવાય અને એને કારણે જ બ્યુટીની શોખીનો મુંઝાઈ જતી હોય છે.

અમારી સાથે પણ એવું જ થયું હતું. આમાં સાચું શોધવા માટે થોડોક પ્રયોગ કરવાની જરૂર છે. પણ તમને શરૂઆત કરાવવા માટે અમે અમારા કેટલાક માનીતા મસ્કારાનો એક સંગ્રહ તૈયાર કર્યો છે જે ખરેખર ઉત્તમ છે. એમાંથી તમને જે ગમે એ પસંદ કરી શકો છો, મોજથી અદલાબદલી કરી લો!


૧. The Body Shop Lash Hero Fibre Extension Mascara

જો તમારો ધ્યેય A+ લંબાઈનો હોય તો પાંપણને વિસ્તૃત કરી આપે એવું આ મસ્કારા લગાડો. નામ પ્રમાણે જ આ પ્રોડક્ટ એટલું સરસ કામ કરી આપે છે કે એ આખો દિવસ યથાવત્ રહે. વધુમાં, એ બે જુદા જુદા શેડ્સમાં ઉપલબ્ધ છે – જ્યારે તમારે નેચરલ લુક વધારે જોઈતો હોય તો સોફ્ટ બ્લેક વાપરવું અને ફેન્સી ઈફેક્ટ લાવવી હોય તો બ્લુ વાપરવું. ટીપઃ થોડુંક પ્રોડક્ટ વાપરશો તો પણ એ લાંબો વખત સુધી રહે છે.

 


૨. Paul Penders Handmade Nourishing Mascara Botanical Vegan – Black

પહેલા જ લસરકામાં રસીલાપણું અને ઘટ્ટ લાગે એવું જો તમે ઈચ્છતા હો તો આ તમારા માટે ઉત્તમ છે. આમાં ટાર, પેટ્રોલિયમ કે આલ્કોહોલ કંઈ જ નથી હોતું. તે છતાં આ મસ્કારા એટલું સરસ વોલ્યૂમ આપે છે કે તમે ચકિત થઈ જશો. આ લગાડ્યા બાદ તરત જ તમારી પાંપણ આશ્ચર્યજનક રીતે સંપૂર્ણ લાગે છે, એમાં ક્લમ્પિંગ અને ફ્લેકિંગ હોતું નથી. વધારે ઈફેક્ટ લાવવી હોય તો, તમે બોલ્ડ લુક માટે તમારી પાંપણ પર લસરકો કરો ત્યારે બ્રશને ઘૂમાવવાનું. ચેતવણીઃ તમે જ્યારે એવું કહેશો કે તમે ફોલ્સિઝ પહેરતાં નથી ત્યારે લોકો તમારી વાત કદાચ નહીં માને.


૩. SoulTree Ayurvedic Mascara

લંબાઈ પણ જોઈએ અને શીતળ પણ લાગે. સોફ્ટ બ્રાઉન રંગ અને વજનમાં હલકી ફોર્મ્યુલાને લીધે ‘નો મેકઅપ’ લુક માટે આ ઉત્તમ છે. આમાં એરંડિયુ તેલ, બ્લેક સીડ તેલ અને ઓર્ગેનિક ચાની પત્તીઓ જેવા લાભદાયી તત્ત્વોનું મિશ્રણ હોવાથી સુંવાળું અને ચમકદાર ફિનીશ આપે છે. શ્રેષ્ઠ બાબતઃ આને માત્ર પાણીથી આસાનીથી સાફ કરી શકાય છે. વધુમાં, આનું પેકેજિંગ પણ મસ્ત છે.

 


૪. Lotus Make-Up Maxlash Volumizing Botanical Mascara – Intense Black

જો તમે વોલ્યૂમને વધારે મહત્ત્વ આપતા હો તો, આ મસ્કારા તમારી જરૂરિયાત પૂરી કરશે. આમાં પોષણદાયક અને વોટર-પ્રુફ વોન્ડ Witch Hazel છે, જે તમારી પાંપણને કન્ડિશન કરે છે, આગળ વધારે છે અને સચોટ રીતે લાગે છે તેમજ ક્લમ્પ-ફ્રી પણ હોય છે. વધુમાં, એનું અનોખા પ્રકારનું બ્રશ મોટી કે નાની, દરેક પાંપણ પર આવરણ કરે છે. ખાસ ઉલ્લેખ કરવાનો રહ્યો કે એ પેરાબેન્સ, સલ્ફેટ્સ અને બીજા હાનિકારક તત્ત્વોથી રહિત છે.


૫. Lotus Make-Up Ecostay Volumising Water-Proof Mascara

ખૂબ વોલ્યૂમ આપે અને સાથોસાથ ડાઘ પણ ન પાડે કે પોપડા પણ ન ઉખડે એવું સંપૂર્ણપણે કુદરતી મસ્કારા મળવું મુશ્કેલ છે, પરંતુ લોટસ હર્બલ્સમાં એકદમ એવું છે જે આપણને જોઈએ છે. એનું બ્રશ એવું ઉત્તમ પ્રકારનું છે જે દરેક પાંપણ પર એકદમ આસાનીથી કોટ્સ કરે છે. વોટરપ્રુફ છે એ તેનો બોનસ પોઈન્ટ છે.

 


૬. Physicians Formula Organic Wear 100% Natural Origin CC Curl + Care Mascara – Ultra Black

રબરના બનાવેલા બ્રિસ્ટલ્સ અને જાડી સ્ટિકને લીધે તમામ પાંપણ પર આસાનીથી લગાડી શકાય છે, પછી એ સાવ ટૂંકી હોય કે ફ્લેટ હોય તો પણ. એલો, કાકડી અને ટેપીકા સ્ટાર્ચ પોષણ પૂરૂં પાડે છે અને કન્ડિશનિંગ કરે છે. જ્યારે એની અનોખી કર્લ બુસ્ટિંગ ટેક્નોલોજી તમારી પાંપણને ઉંચે લાવે છે. અમારી વાત માનજો, આ તમારી આયલેશ કર્લરને ભૂલાવી દેશે.