જરુરી અને સ્ટાઇલિસ્ટઃ ક્લચ પર્સ

જકાલ જો તમે ખભે મોટી ઝોલા બેગ કે પર્સ ભરાવીને ક્યાંય જશો તો તે આઉટ ઓફ ડેટ ગણાઈ જશે.  કારણ કે હમણાં તો ઇન ટ્રેન્ડ છે ક્લચ પર્સિસ. અને સ્લિંગ બેગ પરંતુ આજે ખાસ જો ક્લચ પર્સિસની જ વાત કરીએ તો ક્લચ પર્સિસ સેલિબ્રિટીની ખાસ પસંદ છે અને તેન કારણે ક્લચ પર્સિસ હાલમાં ઘણા ઇન ટ્રેન્ડ છે.

તમે  ઐશ્વર્યા રાયથી માંડીને  દીપિકા પાદુકોણ કે પછી હોલિવૂડની  પણ કોઈ અભિનેત્રીને કોઈ અવોર્ડ સમારંભમાં કે અન્ય ફંક્શનમાં જોશો તો તેઓ  વેસ્ર્ટન આઉટફિટ કે પછી સાડીની સાથે  હાથમાં નાનું ક્લ્ચ પર્સ અવશ્ય લઈને જતા જોવા મળશે. અને ક્લચ પર્સ સોશ્યિલ ફંક્શનમાં વ્સ્ત્રો સાથે મેચ થાય તે પ્રકારના  ખૂબ સરળતાથી મળી રહે છે તેમજ તેન કારણે એક રોયલ લુક પણ મળી રહે છે. ખાસ કીરને બોટલ ગ્રીન, ફુશિયા, ગોલ્ડન યોલ, , સિલ્વર, બ્લૂ જેવા તમામ રંગોમાં ક્લચ પર્સિસ મળતા હોવાથી  સાડી કે પરંપરાગત ડ્રેસિસ સાથે તેમજ  શોર્ટ ફ્રોક, ઓફ શોલ્ડર ગાઉન કે પછી જમ્પ સૂટ અથવા તો પલાઝો સાથે પણ ક્લચ પર્સ સ્ટાઇલિશ લાગે છે.

ક્લચ પર્સિસની વાત આવે એટલે યુવતીઓ અને પ્રૌઢ મહિલાઓ એવું માનવા માંડે છે કે, ક્લચ પર્સિસ તો ગાઉન કે શોર્ટ ફ્રોક સાથે જ શોભે, પરંતુ એવું નથી, તમે વ્યવસ્થિત રંગની પસંદગી કરી હશે તો તમારા કોઈ પણ આઉટફિટ્સ સાથે ક્લચ પર્સિસ શોભી ઉઠશે.

કલચના વિવધ પ્રકાર છે જેમાં વેડિંગ માટે પછી ગોલ્ડન કે સિલ્વર ચેઇન વાળા હોય તો તે ક્રોસ બોડી ક્લચ અત્યારે ટ્રેન્ડમાં છે. તમે તમારા ક્લેક્શનમાં બ્લેક ગોલ્ડન અને સિલ્વર પર્સ રાખશો તો પણ  તેને પ્રસંગોપાત ઉપયોગ કરી શકશો.

ક્લચ પર્સિસ શોર્ટ ફ્રોક, મિની સ્કર્ટ, ગાઉન કે પારંપરિક સાડી, સલવાર કમીઝ અને ચણિયાચોળી સાથે ખૂબ સરસ લાગે છે. ઇવનિંગ પાર્ટીમાં જતા હોવ ત્યારે તો હાથમાં મોટી ઝોલા બેગ કે પર્સને બદલે મિડિયમ સાઇઝના ક્લચ પર્સ જ સારા લાગશે. ક્લચ પર્સ ખરીદો એ વખતે બ્લેક, વ્હાઇટ, મરૂન કે ગ્રીન જેવા બે ત્રણ ક્લચ પર્સિસ તમે ખરીદી શકો. આ રંગના પર્સિસ તમારા મોટા ભાગના પોશાક સાથે મેળ ખાશે.

બજારમાં તમે બોક્સ સાઇઝ ક્લચથી માંડીને એન્વેલપ ક્લચ કે ફોલ્ડર જેવા ક્લચની પસંદગી કરી શકો છો.

માર્કેટમાં વિવિધ પ્રકારના ક્લચ પર્સિસ મળે છે જેમાં મુખ્યત્વે કન્વર્ટેબલ ક્લચ, હાર્ડ કેસ ક્લચ, મેટાલિક ક્લચ, ઓવર સાઇઝ્ડ ક્લચ ઉપરાંત એલિગન્ટ અને ક્લાસિક પર્સિસની વિવિધ કેટેગરી મળી આવશે.

ક્લચ પર્સિસ ખરીદતી વખતે તેના લોક અને બક્કલનું વિશેષ ધ્યાન રાખવું. ઘણી વાર ફક્ત બક્કલ આકર્ષક હોવાથી યુવતીઓ ક્લચ પર્સિસ ખરીદવા લલચાઈ જતી હોય છે, પરંતુ ક્લચ પર્સિસની ગુણવત્તા ચકાસવી પણ અગત્યની બની જાય છે. અને આ પર્સ તેમે પ્રસંગોપાત જ વાપરી શકો છો રૂટિનમાં નહીં કારણ કે તેખૂબ જ નાના હોય છે.

રોજિંદા ઉપયોગ માટે નથી ક્લચ પર્સ

ક્લચ પર્સનો માઇનસ પોઇન્ટ એ છે કે તેમાં તમે મોબાઇલ, ક્રેડિટ કાર્ડ જેવી ગણતરીની વસ્તુઓ જ મૂકી શકો છો. તમે મોટા પર્સની જેમ કે ફિક્સ બેગની જેમ ઘણી બધી વસ્તુઓ અંદર ન મૂકી શકો. એટલે જ્યારે માત્ર તમારે બે ત્રણ વસ્તુઓ સાથે જ કોઈ ફંક્શન કે પ્રસંગમાં હાજર રહેવાનું હોય તેના માટે જ તમે ક્લચ પર્સની પસંદગી કરી શકો.