પ્રવાસમાં સ્કિનકેર માટેની સલાહઃ દરેક આબોહવા માટે તમારી જરૂરિયાત

CourtesyNykaa.com

રજા પર જતી વખતે સામાન પેક કરવાની મજા પણ હોય છે અને ત્રાસ પણ હોય છે. ખાસ કરીને તમે જ્યાં રહો છો એના કરતાં વિપરીત આબોહવાવાળા સ્થળે વેકેશન પર જતા હો ત્યારે. આ માટે તમારે એવા સ્કિનકેર પ્રોડક્ટ્સ વાપરવા જોઈએ જે તમારા વેકેશનવાળા સ્થળની આબોહવામાં તમને માફક આવે. એ થાઈલેન્ડ હોય કે સ્વિટ્ઝરલેન્ડ હોય, અહીં તમારે માટે રજૂ કરીએ છીએ સંપૂર્ણપણે સુરક્ષિત સ્કિનકેર માટેની સલાહ, જેથી ત્યાંના ભરપૂર તડકામાં પણ તમને ખીલ ન થાય, તમારી ત્વચા કાળી ન પડે અને ત્વચા દાઝી પણ ન જાય.


વિમાનમાં સફર દરમિયાન

શરૂઆત વિમાન સફરથી જ કરીએ. હવામાનને નિયંત્રણમાં રાખતી, પ્રેશરયુક્ત કેબિન એરને કારણે તમારી ત્વચા અને વાળમાંથી મોઈશ્ચર નીકળી જાય. પરિણામઃ ત્વચા અને હાથ સૂકાં પડી જાય અને હોઠ ફાટી જાય. તમારી ત્વચા મોઈસ્ચરાઈઝ્ડ રહે એ માટે પ્રવાસમાં હાઈડ્રેટિંગ વસ્તુઓ સાથે રાખવી જોઈએ. વધુમાં, એક ફેસ શીટ માસ્ક પણ સાથે રાખવું જોઈએ જેથી તમારાં ચહેરાને પણ હાઈડ્રેશન મળી રહે.

આ છે તમારી જરૂરિયાતઃ The Face Shop Real Nature Avocado Face Mask,Perfect Radiance Glam box


સખત ગરમ અને ભેજયુક્ત હવામાન

જો તમે ફાર ઈસ્ટ, એટલે કે થાઈલેન્ડ, સિંગાપોર કે માલદીવ જતા હો તો, ત્યાં તમને સૂર્યના સખત તડકા અને ભેજવાળી આબોહવા મળે. આમાં તમને ત્વચા દાઝતી હોય એવો અનુભવ થાય અને ત્વચા કાળી પણ પડી જાય, પણ આ તકલીફને તમે સંપૂર્ણપણે ટાળી શકો છો. એવા હલકી ફોર્મ્યુલાવાળા સ્કિનકેર પ્રોડક્ટ્સ સાથે રાખો જેનાથી તમારી ત્વચા પરના છિદ્રો પૂરાઈ ન જાય. ક્રીમ-બેઝ્ડ મોઈશ્ચરાઈઝર્સને ટાળો, એને બદલે સીરમ્સ સાથે રાખો. અને હા, હલકી SPF ફોર્મ્યુલા સાથે રાખવાનું તો ભૂલતાં જ નહીં. “એવા પ્રોડક્ટ પસંદ કરો જેમાં ઝિન્ક કે ટીટેનિયમ મુખ્ય તત્ત્વ હોય અથવા કોઈક મિનરલ-બેઝ્ડ ફોર્મ્યુલા. આ ચીજો ઘાતક સૂર્યકિરણોને તમારી ત્વચાના ઉપરના સ્તરથી અંદર ઘૂસવા નહીં દે,” એમ ડર્મેટોલિજસ્ટ ડો. જયશ્રી શરદ કહે છે.

સૂર્યનો તડકો નીકળે ત્યારબાદ ત્વચાની સંભાળ પણ એટલી જ મહત્ત્વની છે, કારણ કે પરસેવો, હવામાંની ખારાશ, રેતી અને સૂર્ય – આ બધાથી ત્વચા પર ડાઘ પડે અને બળતરા પણ થાય. આખા દિવસ દરમિયાન થતા પરસેવા અને ચિકાશની તકલીફનો સામનો કરવા માટે રાહત આપનાર ક્લીન્ઝિંગ વાઈપ્સનો ઉપયોગ કરો અને ફેસવોશ પણ સાથે રાખો જેથી તમારી ત્વચામાં pH સંતુલન જળવાઈ રહે.

આ છે તમારી જરૂરિયાતઃ  Neutrogena UltraSheer Dry Touch Sunblock SPF 50+Kara Cleansing And Refreshing Wipes With Neem And Tea Tree (10 Wipes)Plum Hello Aloe Skin Loving Face Wash


ગરમ અને સૂકું હવામાન

ઉનાળાની ઋતુમાં ઉત્તર ભારતમાં કે યુરોપનાં સ્થળોએ પ્રવાસ કરો ત્યારે તમારા ચહેરાને તકલીફ પડી શકે. ત્યાંનું ગરમ તાપમાન તમારાં ચહેરા પર ખીલ ભલે ન કરે, પણ ત્વચાને સૂકવી તો જરૂર નાખે. તેથી તમારે ખૂબ જ પાણી પીતાં રહીને અને હલકાં મોઈશ્ચરાઈઝિંગ ક્રીમ્સ અને લોશન લગાડતાં રહીને શરીરને હાઈડ્રેટેડ રાખવું પડે. “હાયલુરોનિક એસિડ અને એન્ટીઓક્સિડન્ટ્સ ધરાવતાં સ્કિન સીરમ્સ ઉત્તમ રહેશે, જે ત્વચાને નુકસાન થવા નહીં દે,” એમ ડો. શરદ કહે છે. આખો દિવસ ફર્યા પછી ત્વચામાં બળતરા ન થાય એટલા માટે ઠંડા પાણીથી થોડુંક નાહી લેવું સારું અને એલો-યુક્ત શીટ માસ્ક પણ લગાડવું. અને હા, SPF તો ખરું જ. “હલકી, હાઈડ્રેટિંગ ફોર્મ્યુલાવાળું સન ક્રીમ પસંદ કરો,” એમ તેઓ કહે છે.

આ છે તમારી જરૂરિયાતઃ Dermalogica Antioxidant Hydramist (Travel Size)Innisfree My Real Squeeze Mask-AloeThe Body Shop Satsuma Energising Gel LotionLakme Sun Expert Ultra Matte SPF 30 PA+++ Lotion


ઠંડું અને બરફવાળું હવામાન

આલ્પ્સમાં સ્કીઈંગ કરવા જવું છે કે કોટ્સવોલ્ડ્સમાં ફરવા જવું છે? શિયાળાની ઋતુમાં ત્વચાનું રક્ષણ કરવા માટે ભારેખમ, અલ્ટ્રા-મોઈશ્ચરાઈઝિંગ, નોન-કોમેડોજેનિક સ્કિનકેર ફોર્મ્યુલા ઉત્તમ રહેશે. હવામાન વાદળછાયું હોય કે બરફ પડ્યો હોય એટલે એનો મતલબ એ નહીં કે તમારે સૂર્યથી તમારી ત્વચાનું રક્ષણ કરવાનું ભૂલી જવું. વાસ્તવમાં, તમે કોઈ બીચ પર જેટલું સન ક્રીમ લગાડો એટલું જ પર્વતીય વિસ્તારોમાં પણ લગાડવું જોઈએ.
“બહાર નીકળો એની પહેલાં જ કોઈક મોઈશ્ચરાઈઝર લગાડી દેવું જેથી ત્વચા પરના છિદ્રો પૂરાઈ ન જાય, કારણ કે ઉગ્ર હવામાન સામે એ તમારી ત્વચાને રક્ષણ આપે છે,” એમ ડો. શરદ જણાવે છે. રૂમની અંદરના કૃત્રિમ ગરમાટાને કારણે ત્વચા ફાટી જાય, સૂકી પડી જાય. તેથી તમારા હાથ અને હોઠનું વધારે ધ્યાન રાખવું જોઈએ. આખો દિવસ બહાર રહ્યા બાદ તમારે મોઈશ્ચરાઈઝર વધારવું જોઈએ અને હાઈડ્રેટિંગ માસ્ક પણ લગાડવું જોઈએ. લાંબા સમય સુધી, ગરમ પાણીથી સ્નાન કરવાનું અને શરીર પર વધારે પડતું ઘસવાનું ટાળવું, કારણ કે એને કારણે ત્વચા વધારે સૂકી થઈ જાય.

આ છે તમારી જરૂરિયાતઃ AHAVA Time To Hydrate Essential Moisturizing Lotion SPF15Neutrogena Norwegian Formula Hand CreamNatio Shea Butter Lip Balm