ટ્રેન્ડી ઇનથિંગઃ સ્માર્ટ ટ્રાન્સપરન્ટ બેગ અને પર્સ

0
2934

રસાદે ખરેખરી એન્ટ્રી લઈ જ લીધી છે ત્યારે તમારા ગમે તેવા ડિઝાઇનર પર્સ, ઓફિસ બેગ કે ઝોલા બેગ હોય તે કામ લાગવાના જ નથી. સિવાય કે તે વોટરપ્રૂફ હોય! વરસાદી સીઝનમાં પણ બેગ કે પર્સ તો જોઈએ જ. હવે જો બેગમાં આપણને સરસ ટ્રાન્સપરન્ટ બેગનો વિકલ્પ મળતો હોય તો ખરેખર તેનાથી વટ પડી જશે.

એક જમાનો હતો જ્યારે વરસાદ પડે એટલે મોટાભાગના લોકો પોલિથીનની બેગમાં વસ્તુઓ મૂકીને નચિંત થઈ જતાં હતાં.પરંતુ અત્યારે સમય છે કમ્ફર્ટની સાથેસાથે સ્ટાઇલનો. ફેશન અને સ્ટાઇલને મેઇન્ટેઇન કરતી સ્ત્રીઓ માટે ટ્રાન્સપરન્ટ બેગ મહત્વની મોનસૂન એક્સેસરીઝ બની રહેશે.

ટ્રાન્સપરન્ટ બેગ નાની એટેચી અને પર્સની ડિઝાઇનમાં મળતી હોવાથી વર્કિંગ વુમન તેને સરળતાથી કેરી કરી સકે છે. જાડા કલરિંગ પ્લાસ્ટિકમાંથી અલગ અલગ બેગ બનાવીને તેમાં આકર્ષક ઝિપ, સ્ટ્રાઇપ્સ વગેરે બનાવીને પ્લાસ્ટિક બેગને આકર્ષક લૂક આપવામાં આવે છે. તમારા પર્સની જેમ જ આમાં તમારી બધી જ વસ્તુઓ સમાઈ શકે છે. ફરક એટલો છે કે, આ બેગમાં મૂકેલી વસ્તુઓ બધાં જ લોકો જોઈ શકે છે.

કોલેજ ગોઇંગ ગર્લ્સ માટે લંબચોરસ શેઇપ ધરાવતી ટ્રાન્સપરન્ટ કોલેજ બેગ મળે છે જેમાં ચોપડા સરળતાથી આવી જાય છે. જોકે ટ્રાન્સપરન્ટ બેગની એક ખામી એ છે કે તેમાં એક જ ખાનું હોય છે. એટલે તમે વધારે વસ્તુઓ અંદર નહીં મૂકી શકો. ટ્રાન્સપરન્ટ બેગમાં સિમ્પલ, ફ્લોરલ, અને કાર્ટૂનની ડિઝાઇનો વધારે પસંદ કરવામાં આવે છે.

ટ્રાન્સપરન્ટ બેગના લોક ખૂબ જ આકર્ષક રીતે બનાવવામાં આવેલા હોવાથી તે સેન્ટર ઓફ એટ્રેક્શન પોઇન્ટ બની રહેતા હોય છે.

સ્થાનિક માર્કેટમાં ટ્રાન્સપરન્ટ બેગ અથવા તો પર્સ તમને 300 રૂપિયાથી માંડીને 500 રૂપિયા સુધીની મળી શકે  છે.આ ઉપરાંત ટ્રાન્સપરન્ટ ન હોય, પરંતુ અંદરથી વોટરપ્રૂફ હોય તેવી બેગ પણ વિવિધ રેન્જમાં અને ડિઝાઇનમાં તથા વિવિધ પ્રકારના મટિરિયલમાં મળી રહેશે.

વિદેશમાં વારવાર બરફ પડતો હોવાથી  ટ્રાન્સપરન્ટ બેગ કે પ્લાસ્ટિક બેગ અનિવાર્ય હતી. જેન ડિઝાઇનર્સે થોડી વધારે સ્ટાઇલિસ્ટ બનાવી. તમે વસ્તુઓ સાદી પ્લાસ્ટિક બેગમાં મૂકો અને થોડી ટ્રેન્ડી બેગમાં મૂકીને જાવ તેમાં આસમાન જમીનનો ફરક પડી જાય છે. મુંબઈ જેવા શહેરમાં જ્યાં ગમે ત્યારે અનરાધાર વરસાદ ખાબકતો હોય છે ત્યાં આ પ્રકારની બેગ ઘણી ચલણમાં છે અન હવે તો પ્લાસ્ટિક ઝોલા બેગ, ક્લચ પર્સથી માંડીને લેપટોપ કવર કે  આઇપેડ કવર સાથે ટેબલેટ કવર પણ મળે છે. આ વર્ષે ટ્રાન્સપરન્ટ અને કલરફુલ કીટીવાળી બેગ ખૂબ ચલણમાં છે. દેખાવમાં આ ટ્રાન્સપરન્ટ બેગ એકદમ ટ્રેન્ડી લૂક આપે છે અને તે બજારમાં વિવિધ રંગ, આકાર અને સાઈઝમાં ઉપલબ્ધ છે.