પોતાની જાતને રિજુવિનેટ કરો, આનંદથી જીવો

ત્યારે આપણે યાંત્રિક યુગમાં રહીએ છીએ. ઘડિયાળના કાંટે દોડવાની ઘરેડમાંથી કોઇ બાકાત નથી. વિદ્યાર્થીથી લઇને નોકરિયાત કોઇ પણ હોય. બધા દોડા દોડા ભાગા ભાગા સાના તાલે જ ભાગતાં જ રહે છે. હંમેશા ઉતાવળમાં રહેવામાં આપણે સ્ટ્રેસ અને ટેન્શનના શિકાર બનીએ છીએ અને એક ખૂબ જ મહત્વની વાતને અવગણી દઇએ છીએ. એ વાત એટલે જાત સંભાળ. પોતાની જાતની સંભાળ રાખવી એ મહત્વની બાબત છે છતાં આજની લાઇફ સ્ટાઇલ એટલી ફાસ્ટ છે કે તમે તમારી સંભાળ રાખવામાં સતત ઢીલ કરો છો. પણ જો કેટલીક સરળ ટીપ્સ તમે તમારી લાઇફ સ્ટાઇલમાં એડ કરી લો તો એકદમ આસાન થઇ જશે પોતાની સંભાળ રાખવી.વોટ્સ યોર હોબી, એવુ કોઇ તમને પુછે તો શું તમને યાદ છે કે તમારા શોખ શું છે. પહેલી ટીપ. પોતાના શોખને ભુલવુ નહીં. કદાચ શોખ માટે સમય ન હોય, પણ ભુલી જશો તો તો સમય નહીં જ મળે. એટલે સૌથી પહેલા શોખ કે રસના વિષયની યાદી બનાવો. અને તેને એવી રીતે લગાવો કે જેથી તમને એ દરરોજ દેખાય. સ્ટીકી નોટ પર લખીને તમે તેને ફ્રીજ કે કબાટ પર લગાવી શકો. ઓફિસમાં ડેસ્ક પર લગાવી શકો. કોઇ પણ એવી જગ્યાએ લગાવો કે જ્યાં તમારી નજર એના પર જાય. આનો ફાયદો શું એવો વિચાર આવતો હશે, તો ઉદાહરણથી સમજીએ. ધારોકે તમને ફોટોગ્રાફીનો શોખ છે. તો તમે એ લખી દો. દિવસમાં વાંરવાર તમે એ જોશો અને તમને સતત યાદ આવશે કે હવે સમય કાઢીને તમારે એ કરવાનુ છે. કોઇ બીજુ જોશે તો એ પણ કદાચ તમને તેમા મદદ કરશે પોઝ આપીને. બીજુ ઉદાહરણ જો તમને પેઇન્ટીંગનો શોખ છે. અને તમે વારંવાર એ વાત યાદ કરો છો. તો તમને રસ્તામાં દેખાતી સ્ટેશનરીની દુકાન પરથી કલર્સ અને બ્રશ લેવાનુ પણ યાદ આવી જશે. વારંવાર જોવાથી તમે માત્ર યાદ રાખશો એટલુ જ નહીં. પણ કેવી રીતે કરશો એ પણ વિચારશો. અને તેનાથી જ ગાડી આગળ જશે. પોતાની ગમતી પ્રવૃત્તિ કરવા માટે તમે કામ જલ્દી પતાવીને સમય કાઢશો. અને એ કહેવાની જરુર તો નથી જ કે જ્યારે પોતાની જાતને ગમતું કરો ત્યારે કેવો આનંદ આવે છે.શોખ આમ તો સમય વધારે માંગે એવા પણ હોઇ શકે. તો બીજી ટીપ.

સેલ્ફ પેમ્પરીંગ. જે મોસ્ટ ઇફેક્ટિવ છે ગૃહિણીઓ માટે. ગૃહિણીઓ માટે આ એક ઉત્તમ ઉપાય છે પોતાની જાત સાથે સમય વિતાવવાનો.. આ માટે મહિલાઓ સ્પામાં એક દિવસ પસાર કરી શકે. મેનિક્યોર પેડિક્યોર કરાવી શકે. સર્વે અનુસાર મહિલાઓની સુંદરતામાં આવેલો નિખાર તેમના આત્મવિશ્વાસમાં વધારો કરે છે. અને બીજો પોઇન્ટ એ કે મહિલાઓની જવાબદારીને અને તેની સતત વ્યસ્તતામાં આ પ્રકારનુ સેલ્ફ પેમ્પરીંગ તેને માટે ખુબ ફાયદાકારક રહે છે. એટલે મહિલાઓ મહિનામાં એક વાર આ પ્રકારનુ શિડ્યુલ પોતાની લાઇફ સ્ટાઇલમાં એડ કરી દે તો તેની મોઢા પરની તાજગી કરમાશે નહીં.

ઘરમાં રહીને જવાબદારી નિભાવનારની સામે ઓફિસમાં રહી જવાબદારી નિભાવનારાને કેવી રીતે ભુલી શકાય. નોકરિયાત વર્ગમાં હંમેશા એક તકલીફ રહે છે. અને એ છે કે ઓફિસ અવર્સ પુરા થયા પછી પણ તે ઓફિસ લઇને જ ફરે છે. ઘરે પહોંચવા પર તુરંત ફોન આવે, ઇમેઇલ કરીને જવાબ આપવાનો આવે,  કે કોઇ ડીલ જોખમમાં છે અને તુરંત જ તેને સીલ કરવાની છે. આવી બધી રોજની વાતો થઇ ગઇ તેઓ માટે. આવા સમયે તેઓ માટે સિમ્પલ ઉપાય છે પોતાની જાતને પોતાની પ્રોફેશનલ દુનિયાથી ડિસ્કનેક્ટ કરીને ઘરમાં અને પરિવાર સાથે સમય વિતાવવો. જેને માટે સૌથી અકસીર મોબાઇલ ફોન બંધ કરવો. કોઇ બેચલર છે તો તે પણ આવી રીતે ડિજીટલી ડિસ્કનેક્ટ થઇને ઘરમાં રહીને પોતાને સમય આપી શકે. અથવા મિત્રો સાથે ટાઇમ સ્પેન્ડ કરી શકે. એટલે જો આપ નોકરી કરો છો. તો દર સન્ડે આપ આવી રીતે ટાઇમટેબલ ગોઠવો. મિત્રોને મળો, પરિવાર સાથે રહો પછી જુઓ કે કેવી મજા આવે છે.તો છે ને એકદમ આસાન તરીકા, બસ યાદ રાખજો કે તમને ગમે છે શું અને એ કરવાનુ કેવી રીતે છે. તો લગાવી દો એકાદ નોટ તમારી આસપાસ અને કરીલો તેને પ્લાન તમારી લાઇફ સ્ટાઇલની સાથે.