મોન્સૂન અને તહેવારોની સિઝનમાં લેયર્ડ કૂર્તી ઇન થિંગ

કૂર્તી એ દરેક સ્ત્રીઓ માટે હવે ફેશન રૂટિનથી માંડીને પ્રસંગોપાત પહેરવા માટેનું સૌથી સરળ પોશાક બની રહી છે. પહેલાં સિમ્પલ કટવાળી કૂર્તી સમય જતા વધુ સ્ટાઇલિશ બની રહી છે. હવે કૂર્તીઓમાં પ્રિન્ટ, કાપડ, અને કટ્સની ફેશન વધારે ચલણમાં છે. પહેલાં કોટન કાપડમાંથી બનતી કૂર્તી હવે  સિલ્ક, બનારસી, અજરખ, કોટન સિલ્ક, જેવા ઘણાં  ફેબ્રિકમાં બને છે. ફેશનના રંગો તો બદલાતા જ રહે છે. પહેલાં અનારકલી ગાઉન, પછી પલાઝો, સ્પલિટ ગાઉન,  બનારસી સાડી, અને સેલાની ફેશન પ્રવાહમાં હતી. હવે  લેયર્ડ ગાઉન તથા કૂર્તી ચલણ આવી રહ્યાં છે., કારણ કે  ઘણી સેલિબ્રિટીઓ આ પ્રકારના પહેરવેશમાં જોવા મળી છે. તેથી હવે ફેશન ડિઝાઇનર્સ આ લૂક માટે અવનવી ડિઝાઇન બનાવી રહ્યાં છે. યુવતીઓ તેમ જ મહિલાઓ દરેક પ્રસંગમાં  વધારે સ્ટાઈલીશ દેખાવા માંગે છે. તેથી આજે આ  અંગે વાત કરીએ.

યુવતીઓ કૂર્તીઓમાં પણ નવી નવી ડિઝાઈન્સ અને પેટન્ટ ઈચ્છે છે. તેમાં પાકિસ્તાની કટ કૂર્તી , લોન કૂર્તી , સિમ્પલ કૂર્તી , શોર્ટ કૂર્તી અને બધાને મનગમતી ડબલ લેયર્ડ કૂર્તી . એમ્બ્રોઇડરી વર્ક, જરદોશી વર્ક, ગોટા પટ્ટી વર્ક, કાચા ગોટા વર્ક, એપ્લીક વર્ક, બોર્ડર, ડેલીકેટ ડંકા વર્ક પણ આ ડબલ લેયર્ડ કૂર્તીઓમાં ખાસ કરીને જોવા મળે છે. વળી ડબલ લેયર્ડ આજે દરેક પ્રકારના ટોપ, ગાઉન અને હેવી વસ્ત્રોમાં લોકપ્રિય થઈ રહ્યું છે.

કૂર્તીઓમાં પણ ખાસ કરીને હળવો ફ્યુઝન ટચ યુવતીઓને વધારે ગમે છે. હોળી ધૂળેટી સમયે ટાઈ એન્ડ ડાઈ અને શિબોરી પેટર્ન સાથે મિક્સ એન્ડ ટચને પણ વધારે આકર્ષક લૂક આપી શકાય છે. યુવતીઓમાં ખાસ કરીને લહેરિયા કે બાંધણીની કૂર્તી અને ટ્યુનિક, અસિમેટ્રીક કટ્સ, લેયર અને બટન તૈયાર કરીને પણ તેમાં લગાવવામાં આવે છે. અત્યારે સિલ્કનો ટ્રેન્ડ ઘણો જ ફેવરીટ છે. જેમાં રેશમ વર્ક અને એપ્લીક સાથે લાઈટ ગોટા પટ્ટીનો ટચ પણ આપી શકાય છે. ગોલ્ડન બોર્ડરવાળી કૂર્તી તમે કોઈ લગ્ન ફંકશનમાં પણ પહેરી શકો છો જે તમને ભીડમાં પણ અલગ તરી આવશો.આ કૂર્તી સાથે તમે મિક્સ એન્ડ મેચ પણ કરી શકો છો. આ કૂર્તી સાથે જો તમે લેન્ગીસનાં બદલે સિલ્ક પેન્ટ પહેરીને હટકે લૂક આપી શકો છો. તેમ જ પ્લાઝો પણ ટ્રાઈ કરી શકો છો. ઓલાસો અને સિલ્ક પેન્ટ તમારી કૂર્તીને રોયલ લૂક આપશે.

બોલિવુડ અભિનેત્રીઓ પણ રેમ્પ વોક માટે ડબલ લેયર્ડ ડિઝાઈન કૂર્તી પણ વધારે પસંદ કરે છે. રેમ્પ વોક પર સુંદરતામાં ચાર ચાંદ લાગવી દે છે આ ડબલ લેયર્ડ કૂર્તીઓ. જેમાં વધારે વાઈબ્રેન્ટ અને લહેરિયા વધારે સારા લાગે છે. ડબલ લેયર્ડ કૂર્તીમાં નીચે બ્રોડ ગોલ્ડન બોર્ડર લગાવીને તમે તેને વધારે સ્ટાઈલીશ બનાવી શકો છો.