વરસાદી મોસમમાં ખૂબ જ જચશે આવા વસ્ત્રો

ચોમાસાની સિઝનમાં નિયોન રંગો ખૂબ રંગ જમાવે છે. હાલમાં બોલિવૂડ પાર્ટીઝ અને ગેટ ટુ ગેધર તેમજ વિવિધ શોમાં આ રંગોના વસ્ત્રો ખૂબ જોવા મળે છે. આ સિઝનમાં  આ એક નવો ટ્રેન્ડ બની રહ્યો છે. હાલમાં હવે  તહેવારોની અને રજાઓની સિઝન આવશે એવા સમયે જો  તમારે બહાર જવું હોય તો તમે નિયોન રંગના વસ્ત્રો પસંદ કરી શકો છો.

નિયોન એટલે એવા રંગો જે દૂરથી દેખાય, ખાસ કરીને  જ્યારે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે આ રંગોના હેવી વસ્ત્રો ખૂબ જમાવટ કરે છે. હાલમાં  તહેવારો પણ નજીક છે ત્યારે તમે આ પ્રકારના આઉટફિટ્સ પંસદ કરી શકો છો. મિત્રો દરેક  ઋતુનો આગવો મિજાજ હોય છે જો તમે એ પ્રમાણે ડ્રેસિંગ કરશો તો નિતનવા ટ્રેન્ડ પ્રમાણે અપડેટ રહી શકશો. હાલન ફેસ્ટિવ સિઝન માટે  નિયોન ગ્રીન ખાસ રંગ છે.  આ રંગમાં તમને સાદી કુર્તીથી માંડીને પલાઝો, ચણિયાચોળી, ગાઉન, ક્રોપ ટોપ, પુરૂષો માટેના ઝભ્ભા, શર્ટ તેમજ કોટી આ રંગોમાં જમાવટ કરી રહ્યા છે  તેની ,  રેડ,સાથે બ્લૂ, યલો, કેસરી, ડાર્ક ગ્રીન જેવા રંગોનું કોમ્બિનેશન જોવા મળી રહ્યું છે.

તમે રજાઓ પ્લાન કરી રહ્યા હો તો નિયોન રંગો સાથેના શિફોન ગાઉન એકદમ યોગ્ય પસંદગી છે. આઉટિંગમાં લોકો વેર્સ્ટન કપડાં પસંદ કરે છે ત્યારે તમે નિયોન રંગોની કેપ્રી, શઓર્ટસ, ટીશર્ટ વગેરે પસંદ કરી શકો. ફેશન નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે આ રંગો ચોમાસામાં એકદમ કૂલ ફીલ કરાવે છે આપણી આસપાસના વાતાવરણમાં હરિયાળી હોય ત્યારે આવા નિયોન રંગો જોવાથી પણ રાહત તેમજ ઉર્જાનો અનુભવ મળે છે. અને ખાસ તો વાતાવરણથી પ્રભાવિત થઇને મોન્સુન સિઝન માટે લાઇટ અને ડાર્ક નિયોન ગ્રીન, યલો, બ્લૂ કલરના વસ્ત્રો તૈયાર થાય છે જે રિયોન મટીરીયલ્સના બનેલાં છે જે વરસાદી વાતાવરણમાં કમ્ફર્ટેબલ રહે છે.

ગુજરાતમાં વધારે કચ્છી વર્ક અને બાંધણીના વસ્ત્રોનું ચલણ છે, જેનો ટ્રેન્ડ ફોરેનમાં પણ જોવા મળે છે. જેમાં નેચરલ કલરથી ડ્રેસીસ તૈયાર કરવામાં આવ્યા છે. બ્લૂ, ગ્રીન, એક્વા બ્લૂ જેવા રંગો  આંખોને તથા પોશાક પહેરનારને ઘણી રાહત આપે છે. સાથે જ જો આ પ્રકારના ડ્રેસીસ હળવા કોટન મટિરિયલ કે પછી રેયોન જેવા કાપડમાંથી બનેલા હોય તો તે પરસેવો પણ સારી રીતે શોષે છે. અને  એલિગન્ટ લુક.

ઓફિસ વેર માટે પણ તમે નિયોન અથવા તો ગ્રીન કે પછી તેને  રિલેટેડ કલરના  કેપ ડ્રેસીસ અથવા તો સિંગલ ટોપની પસંદગી સરળતાથી કરી શકો છો વળી આ આ કલર ચોમાસાની સિઝનમાં સરળતાથી સંભાળ લ ઈશકાય તેવો છે તો અત્યારની મિશ્ર ઋતુમાં પણ તમે  આ રંગને ન્યાય આપી શકો છો.

વસ્ત્રોની સાથે સાથે નિયોન ફૂટવેર પણ તમારા કલેક્શનમાં અગત્યનો ભાગ ભજવી શકે છેય. ઘણા લોકોને સંકોચ થતો હોય છે કે આવા ભડકાઉ રંગો  પહેરવામાં કેવા લાગે. પરંતુ જ્યારે તમે યોગ્ય કોમ્બિનેશન એકસેસરીઝ, ફૂટવેર સાથે  આ પ્રકારના વસ્ત્રો પહેરશો તો એ  તમારી સ્ટાઇલને વધારે અપડેટ કરશે.