લેંગિગ્સ પહેરો છો તો રાખો આટલું ધ્યાન

હાલમાં લેંગ્ગિસ બોટમ વેર માટે એવો પોશાક બની ગયો છે જેના વિના મહિલાઓ અને યુવતીઓનું વોર્ડરોબ  અધૂરું રહે છે. પહેલા ક્યારેક ક્યારેક પહેરાતા લેંગ્ગિસ હવે રોજિંદા પહેરવેશનો ભાગ બન્યા છે ત્યારે તેને અવારનવાર પહેરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. હવે ડેનિમની સાથે સાથે લેંગ્ગિસ પણ હવે વેર્સ્ટન વેર સાથે પહેરાતા થઈ ગયા છે.  પરંતુ દરેક વેર્સ્ટન વેર સાથે   લેંગિગ્સ નથી શોભતા .તેથી ધ્યાન રાખવુ કે તમે કયા પોશાક સાથે લેંગ્ગિસ પેર કરો છો. જેથી  તમારો પહેરવેશ ફેશન બ્લ્ડન્ડર ન લાગે.

જ્યારે તમે ક્રોપ ટોપ પહેરો ત્યારે તેની સાથે  લેગ્ગિંગ્સ ન પહેરવું જોઈએ. કારણ કે તે જોવામાં સહેજ પણ સારું નથી લાગતું.   લેંગ્ગિસ ખૂબ સોફ્ટ મટિરિયલમાંથી બને છે. અને તમારી  બોડી તથા ત્વચા સાથે ચોંટી જાય છે. જેથી ક્રોપ ટોપ સાથે લેંગ્ગિસ પહેરવાથી તમારા કર્વ્સ જરરૂ કરતાં વધારે દેખાય છે   જે સારું નહીં લાગે.

લેંગ્ગિસ તમારી ત્વચા સાથે ચોંટી જાય છે જેથી અંદર તમારી પેન્ટી અને અંડરવેરની હેમલાઇન ઉપર ઉપસી આવે છે. તેના કારણે તમે અસહજતા અનુભવી શકોછો. જેનાથી લુક  ખરાબ લાગી શકે છે. તમારા લેંગ્ગિસ્,ચૂડીદાર જેવા ન દેખાવા જોઈએ. જો તમે આવા લેંગ્ગિસ્ પહેરશો તો  તમારી એંકલ પાસે  તેના સળ પડશે. તે ચૂડીદાર પાઇજામા જેવા લાગશે. તેના બદલે તમે એન્કલ લેન્ગ્થ પહેરશો તો એ વધારે સરસ લાગશે.

તમારા  લેંગ્ગિસ ભલે બ્લેક અને કોઈ અન્ય કલરની હોય. પણ તેને બ્રાઇટ કલરના  ટોપ સાથે ન પહેરવા જોઈએ. કારણ કે આવો લુક મિસમેચ લાગે છે. અને લેંગ્ગિસ સાથે  ઉપર ઝૂલતા ટોપ ન પહેરવા.થોડા લૂઝ ટોપ પહેરવા. જેથી તે એક કમ્ફર્ટેબલ પોશાક તરીકે કામ લાગે. કેટલીક કંપનીઓમાં ડ્રેસ કોડ હેઠળ લેંગ્ગિસ પહેરવાની મનાઈ હોય છે. જો તમારી કંપની કે ઓફિસમાં આ પ્રમાણેની મનાઈ ન હોય તો તમે લાંબા ટોપ સાથે કે પછી અનારકલી ટોપ સાથે પહેરવું જેથી એક સારું પોશ્ચર મળી રહે.

જેનું શરીર થોડું પાતળું  હોય તો તેન ટોપ અને લેંગ્ગિસ સારા લાગે છે પરંતુ જેની દેહયષ્ટિ ભારે છે તેણે ટૂંકા ટોપ કે વેર્સ્ટનન વેર સાથે લેંગ્ગિસ ન પહેરવા તેના બદલે તમે પાઇજામા પહેરી શકો. આ ઉપરાંત  હાલમાં તો  એમ્બ્રોઇડરી વાળા લેંગ્ગિસ પણ  ઘણા પ્રચલિત છે. તેથી  તમે પ્લેન ટોપ સાથે આ  પ્રકારના  લેંગ્ગ્સની પણ પસંદગી કરી શકો છો. વળી લેંગ્ગિસ પણ એવા મટિરિયલમાંથી બનેલા પસંદ કરવા જેના કારણે તમારી ત્વચાને નુકસાન ન થાય.તેમજ ખંજવાળ જેવી સમસ્યાનો સામનો ન કરવો પડે.

 

હવે મિક્સ સિઝન આવી રહી છે જેમાં  ત્વચાને લગતી મુશ્કેલીઓ વધી શકે છે ખાસ કરીને લેંગ્ગિસ જેવા ફીટ પોશાકમાં. આવા સમયમાં  લેંગ્ગિસથી માંડીને તમામ પ્રકારના  ફીટ બોટમવેર પહેરતી વખતે ધ્યાન રાખવું.