હોટ સમરમાં લોભાવશે આઇસ્ક્રીમ અને બરફગોળાના કલર્સ

રમી તોબા પોકારાવી રહી છે ત્યારે લોકો શેરડીના રસ, છાશ, બરફગોળા અને આઇસ્કરીમ કે આઇસ ડીશ પર પસંદગી ઉતારતા હોય છે કાળઝાળ ગરમીમાં  આ બધી ઠંડી વસ્તુઓ મોઢામાં જતા જ કેવી ટાઢક અનુભવાય છે અદ્દલ આવી જ ટાઢક આપણને આ બધી વસ્તુઓના રંગો દ્વારા પણ મળી શકે છે. ઉનાળો આવે એટલે માર્કેટમાં એક્સેસરીઝ થી માંડીને  પોશાકોના રંગ પણ ઉનાળુ ચીજવસ્તુઓ જેવો જોવા મળે છે જેન ફેશન જગતમાં સોબ્રેટ શેડ્સ કહે છે શરબતી રંગો તમે યાદ કરો તો ખસનો ગ્રીન  રંગ, ગુલાબનો ગુલાબી કે રાણી રંગ, પછી  વરિયાળીનો આછો ગ્રીન અને  મેંગોનો કેરી જેવો પીળો, લીબુંનો  આછો પીળો, જેવા વિવિધ રંગો  વસ્ત્રોમાં પણ છલકાય છે જેને ફેશન જગતના શરબતના રંગો પરથી સોર્બેટ કલર કહે છે. આ રંગના શેડ તમને આઇસ્ક્રીમ, પેસ્ટ્રી કે બરફગોળામાં જોવા મળે છે. સોબ્રેટ શેડ્ઝ નિયોન કલર કરતાં થોડા લાઇટ હોય છે.અને પેસ્ટલ કલર કરતા થોડા બ્રાઇટ હોય છે. આમ તો આ કોલમના વાચકો આ અંગેની  પ્રાથમિક વિગતોથી તો પરિચિત જ હશે પરંતુ આજે થોડી ઉંડાણમાં વાત કરીએ.

તમે જો કંઇક નવું અને ફેશનેબલ ડ્રેસિંગ કરવા માગતા હો તો ઝડપથી તમારું વોર્ડરોબ જોઈ લો.  જો હજી સુધી તેમાં સોર્બેટ શેડ્સના આઉટફિટ્સ નથી ઉમેર્યા હોય તો આજે જ એપેરલ સ્ટોરની મુલાકાતે જાવ. અને સોર્બેટ શેડ્ઝ આઉટફિટ્સ લઈ આવી તમારા કૂલ કુલ ક્લેક્શનને અપડેટ કરી લો.

સોબ્રેટ શેડ્સ એટલે એવા શેડ્સ જે નિયોન કરતાં હળવા અને પેસ્ટલ કરતાં થોડા બ્રાઇટ રંગ. સામાન્ય રીતે આવા રંગો આઇસક્રીમ, મિલ્ક શેક, ડેઝર્ટ વગેરે માં જોવા મલે છે. સોર્બેટ શેડ્સ આઉટફિટ્સ ગરમી તથા ભેજવાળા વાતાવરણમાં આઉટફિટ્સને એકદમ કૂલ ઇફેક્ટ આપે  છે.


સોબ્રેટ શેડ્સમાં આઉટફિટ્સની પેર બનાવવા માટે તમે લાઇટ પિન્ક ટોપની સાથે  લાઇટ બ્લુ ડેનિમ અથવા તો લાઇટ પીચ રંગની સાથે નીચે લાઇટ પર્પલ પેન્ટ પહેરી  શકો. પરંતુ જો તમારે સંપૂર્ણ ડ્રેસિંગ લાઇટ રંગમાં ન કરવું હોય તો કલર બ્લોકિંગ કરી શકો છો. કલર બ્લોકિંગ એટલે બે એવા રંગોનો મેળ. જે એકબીજાથી એકદમ વિરૂદ્ધના હોય.આપણે અગાઉની ઉનાળુ ફેશનમાં કલર બ્લોકિંગ તેમજ ઉનાળુ એકસેસરીઝ અંગે પણ ચર્ચા કરીશું. આમ તો ઉનાળો ફેશનની દ્રષ્ટિએ ઘણો વ્યાપક ગણાય છે.  પરંતુ રંગોમાં પેસ્ટલ, સોબ્રેટ કે લાઇટ રંગો સીમિત રહેતા હોય છે. તેથી તમે આ પ્રકારના રંગો સાથે અલગ અલગ સ્ટાઇલિંગ કુર્તા, પાઇજામા, હેરમ, લેંગ્ગિસ વગેરેમાં  અવનવી ફેશન અપનાવી શકો છો.

કલર બ્લોકિંગ કરીને એક નવીન સ્ટાઇલ વિકસાવી  શકાય છે. જેમ કે લાઇટ બ્લુ ટીશર્ટ પર યલો જેકેટ કે કોટી ટ્રાય કરી શકાય. તો હળવા ગુલાબી ટોપ સાથે એકદમ ડાર્ક લાલ રંગનું શોર્ટ સ્કર્ટ પહેરી શકાય. આ પ્રકારના ડ્રેસિંગમાં ફ્લેડ પેન્ટ, હાઇ વેસ્ટેડ પેન્ટ ટ્રાય કરી શકાય છે.

જ્યારે કલર બ્લોકિંગ કે સોર્બેટ શેડ્સના આઉટફિટ્સ પહેરી રહ્યા હો ત્યારે બધા જ ડાર્ક રંગોનો ઉપયોગ ન કરવો. આ પ્રકારનું ડ્રેસિંગ હોય ત્યારે પર્સ, બેલ્ટ જેવી એસેસરીઝ અને જ્વેલરી એકદમ લાઇટ રાખવી.