જાણી લો પ્રવાસ વખતની ઉત્તમ રીત

CourtesyNykaa.com

રજા પર જવાના દિવસો નજીક આવે એમ પોતાનાં સૌંદર્ય માટે ખૂબ જ સંભાળ લેતી સ્ત્રીઓને સ્થળાંતરની ચિંતા સતાવતી હોય છે. ફેવરિટ બ્લશ, ખૂબ જ ઉપયોગી લિપ બામ કે એકદમ અસરકારક શેમ્પૂ ઘેર મૂકી જવાનો વિચાર ઘણી સ્ત્રીઓને અપસેટ કરી દેતો હોય છે. પ્રવાસ માટેની ચિંતાને હવે ભૂલી જાવ અને ધ્યાનથી વાંચો. અમે પ્રવાસ માટે ઉત્તમ પ્રકારની એવી સાત સ્કિનકેર અને મેકઅપ ટિપ્સ આપી છે જે સામાન પેક કરવાની તમારી ચિંતાને સદંતર દૂર કરી દેશે.


મલ્ટી-પર્પઝ મેકઅપ પ્રોડક્ટ્સ પેક કરો

તમારી ટ્રાવેલ મેકઅપ કિટમાં જગ્યા બચાવવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તમે એવા પ્રોડક્ટ્સ પેક કરો જે તમને એક કરતાં વધારે રીતે ઉપયોગી થાય. તમે એવું કાજલ લઈ જાવ જે આયશેડો તરીકે પણ કામ લાગે. અથવા કોઈ ચીક અને લિપ ટિન્ટ. એક BB/CC ક્રીમ સાથે લઈ જાવ જે સૂર્યના તડકાથી ત્વચાને રક્ષણ આપે છે, ત્વચાને મોઈશ્ચરાઈઝ કરે છે અને ડાઘને ઢાંકે છે. તમે સમજી ગયા હશો….

તમને આની જરૂર પડશેઃ theBalm Stainiac Lip and Cheek StainMyGlamm 2 in 1 Liquid Eyeliner & HD Brow Powder – Nutmeg & Expresso અને Lakme Complexion Care Face Cream


તમારા પ્રવાસનાં પાત્રોને વ્યવસ્થિત રીતે ટેપ મારો

તમે સૂટકેસ ઉઘાડો અને જેવું દેખાય કે તમારું અડધા ભાગનું શેમ્પૂ તમારાં વેકેશન માટેનાં કપડાં પર ઢોળાઈ ગયું છે તો એનાથી ખરાબ અનુભવ બીજો કોઈ નહીં. પ્રોડક્ટ્સ આ રીતે ઢોળાઈ જાય તો કોઈનો પણ મૂડ બગડી જાય. એટલે, તમારા પ્રવાસનાં સામાનનાં પાત્રોને ચારેય બાજુ ટેપ મારીને સીલ કરવાનું ક્યારેય ભૂલશો નહીં.


ખાલી બાટલીઓનો ફરી ઉપયોગ કરો

તમને યાદ છે, હોટેલમાં આપવામાં આવતી પેલી શેમ્પૂ, લોશન અને હેન્ડ ક્રીમની બોટલ્સ, જે તમે લઈને રાખી મૂકી હતી? એ બધી બાટલીઓ, શીશીઓ એરલાઈન દ્વારા માન્યતાપ્રાપ્ત પરફેક્ટ સાઈઝની હોય છે, જેમાં તમે તમારી બ્યુટીને લગતી ફેવરિટ ચીજવસ્તુઓ ભરી શકો. એ બધીને ખાલી કરી દેવાની, ધોઈ નાખવાની અને સૂકવી દેવાની. પછી એમાં તમારી ફેવરિટ બ્યુટી ચીજવસ્તુઓને ભરી દો. જો તમે ક્યારેય હોટેલમાંથી એ બાટલીઓ લીધી ન હોય તો પ્રવાસની સાઈઝનાં પાત્રો ખરીદી લો અને એમાં તમારી ફેવરિટ ચીજો ભરી દો.


તમારા પાવડર કોમ્પેક્ટમાં કોટન પેડ રાખો

સતત આંચકા અને ઝટકા લાગ્યા કરે તો તમારું કિંમતી કોમ્પેક્ટ કે બ્લશ તૂટી શકે છે. આ તકલીફથી બચવાનો શ્રેષ્ઠ રસ્તો છે, તમારા બ્લશર કે પાવડર કોમ્પેક્ટમાં એક કોટન (રૂ)નું પેડ મૂકી દો જેથી એને પૂરા પ્રવાસમાં કોઈ નુકસાન ન થાય. અત્યાર સુધીમાં તમે પાંચેક કોમ્પેક્ટ ખરીદ્યાં હશે, પણ તમને આવી સલાહ અગાઉ મળી હોત તો કેટલું સારું થાત?

તમને આની જરૂર પડશેઃ Bella Cotton Pad Round With Alovera – 100Pcs


તમારા પ્રોડક્ટ રક્ષકને જાણો (નાળિયેરનું તેલ)

આ અદ્દભુત ચીજને તમે કોઈ ક્રીમના વિકલ્પ તરીકે, લિપ બામ તરીકે, છૂટી થઈ જતી ભમ્મરને ભેગી રાખવા માટે, ફ્રિઝી વાળને અંકુશમાં રાખવા માટે એમ મોટે ભાગે દરેક રીતે ઉપયોગમાં લઈ શકો છો. બગલમાં આ તેલનો એક હળવો હાથ ફેરવી દેવાનો જેથી આખો દિવસ એમાંથી દુર્ગંધ નહીં આવે. નાળિયેરનું તેલ સૂર્યના તાપથી ચામડીના દાહને રોકે છે અને ત્વચાને ઊંડે સુધી હાઈડ્રેટ કરે છે. મચ્છરના ડંખ સામે ખંજવાળ-વિરોધી ક્રીમ કે હાઈડ્રેટિંગ મેકઅપ રીમૂવર તરીકે પણ આનો ઉપયોગ કરી શકો છો. હજી વધારે કારણ જાણવાની જરૂર છે?

તમને આની જરૂર પડશેઃ Kama Ayurveda Extra Virgin Organic Coconut Oil


ડ્રાય શેમ્પૂ લઈ જવાનું ભૂલશો નહીં

રજા માણવા ગયા હોઈએ ત્યારે વાળને શેમ્પૂથી ધોવાની અને પછી એને સૂકા કરવાની ઝંઝટને કોણ પસંદ કરે? ડ્રાય શેમ્પૂ તો ચીકણા, લાંબા વાળ માટે એકદમ આવશ્યક છે. પાણી વગર વાળને સ્વચ્છ કરવાનો આ સૌથી ઝડપી રસ્તો છે, તે વાળની ખૂબ સંભાળ રાખે છે અને વાળમાંથી સરસ ખૂશબૂ પણ આવતી રહે છે. તો આને શા માટે પસંદ ન કરાય?

તમને આની જરૂર પડશેઃ Batiste Dry Shampoo Instant Hair Refresh Floral


શીટ માસ્ક વડે શુષ્ક ત્વચાને ઠીક કરો

રજામાં વધુપડતું ફરવાથી અને સૂર્યપ્રકાશમાં રહેવાથી એક તકલીફ તો ખાસ થાયઃ ત્વચા શુષ્ક બની જાય. માર્ગરિટા જેવા ડ્રિન્ક પીવાથી અને દરિયાકિનારા પર પડ્યા રહેવાથી ત્વચાને જે નુકસાન થાય એને રોકવા માટે ચહેરા પર ઉજળું શીટ માસ્ક લગાવવું જોઈએ. આનો ઉપયોગ એક જ વાર માટે કરાતો હોય છે અને તમારા સામાનમાં બહુ જ ઓછી જગ્યા રોકે છે અને ત્વચાને માત્ર 20 મિનિટમાં જ પુનર્જિવીત કરે છે.

આજે જ ખરીદો. The Face Shop The Solution Brightening Face