વજન ઉતારવા વિશેની આઠ ગેરમાન્યતાઓ જેને માનવાનું તમારે બંધ કરવું જોઈએ

CourtesyNykaa.com

વજન ઉતારવા માટે જેમણે પ્રયાસો કર્યા હશે એમને ખબર હશે કે એમાં કેટલો બધો સંઘર્ષ કરવો પડે છે. શરીરમાં જે થોડાક કિલો વજન વધી ગયું હોય એને ઝડપથી ઉતારવાની લાલચમાં તમે ધડાધડ કસરતો કરી હશે, તમારા ફેવરિટ નાસ્તાથી પીઠ ફેરવી લીધી હશે અને એવું બીજું બધું જ કરી છૂટ્યા હશો. તમારી પર એવો કોઈ જૂલમ ગુજારવામાં અમે માનતા નથી, પણ વજન ઉતારવાનો અર્થ છે પસંદગી સ્માર્ટ રીતે કરવી, પ્રયાસને સતત ચાલુ રાખવો અને ખૂબ જ ધીરજ રાખવી. એટલે જો તમે ચરબીના થર સામેનો જંગ ખેલવાની શરૂઆત કરી રહ્યાં હો તો ગેરમાન્યતાઓના જાળાંમાંથી કેટલાંક સત્ય જાણી લેવા જરૂરી છે.

અમે અહીં પ્રસ્તુત કરીએ છીએ વેઈટ લોસને લગતી કેટલીક સૌથી મોટી ગેરમાન્યતાઓ અને સાથે દર્શાવી છે વેઈટ લોસની વાસ્તવિક્તાઓઃ


વેઈટ લોસ અંગેની ગેરમાન્યતા #૧: તમારો તમામ ફેવરિટ ખોરાક ત્યજી દેવો જોઈએ

સત્ય આ છેઃ બધાં કાર્બોહાઈડ્રેટ્સ ત્યાગી દો, એવું એ લોકો કહે છે. તળેલું કંઈ પણ ખાશો નહીં, એવું એ લોકો કહે છે. ચરબી ખરાબ છે એવું એ લોકો કહે છે. તો પછી જીવવાનો મતલબ જ શું છે, એવું તમે પૂછશો. તો અમારું કહેવું છે કે તમારો ઊંચી-કેલરીવાળો ખોરાક હજી પણ તમારા વેઈટ-લોસ આહારનો હિસ્સો બની શકે છે. થોડાક પ્રમાણમાં. સંયમ રાખવો બહુ મહત્ત્વનું છે અને તમે કેટલી કેલરી ગ્રહણ કરો છો એની પર તમે જેટલું વધારે ધ્યાન રાખશો એટલું પરફેક્ટ સાઈઝ મેળવવાનું લક્ષ્ય હાંસલ કરવાનું તમારા માટે સરળ બની રહેશે. વાસ્તવમાં, વજન ઉતારવા માટેના અસરકારક રસ્તાઓમાંનો આ એક છે.


વેઈટ લોસ અંગેની ગેરમાન્યતા #૨: આહારપદ્ધતિમાં શોર્ટકટથી ખરેખર ફાયદો થાય છે

સત્ય આ છેઃ વજન પર સતત ધ્યાન રાખનારાઓને ખબર જ હોય કે ફળોનાં જ્યૂસ અને સંપૂર્ણપણે ચરબીયુક્ત આહારની કેવી અસર થાય છે. ટ્રેન્ડમાં હોય એવા ડાયેટ્સ વજન ઝડપથી ઉતારવા માટે કમાલનું કામ કરે છે, પરંતુ કેલેરી સાવ ઘટાડી દેવાથી, મહત્ત્વના ખોરાકમાં સંપૂર્ણ કાપ મૂકી દેવાથી અને સ્વયંને ચોક્કસ પ્રકારના ખોરાકથી વંચિત રાખવાથી શરીર-આરોગ્ય પર અવળી અસર થઈ શકે છે. એને કારણે તમારું શરીર એવા કન્ઝર્વેશન મોડમાં જતું રહે કે તમામ ખોરાકને ચરબીમાં ફેરવી દે, કારણ કે એને ખબર ન પડે કે એને હવે પછી કયો સંતુલિત આહાર મળવાનો છે. એને લીધે તમારું મનોબળ જરાસરખું પણ ઢીલું પડે કે તમે ખર્ચના ખાડામાં ઉતરી પડશો. એટલે, યાદ રાખો, ટ્રેન્ડવાળા ડાયેટ્સ ખરાબ હોય છે.


વેઈટ લોસ અંગેની ગેરમાન્યતા #૩: તમે રાતે સૂવાના સમયે નાસ્તો કરી ન શકો

સત્ય આ છેઃ જૂના જમાનાની પત્નીઓની વાત માનીએ તો સવારે વહેલું ખાવાથી તમારું મેટાબોલિઝમ વધે છે જ્યારે મોડી રાતે ખાવાથી તમારા શરીરમાં ચરબી વધે છે. મિત્રો, સમસ્યા દિવસ કે રાતના સમયની નથી, પરંતુ તમે કયો ખોરાક ખાવ છો એની હોય છે. આસાનીથી ઉપલબ્ધ હોય છે એવા પિઝ્ઝા, વેફર્સ અને કોલ્ડ ડ્રિન્કથી દૂર રહો, એને બદલે તમારા પેટને આરોગ્યપ્રદ નાસ્તાથી ભરી દો અને પછી મધરાતે તમને ભૂખ પરેશાન નહીં કરે.


વેઈટ લોસ અંગેની ગેરમાન્યતા #૪: આલ્કોહોલ તો નહીં જ…

સત્ય આ છેઃ જો તમે તમારા પેટ પર વધી ગયેલી ચરબી ઘટાડવા માગતા હો તો, તમે રાતના સમયે વધુપડતું ડ્રિન્ક કરી ન શકો. પરંતુ તમારે આલ્કોહોલ સાવ બંધ કરી દેવાની પણ જરૂર નથી. હા, તમે સાચું જ વાંચ્યું છે. શરત એ કે તમે સંયમ જાળવો, ગળ્યા કોકટેલ અને હાઈ કેલરીવાળા બીયરથી દૂર રહો, અને અઠવાડિયામાં વધુમાં વધુ ૩ ડ્રિન્કની મર્યાદા જાળવો. આમ, તમારા મિત્રોની સાથે તમારા ડ્રિન્કિંગ પ્રોગ્રામને સાવ બંધ કરી દેવાની જરૂર નથી.


વેઈટ લોસ અંગેની ગેરમાન્યતા #૫: માત્ર સખત પરિશ્રમવાળી કસરત જ વજન ઉતારવામાં મદદરૂપ થઈ શકે

સત્ય આ છેઃ શરીરે પરસેવો થાય, ચહેરો લાલઘૂમ થઈ જાય અને હાંફી જવાય એવી કસરત કરીને જ જિમમાંથી બહાર નીકળો એ તો સારી વાત કહેવાય. આનો મતલબ એ કે તમે અમુક વધારેપડતી કેલરીને બાળી નાખી છે અને વર્કઆઉટ કર્યા બાદ સ્નાયૂઓ થોડાક દુખે એ તો એકદમ જરૂરી કહેવાય. ઓછા પરિશ્રમવાળી કસરતો તો માત્ર ઉપરછલ્લી ગણાય, જેમાં માત્ર મજા જ કરવાની હોય, કારણ કે એ તમારા શરીરના કોર્ટિસોલ અને સ્ટ્રેસ હોર્મોનનું સ્તર ઘટાડે છે જેને કારણે તમને ભૂખ લાગે અને ચરબી વધે. એટલે પ્રાચીન યોગવિદ્યા કે સાંજના મંદ પવન અને ઠંડા વાતાવરણમાં તેજગતિએ ચાલવાને ભેળવી ન દેશો.


વેઈટ લોસ અંગેની ગેરમાન્યતા #૬: તમને ચોક્કસ તકલીફ કરતા ભાગોને ટાર્ગેટ બનાવો

સત્ય આ છેઃ શું તમને માત્ર તમારા નિતંબમાંનું વજન ઘટાડવાની જ ચિંતા છે? ભારેખમ સાથળને કારણે તમને શરમની લાગણી થાય છે? ગમે તે વિચારો, પણ મૂળ વાત એ છે કે તમે ઈચ્છો એ ચોક્કસ ભાગની ચરબી ઘટાડવાનું શક્ય નથી હોતું. તમે તમારી આહારપદ્ધતિમાં ફેરફારો કરીને અને કસરત કરીને તમારા સમગ્ર શરીરનું વજન ઘટાડી શકો છો. એ કેવી રીતે થાય છે એની ધારણા કોઈ પણ કરી શકે છે. તે છતાં, કસરત કરવાથી તમારા સ્નાયૂઓ મજબૂત બની શકે છે જેથી શરીરના એ ભાગો પાતળા થયેલા લાગે છે.


વેઈટ લોસ અંગેની ગેરમાન્યતા #૭: પરસેવો પાડીને તમે વજન ઉતારી શકો છો

સત્ય આ છેઃ વજન ઉતારવાની ઉતાવળમાં ઘણા લોકો સ્ટીમ રૂમ્સ અને સૌના બાથ ભણી દોટ મૂકે છે, એવી આશા સાથે કે એનાથી એમના શરીરે ખૂબ પરસેવો વળશે. શું વજન ઉતારવું આટલું સહેલું હોય છે. આ રીતે તમે જે વજન ઘટાડો એ આંકડો વજનના કાંટા પર જરૂર દેખાશે, પણ એ બધું ઉપરછલ્લું હોય, જેવું તમે નમકયુક્ત ખોરાક અને વાઈનનો મોટો ગ્લાસ ગટગટાવો કે તમારું વજન પાછું વધી જ જાય. એ બધું ઝડપથી જાય અને ઝડપથી પાછું આવે એવું છે. જિંદગીમાં કંઈ પણ સારું આટલું બધું આસાનીથી મળતું નથી.


વેઈટ લોસ અંગેની ગેરમાન્યતા #૮: એ બધું તમારામાં પાછું આવશે

સત્ય આ છેઃ વજન ઘટાડવા માટે જો તમે તમારી ભૂખને મારી ન હોત તો આ સૌથી મોટી ગેરમાન્યતા બની ન હોત. એ વાત ખરી છે કે, શરૂઆતમાં એકાદ-બે કિલો વજન ઘટે એ કદાચ પાછું શરીરમાં આવી શકે છે, પણ જો તમે પૂરેપૂરી તકેદારી રાખી હોય, યોગ્ય આહાર લીધો હોય અને પૂરતી કસરત કરી હોય તો તમને ફાયદો જ છે. કેટલાક લોકો માટે અમુક કિલો વજન ઝડપથી ઘટાડવું વધારે આસાન હોય છે, પરંતુ વજન ઘટી ગયા બાદ સાતત્ય જાળવી રાખવાથી ઘટી ગયેલા વજનને દૂર રાખી શકાય છે. અમારી વાત માનજો, તમારી મહેનત બેકાર નહીં જાય.