રાત્રે ઉંઘ નથી આવતી ? કરો આ ઉપાય…

હેવાય છે કે મીઠી નીંદર આવવી એ જીવનનું સૌથી મોટુ સુખ છે. જે વ્યક્તિ શાંતીથી સુઈ શકે છે તે વ્યક્તિ ખૂબ ભાગ્યશાળી હોય છે. પરંતુ અત્યારની ફાસ્ટ અને સ્ટ્રેસફૂલ લાઈફમાં ઉંઘ ન આવવી એ લોકો માટે ખૂબ મોટી સમસ્યા બની ગઈ છે. તણાવ અને અયોગ્ય ખોરાકની આદતોને લઈને આ મુશ્કેલીઓ ઘણાબધા લોકોને પરેશાન કરે છે. જો તમને પણ રાત્રે સમયસર અને યોગ્ય પ્રમાણમાં ઉંઘ ન આવતી હોય તો અહીયા આપેલી ટીપ્સ તમને ખૂબ કામ લાગશે અને તમારી લાઈફ સ્ટાઈલને બદલી નાંખીને વધુ સુંદર બનશે.

ઈશ્વરનું સ્મરણ છે શ્રેષ્ઠ

જો તમને રાત્રે ઉંઘ ન આવતી હોય તો તેનો સૌથી શ્રેષ્ઠ રસ્તો છે ઈશ્વરનું સ્મરણ. તમે જે કોઈ દેવી દેવતામાં શ્રદ્ધા ધરાવતા હોય, તેમનું નામ લેતા-લેતા અથવા તો કોઈ મંત્ર બોલતા બોલતા રાત્રે સુઈ જાવ, આમ કરવાથી ચોક્કસપણે ઉંઘ આવી જશે. ઘણા લોકોને ઉંઘમાં બીહામણા સ્વપ્નો પણ આવતા હોય છે તેવા લોકોને રાત્રે સુતી ઈશ્વરનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવાથી બીહામણા સ્વપ્નોમાંથી છૂટકારો મળે છે અને સારી અને યોગ્ય પ્રમાણમાં ઉંઘ આવે છે.

અખરોટ

અખરોટ ઉંઘનુ પ્રમાણ વધારવા માટેના હોર્મોન ટ્રિપ્ટોફેનનો સૌથી ખુબ મોટો ભંડાર છે. નિત્ય એક મુઠ્ઠી અખરોટ ખાવાથી ભૂખ તો મટે જ છે સાથે ઉંઘ પણ જલ્દી આવી જાય છે.

બદામ

સારી અને યોગ્ય ઉંઘ માટે મેગ્નેશીયમ ખૂબ જરૂરી હોય છે. બદામનું સેવન તમારી આ મિનરલની જરૂરીયાતને પૂરી કરે છે અને યોગ્ય ઉંઘ લાવવામાં મદદ કરે છે.

ડેરી પ્રોડક્ટ્સ

ચીઝ, દહીં, દૂધ વગેરેમાં મળી આવતા કેલ્શીયમથી મગજ ટ્રિપ્ટોફેનનો સારી રીતે ઉપયોગ કરી શકે છે. મોટાભાગના લોકો સુતા પહેલા આ પ્રકારની વસ્તુઓનું સેવન કરતા હોય છે.

માખણ

એક ચમચી માખણમાં મેગ્નેશીયમનો સારો ડોઝ મળી આવે છે. જો તમારા શરીરમાં મેગ્નેશિયમની ખામી હોય તો ઉંઘ નથી આવતી અને શરીરના સ્નાયુઓ ખેંચાવાની પણ સમસ્યા રહે છે. એટલે જો એક ચમચી માખણ તમે રોજ ખાવાની આદત પાડશો તો તમને ઉંઘની સમસ્યાથી છુટકારો મળશે.

અહેવાલ- હાર્દિક વ્યાસ