દિવાળીની મોસમમાં કરાવો સૌંદર્યની સંભાળ…

CourtesyNykaa.com

દિવાળીના તહેવારે જમાવટ કરી દીધી છે. તમારા સૌંદર્યને વધારે ખિલવવાનો સમય આવી ગયો છે. અમે જાણીએ છીએ કે રોશનીના આ તહેવારમાં સૌંદર્યના શણગાર માટે તમારે પાર્લરમાં જવું પડશે એટલે અમે તમારા વાળ અને ત્વચાની સંભાળ માટે અમુક ઉચિત વિકલ્પો શોધી કાઢ્યા છે જેનો તમે તમારા ઘરમાં જ આસાનીથી ઉપયોગ કરી શકો છો, તમારી અનુકૂળતાએ.

અહીં વાંચો શ્રેષ્ઠ બ્યુટી ટ્રીટમેન્ટ પ્રોડક્ટ્સ વિશેઃ


૧. ફેસિયલ

સફાઈ, મસાજ, સીરમ અને માસ્ક – આ ચાર એવી ચમત્કારિક પ્રક્રિયા છે જે ફેસિયલનો કાયાકલ્પ કરી આપે છે અને જેની પાછળ તમે નિયમિત રીતે લગભગ દર મહિને ખર્ચ કરો છો. ત્વચા તંદુરસ્ત થઈ જાય, હળવાશનો અનુભવ થાય અને તમે એકદમ પ્રફુલ્લિત થઈ જાવ, કારણ કે એ તમારી ત્વચા પરથી ધૂળ, મેલ અને પર્યાવરણથી થયેલા નુકસાનને દૂર કરી આપે છે. બીજું શું હળવું થઈ જાય? તમારું વોલેટ.

અહીં પ્રસ્તુત છે એક ઉત્તમ ફેસિયલ ટ્રીટમેન્ટ પ્રોડક્ટ્સ. શરૂઆત કરો ક્લીન્સર તરીકે રોઝ વોટરનો ઉપયોગ કરવાનું અથવા ટ્રાય કરો Kama Ayurveda Pure Rose Water. સાકર અને થોડુંક નાળિયેર તેલ લઈને તમારું પોતાનું જ ફેસિયલ સ્ક્રબ બનાવો, જે તમે અઠવાડિયામાં બે વખત લગાવી શકો છો જે ત્વચાના મૃતપાય થયેલા કોષોને દૂર કરે છે. મુલતાની માટીની સાથે Tjori Natural Beauty Multani Mitti And Rose Face Pack ઉત્તમ ફેસ પેક બને છે. અને તમારો ચહેરો થઈ જાય એકદમ ચમકીલો, સાવ મફતમાં. તમે અમારો આભાર પછી માનશો.


૨. હેર સ્પા

ઘણી વાર એવું બને કે તમે તમારા વાળને આખો સમય બાંધેલા જ રાખતા હો, કારણ કે એની કાળજી લેવાનો તમારી પાસે સમય જ ન હોય. તહેવારની મોસમ પૂર્વે એવા વાળની કાળજી લેવાનો ઉત્તમ રસ્તો હોય અપોઈન્ટમેન્ટ લઈને કોઈ હેર સ્પામાં જવાનો. હેડ મસાજ કરવાથી જે શાંતિ થાય એટલે તમે એટલા ખુશ થઈ જાવ કે તમે સહેજ ઉછળીને ચાલો અને એને લીધે તમારા વાળમાં પણ બાઉન્સ આવી જાય. હવે એમ કહીએ કે આ બધું તમે તમારા ઘરમાં જ મેળવી શકો છો તો કેવું?

ઈન્ટરનેટ પર તમને લાખો ઈલાજ મળી શકશે, પણ અહીંયા દર્શાવીએ છીએ એક એકદમ આસાન ઈલાજ, જેનાથી દરેક ટાઈપના વાળ આકર્ષક દેખાય. તમારે માત્ર આટલું જ કરવાનું છેઃ બે-ત્રણ ચમચી ઓલિવ ઓઈલ લો, સાથે ગરમ પાણી અને એક ટુવાલ લો. તમારા તાલકામાં અને આખા લાંબા વાળમાં આ ઓલિવ ઓઈલથી મસાજ કરો અને થોડાક ગરમ પાણીની વરાળથી એને ગરમાટો આપો. દસેક મિનિટ પછી, તમારા ટુવાલને ગરમ પાણીમાં ડુબાડો અને તમારા વાળને 15 મિનિટ સુધી એમાં બાંધી દો. અમે તમને ખાતરીપૂર્વક કહીએ છીએ કે વાળને ધોયા બાદ તમને એમાં ઘણો ફરક લાગશે. ખાસ નોંધઃ તમને આમાં જો કોઈ શોર્ટકટ જોઈતો હોય તો, Richfeel Argan Hair Spa Kit ટ્રાય કરો. આમાં હેર સ્પા જેટલી જ ખૂબી છે અને તે પણ અડધા ખર્ચે.


૩. પીઠની સંભાળ

તમે શોધતા હશો કે બેકલેસ ચોલી તમારી નજીકમાં ક્યાં મળે, જેથી દિવાળીના કાર્યક્રમમાં તમે તમારા સુંદર લેહંગા પર એ પહેરીને મસ્ત રીતે ઘૂમી શકો.
ચોક્કસ વળી, એના માટે તમારી પીઠ એકદમ સેક્સી હોવી જોઈએ. આને માટે સ્પામાં તમને આ મળી શકે – એક બેક સ્ક્રબ, એક મડ પેક અને થોડુંક મસાજ.

આ બાજુ આવી જાવ… એકદમ વ્યસ્તતા વચ્ચે આને માટે કંઈ સ્પામાં જવાની જરૂર નથી, જ્યારે ઘરમાં જ તમને એક આસાન વિકલ્પ મળે એમ છે. સામગ્રીઃ એક કપ સી સોલ્ટ લો, એમાં અડધો કપ ઓલિવ ઓઈલ અને ચંદનના તેલના પાંચ ટીપાં મિક્સ કરો. તમારી પીઠ પર, ખાસ કરીને એ ભાગ જેને તમે બતાવવા માગતા હો ત્યાં એને ઘસો. ત્યારબાદ એને એક ભીના ટુવાલથી લૂછી નાખો. જો આ બધું મિક્સ કરવાનું તમને ફાવતું ન હોય તો એક વધારે આસાન વિકલ્પ છે – Tjori Exfoliating Lemongrass Back Scrub.


૪. મેની-પેડી

દિવાળીના દિવસોમાં ઘરમાં સજાવટ કરવાની હોવાથી આરામ કરવાનો સમય બહુ ઓછો મળે. આપણને આપણા નખ પણ બહુ ગમતાં હોય છે, પણ નખની કાળજી લેવાનું તથા એની ઉપત્વચાને સાફ રાખવાનું એટલું સસ્તું હોતું નથી. તમે એ કામ ઘરમાં કરી શકો છો અને એની અસર પણ સલૂન જેવી આવી શકે છે અને તે પણ ઓછા ખર્ચે.

તમારા ઘરમાં જ સલૂન જેવો અનુભવ મેળવવાનું શરૂ કરો VLCC Pedicure-Manicure Hand & Foot Kit વડે. બોક્સ પરની સૂચના પ્રમાણે કામ કરો અને બધું બરાબર થઈ જાય પછી તમારા નખને Nykaa Salon Shine Gel Nail Lacquer વડે રંગો. અમારી વાત માનજો, તમારા મિત્રો અને પરિવારજનોને એ જાણવાની ઉત્સૂક્તા રહેશે કે તમે તમારા નખ ક્યાં જઈને રંગી આવ્યા.


તો છોકરીઓ, આ દિવાળીમાં ફટાકડા ફોડજો (અને ડાન્સફ્લોર પર ધમ્માલ પણ મચાવજો), મોટો ખર્ચ કર્યા વિના. જલસા કરો.