પરવડી શકે એવા મેકઅપ પ્રોડક્ટ્સઃ લગ્ન અને પાર્ટીઓ માટે, જે બહુ મોંઘાં નથી

CourtesyNykaa.com

લગ્નની મોસમની તૈયારીઓને અંતે તો તમે થાકીને લોથપોથ થઈ જવાના. (ચિંતા ન કરશો, એવું એકદમ હોંશિયાર લોકો સાથે પણ બનતું હોય છે). તમે ખૂબ મહેનત કરીને મેળવેલાં પૈસાને યોગ્ય હોય એવા પ્રોડક્ટ્સ કયા એવું તમે કેવી રીતે નક્કી કરી શકો? નાયકાનાં બ્યુટી એડિટર્સ સેંકડો પ્રોડક્ટ્સની સતત સમીક્ષા કરતાં રહે છે અને એમાંથી તમારી સમક્ષ સર્વોત્તમ પ્રકારના પ્રોડક્ટ્સ રજૂ કરે છે. ધારો કે તમે સૂકાઈ ન જાય એવી મેટ લિપ્સ્ટીકની શોધમાં હો, કે કોઈ ચિક હાઈલાઈટરની શોધમાં હો કે વધુપડતા રોમાંચને કાબૂમાં લાવવાનો કોઈ ઝડપી રસ્તો શોધતા હો, આ વખતની લગ્નની મોસમમાં અમે તમને ધ્યાનમાં રાખીને અમુક પરવડી શકે એવી અને ઉત્તમ ચીજો અહીં દર્શાવી છે. આ બધી રૂ. ૫૦૦થી ઓછી કિંમતની છે.

આ છે, કેટલાક પરવડી શકે એવા મેકઅપ પ્રોડક્ટ્સ, જેનો તમે લગ્નસરાની આ મોસમમાં સંગ્રહ કરી શકો છોઃ


૧. ચમકદાર પાંપણ

આ વખતની ચમકદમકવાળી મોસમમાં તમારી પાંપણ પર ગોલ્ડ ટ્વિંકલ લગાડો. સાચું કહીએ તો, અમારી સલાહ છે, Nicka K Radiant Liquid Eye Shadow. આ પ્રવાહી આય ટોપરમાં રંગનું ચમકદાર મિશ્રણ હોય છે અને ઝડપથી સૂકાઈ પણ જાય છે. વધારે અસર ઉપજાવવા માટે તમે બીજા આય શેડોની ઉપરના ભાગમાં થપથપાવી શકો છો. જો તમે ગોલ્ડન મૂડમાં હો તો Golden Gemma શેડ વાપરો. ચેતવણીઃ આ ફોર્મ્યુલા એટલી બધી સુંવાળી અને પિગમેન્ટેશનથી ભરપુર છે કે તમારી આંખનો દરેક પલકારો જોઈને તમારી અદેખાઈ કરનારાઓ ચૂપ થઈ જશે.

Nicka K Radiant Liquid Eye Shadow – 296/-


૨. ચમકદાર કલ્પના

જો કોઈને ચમકદાર એવા લુબોટાઈન સેંડલ પહેરવાની ઈચ્છા થઈ હોય તો ચિંતા ન કરશો. Nykaa Black To Gold Nail Enamel તમારું સપનું સાકાર કરશે, તમને ગમતા ચળકાટ સાથે, પણ તમારા નખ માટે. સુંદર પોલિશ તમારા નખને સોના જેવી ચમક આપીને સુંદર બનાવશે – શિમી શેડ વડે. સાચી જ વાત છે આ. નામ પ્રમાણે જ આ શેડ સાથે તમે કોઈ પણ કાર્યક્રમમાં ચમકદાર એન્ટ્રી કરી શકશો. છેને મજાની વાત?

Nykaa Black To Gold Nail Enamel – Shimmy Shimmy – 249/-

 


૩. ત્વચાની રક્ષા-સુરક્ષા

તમારે હવે પછીના લગ્નમાં ભલે ગમે ત્યાં જવાનું હોય, સનસ્ક્રીન તો એકદમ જરૂરી છે. તમારા કરકસરભર્યા મેકઅપ લિસ્ટમાં આનું નામ સૌથી ઉપર રહેવું જોઈએ. કોઈ વોટર-બેઝ્ડ, ૫૦ જેટલા ઊંચા SPFવાળો બહોળો વિકલ્પ આપે એવું સનસ્ક્રીન પસંદ કરો જે તમારી ત્વચાને ઠંડી રાખે અને એનું રક્ષણ પણ કરે. અમારી સલાહ છે Neutrogena UltraSheer Dry Touch Sunblock SPF 50+. આ જાણીતી ફોર્મ્યુલા તમારી ત્વચામાં તરત જ શોષાઈ જાય છે, એ સુપર પારદર્શક છે અને એનાથી કોઈ ચિકાશવાળો કચરો થતો નથી. અરીસો ન હોય તો પણ આ લગાડવાનું એકદમ આસાન છે. આ ટ્યૂબની વિશેષતા એ છે કે તમે દરરોજ સનસ્ક્રીન લગાડતા થઈ જશો.

Neutrogena UltraSheer Dry Touch Sunblock SPF 50+ – 199/-


૪. તેજસ્વી હોઠ

નિયમ પહેલો. હેવી-ડ્યૂટી લાલ લિપ્સ્ટીક વગર લગ્નની મોસમ માટેનું કોઈ પણ ચેકલિસ્ટ પૂરું ન થાય. Nykaa So Matte! Mini Lipstick – 29 M Scarlet Siren ઘેરી અસર ઉપજાવતી લાલ લિપ્સ્ટીક છે. આ સુંદર લાલ ફોર્મ્યુલા ક્રીમ જેવી પિગમેન્ટેડ છે અને રાણી જેવી શોભા આપે છે જેથી તમે વટથી ફરી શકો છો અને બધા સાથે હાઈ-હેલો કરતી વખતે તમારે વારંવાર તમારા હોઠને ટચઅપ કરવાની ઝંઝટ રહેતી નથી. આમાં મહત્ત્વની વાત એ છે કે એ ઝાંખી થઈ જાય તો પણ સરસ લાગે છે. ૫૦૦ રૂપિયાથી ઓછી કિંમતના મેકઅપ પ્રોડક્ટ્સમાં આ સૌથી શ્રેષ્ઠ છે.

Nykaa So Matte! Mini Lipstick – 29 M Scarlet Siren – 199/-


૫. ચમકદાર ગાલ

આ એકદમ ઉત્તમ એવું હાઈલાઈટર જો તમારા વેનિટીમાં સ્થાન ધરાવતું ન હોય તો વહેલી તકે એને મેળવી લેજો. અહીંયા વાત આની થાય છે – Wet n Wild MegaGlo Highlighting Powder. આ એકદમ મોતીની ચમક જેવા ફિનીશવાળી અને આસાનીથી મિક્સ કરી શકાય એવી ફોર્મ્યુલા છે એટલે જ લોકપ્રિય છે. તમારા ગાલ અને હાંસડી આખો દિવસ અને રાત ચમકતા જ રહેશે. (વહેલી સવારે પણ, એનો આધાર રાત કેવી જાય એની પર રહેશે). વધારાનો લાભ – આ ગ્લુટેન અને પેરાબેન-મુક્ત છે.

Wet n Wild MegaGlo Hello Halo Liquid Highlighter

 


૬. તેજસ્વી ચમક

આ વાંચીને તમે વાળની સંભાળ માટેની તમારી બધી ખર્ચાળ અપોઈન્ટમેન્ટ્સ કદાચ રદ કરી દેશો. પ્રસ્તુત છે  BBLUNT MINI Spotlight Hair Polish, For Instant Shine. આ એટલું પરફેક્ટ અને સરળ શાઈન સ્પ્રે છે કે તમારી અપડો સ્ટાઈલ વિખેરાઈ જવાની કોઈ ચિંતા નહીં રહે, કારણ કે આ નોન-ક્રિસ્પી ફોર્મ્યુલા છે જેનાથી તમારા વાળ ચોક્કસપણે ચમકદમકવાળા થશે. કાર્યક્રમની અધવચ્ચે જો તમને જણાય કે કોઈ એકલદોકલ વાળ બહાર નીકળીને પજવી રહ્યો છે તો તરત જ નજીકના રેસ્ટરૂમમાં જઈને આ નાનકડી બોટલ કાઢીને પેલા ત્રાસદાયક વાળને ઠીક કરી દેવાનો.

BBLUNT MINI Spotlight Hair Polish, For Instant Shine – 188/-


૭. ડ્રિપ કન્ટ્રોલ

વર્કઆઉટ પછી કરવાની રહેતી હળવી ક્રિયાઓ કરવાની હોય કે મોજશોખવાળી પાર્ટીઓમાં જવાનું હોય, એ પહેલાં તમારે અમુક મુંઝવણોનો નિકાલ કરવો જરૂરી હોય છે. રેગ્યુલર ટોઈલેટ પેપર કે ટીશ્યૂ પેપરને જવા દો, હવે જે નવા બ્લોટિંગ પેપર્સ ઉપલબ્ધ છે તે એવા અત્યંત શોષક મટીરિયલવાળા હોય છે જે વધારાનું સીબમ પણ શોષી લે છે. અમારી સલાહ છે, Kai Blotting Paper વાપરો. જો તમારા કોઈ કંકાસીયા સગા તમને એમ કહે કે, ‘તારો ચહેરો આજે બહુ તૈલી દેખાય છે,’ તો તરત જ એક શીટ ખેંચી કાઢજો અને સ્ટાઈલથી ચહેરા પર થપથપાવી દેજો. એમાં શું મોટી વાત છે.

Kai Blotting Paper – 350/-


૮. નવો પ્રારંભ

જાતે કાળજી કેવી રીતે લેવી જોઈએ એની હવે વાત કરીએ. તમે આખો દિવસ પાર્ટીમાં જે કપડાં પહેરી રાખ્યાં હોય એ પરસેવાને કારણે દિવસને અંતે થોડીક વાસ મારે એ સ્વાભાવિક છે. તો તમારે આખો દિવસ એકદમ સ્વચ્છ રહેવું જોઈએ. ભારેખમ લેહંગાઓમાં આખો દિવસ ફર્યાં બાદ તમે The Body Shop Strawberry Shower Gel નો ઉપયોગ કરો. આ હાઈડ્રેટિંગ વોશ તમારા આખા શરીરની સંભાળ લે છે અને તમારી થાકેલી ત્વચાને રાહત આપે છે. બીજી મહત્ત્વની વાત એ છે કે તમારા શરીરમાંથી તાજી સ્ટ્રોબેરીની સુગંધ આવ્યા કરશે.

The Body Shop Strawberry Shower Gel – 345/-


તમને તમારા મોજમજાનાં પ્રસંગોએ રાહત અપાવી શકે એવી ચીજવસ્તુઓ અમે તમને બતાવી છે અને અમને એનો આનંદ છે. તમે હવે તમારી બેન્ક બેલેન્સની ચિંતા કર્યા વગર આની ખરીદી કરો, તમને ખરેખર પસ્તાવો નહીં થાય. ચીયર્સ…!