વાળ ખરવાની સમસ્યાને દૂર કરો ઓર્ગેનિક રીતે, કોઈ પ્રોડક્ટની ઝંઝટ વગર

CourtesyNykaa.com

માથાનાં વાળ ખરવાની સમસ્યા દૂર કરવા માટે બજારમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી લીધો? કે શહેરના સૌથી મોંઘા ટ્રિકોલજિસ્ટ્સની સલાહ પણ લઈ જોઈ? જો તોય કોઈ ફાયદો થયો ન હોય તો જાણી લો કે વાળ ખરવાની તમારી સમસ્યાનો ઉકેલ તમારાં જ રસોડામાં રહેલો છે.

આ માટે તમારી કીચન કેબિનેટ્સને ફંફોસો અને એમાંથી બનાવો તમારી વાળ ખરવાની સમસ્યાનાં અસરકારક ઘરેલુ ઉપચાર.


એલોવેરાનો હેર માસ્ક

એલોવેરા દર વખતે તમારી મદદે આવી શકે છે. વાળ ખરવાની સમસ્યા માટે અસરકારક ઘરેલુ ઉપચાર તરીકે એલોવેરા કામમાં આવે છે અને સાથોસાથ વાળનો ગ્રોથ વધારે છે અને તમારાં તાલકાની તંદુરસ્તી પણ સુધારે છે. એલોવેરાનો ગર કાઢી લો અને એને સીધો તાલકા પર અને વાળના છેડા સુધી લગાવી દો. એને ૪૫ મિનિટ સુધી રહેવા દો અને પછી ઠંડા પાણીથી ધોઈ નાખો. જો તમને આ બધું કરવામાં ઝંઝટ લાગતી હોય તો Vedic Line Hair Pack With Aloe Vera & Jojoba Oil અજમાવો, આ ઘણું સહેલું લાગશે.


ઈંડાનું હેર માસ્ક

અમે જાણીએ છીકે આ દુર્ગંધને સહન કરવાનું કેટલું બધું મુશ્કેલ હોય છે, પરંતુ એક વાર તમારાં નાકને એની આદત પડી જાય તે પછી વાળને જાડાં બનાવવાની તમારી કોશિશ આસાન બની જશે. ઈંડામાં સલ્ફર, ફોસ્ફરસ અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે એટલે વાળ ખરવાની સમસ્યાનો એ ઉત્તમ ઘરેલુ ઉપાય છે. ઈંડાના એક સફેદ ભાગને એક ચમચી ઓલીવ ઓઈલ અને મધ સાથે મિક્સ કરો અને એ પેસ્ટને તમારા તાલકાથી લઈને વાળના છેડા સુધી બધે જ લગાડો. ૨૦ મિનિટ પછી કોઈ હળવા શેમ્પૂથી વાળને ધોઈ નાખો. ઈંડામાં હોય એવા જ પોષકતત્ત્વો તમારાં વાળને આપી શકે છે Eyova Hair Nutrient With Egg Oil જેનો ઉપયોગ બહુ સહેલો છે.


નાળિયેરનું હેર સ્પા

શું તમને ખબર છે કે નાળિયેરનાં દૂધમાં રહેલા પ્રોટીન્સથી વાળનો ગ્રોથ ઝડપી બને છે? વાળ ખરવાની સમસ્યા દૂર કરવા માટે સૌથી ઉત્તમ ઘરેલુ ઉપાયોમાંનો આ એક છે. વાળને પાતળા થતા રોકવા માટે તમારે ખાસ એ કરવાનું છે કે તાજાં નાળિયેરનાં દૂધને કોઈ હેર બ્રશની મદદથી વાળમાં લગાવી દો. તમારાં માથાને ૨૦ મિનિટ સુધી ટુવાલથી ઢાંકી દો અને પછી વાળને પાણીથી ધોઈ નાખો. શું આ કરવામાં બહુ વધારે સમય લાગે છે? કામકાજમાં બહુ વ્યસ્ત રહેતા હોય એમને માટે હાજર છે Palmer’s Coconut Oil Formula Deep Conditioning Protein Pack.


ગ્રીન ટીથી વાળને ધુઓ

જી હાં, દરરોજ સવારે તમને જે જગાડે છે તે ગ્રીન ટી તમારા ખરાબ, નિસ્તેજ થઈ ગયેલા વાળને પણ પુનર્જિવીત કરી શકે છે. તો જાણી લો કે ગ્રીન ટી કઈ રીતે હેર રીગ્રોથનો ઉત્તમ ઘરેલુ ઉપચાર બની શકે છે. બે કપ જેટલા ગરમ પાણીમાં બે-ત્રણ ટીબેગ્સ ડૂબાડો. ઠરી જાય પછી એ પાણીને તમારાં વાળમાં અને તાલકામાં રેડો અને વાળના મૂળમાં હળવા હાથે માલિશ કરો. તે પછી વાળને પાણીથી ધોઈ નાખો. શું તમારી પાસે આટલો પણ સમય નથી? તો The Body Shop Fuji Green Tea Refreshingly Purifying Shampoo લો, એ પણ એટલું જ સરસ રીતે કામ કરે છે.


આમળાનું હેર પેક

આમળામાં વિટામીન C ભરપૂર માત્રામાં હોય છે તેથી વાળને એ જે સરસ રીતે મજબૂત બનાવે છે એટલી બીજી કોઈ ચીજ બનાવતી નથી. વાળ ખરવાની સમસ્યાને દૂર કરવા માટે સૌથી ઉત્તમ કુદરતી ઉપાયોમાંનો આ એક છે. આ સરસ ચીજ વાળને નાની ઉંમરમાં સફેદ થતાં પણ રોકે છે. આમળાના પાવડર અને લીંબુના રસને મિક્સ કરીને પેસ્ટ બનાવો અને એને તમારાં તાલકામાં લગાડો. આ માસ્કને સુકાઈ જતું અટકાવવા તમારા માથાને શાવર કેપથી ઢાંકી દો અને પછી સામાન્ય રીતે ધોઈ નાખો. એક બીજો પણ રસ્તો છે, તમે AuraVedic Hair Fall Control Oil with Amla નો પણ ઉપયોગ કરી શકો છો.


મેથીનું હેર માસ્ક

તમને યાદ છે જ્યારે તમારા મમ્મી તમને પકડીને તમારા તાલકામાં મેથીનાં દાણાને વાટીને બનાવેલું પેસ્ટ લગાડી દેતા હતા અને તમે તોબરો ચડાવીને બેસી રહેતા હતા. હવે, એ કંઈ એમાં ખોટાં નહોતાં. વાળ ખરવાની તમારી તકલીફનો કદાચ આ જ ઉત્તમ ઉકેલ છે અને મેથીનો જાદુ તમે તમારા ઘરમાં ફરી બનાવી શકો છો. મેથીનાં દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો, બીજે દિવસે સવારે એને વાટીને એનું પેસ્ટ બનાવો અને એને તમારા વાળ અને તાલકામાં લગાડો. આ કામ પણ અઘરું લાગે છે? તો ઝડપી પરિણામ માટે આ ટ્રાય કરી જુઓ – Orgera Herbal Sulfate Free Shampoo Fenugreek And Clove Oil (Anti Dandruff Shampoo).