સમય આવ્યો છે ટ્રેન્ડી અને પ્રેસ્ટિજિયસ વોચનો

ફેશન જગતમાં વસ્ત્રોની સાથે સાથે એક્સેસરીઝ પણ મહત્વ ધરાવે છે. ત્યારે કેટલીક એક્સેરીઝ એવી હોય છે જે સ્ત્રી અને પુરૂષો માટે સરખું મહત્વ ધરાવે છે બેલ્ટ તથા વોચ એવી એક્સેસરીઝ છે જે વસ્ત્રોની સાથે સાથે એકસરખું જ મહત્વ ધરાવે છે. એક સમય હતો જ્યારે મોબાઇલ ફોનના કારણે ઘડિયાળ જાણે ભુલાઈ જ ગઈ હતી, પરંતુ  હવે ફરી પાછો સમય આવ્યો છે જ્યારે લોકો પ્રસંગોપાત જુદા જુદા પ્રકારની ઘડિયાળ પહેરવાનું પસંદ કરી રહ્યા છે અને ઘડિયાળ માત્ર એક્સેસરીઝ નહીં, પરંતુ સ્ટેટસ સિમ્બોલ પણ બની ગઈ છે. અને ઘડિયાળ પણ જુદા જુદા આઉટફિટ્સ પ્રમાણે પહેરવામાં આવે છે જેમ કે સોશ્યિલ ગેધરિંગ માટે અલગ, સ્પોર્ટસ વેર કે આઉટિંગ માટે જુદા પ્રકારની વોચિસ અને વર્કિંગ ડે માટે અલગ અલગ ઘડિયાળ.

ત્યારે એ જાણવું જરૂરી બને છે કે તમારે ક્યા પ્રકારના આઉટફિટ્સ સાથે કેવા પ્રકારના કાંડા ઘડિયાળ પહેરવી. કારણ કે અત્યારના સમયમાં કાંડા ઘડિયાળ ન માત્ર સમય જોવાનું સાધન છે, પરંતુ તે એક પ્રકારની ફેશન એક્સેસરીઝ પણ છે. તમે જ્યારે ઘડિયાળ ખરીદવા જાવ ત્યારે કેટલીક બાબતનું ધ્યાન ચોક્ક્સ રાખો ફક્ત ફેશનને ન અનુસરો. અત્યારે જાણીતી બ્રાન્ડથી માંડીને સ્થાનિક સ્તરે બનતી ઘડિયાળમાં અઢળક વૈવિધ્ય હોય છે ત્યારે તમે તમારી ઘડિયાળ એવી રીતે પસંદ કરો કે જે તમારી પ્રતિભામાં સારી રીતે ઉમેરો કરી શકે.

વર્કિંગ પ્લેસ માટેઃ વર્કિંગ પ્લેસ ઉપર સ્ત્રી તથા પુરૂષો માટે ઘડિયાળ અનિવાર્ય હોય છે. ત્યારે તમારી પાસે બે પ્રકારની ઘડિયાળ હોય તે જરૂરી છે. તમને લેધર બેલ્ટ ગમતા હોય તો તે પ્રમાણેની એક ડિસન્ટ વોચ તમારા ક્લેક્શનમાં રાખવી જોઈએ અને એક સ્પોટ્સ વોચ જે તમે ફોર્મલ દિવસો ન હોય ત્યારે એટલે કે ટી શર્ટ કે ડેનિમ સાથે પહેરી શકો.  યુવતીઓ માટે પણ આ શ્રેણીમાં ઘણું ક્લેકશન હોય છે જેમાં નાના ડાયલથી માંડીને મેટલ બેલ્ટ અને સ્પોર્ટસ વોચ પણ હોય છે. સામાન્ય રીતે સાડી કે ડ્રેસિસની સાથે  મેટલ બેલ્ટની સિલ્વર કે ગોલ્ડન બેલ્ટની ઘડિયાળ હશે તો તે રૂટિન ડેમાં ચાલશે, પરંતુ ફોર્મલ ડ્રેસીસ ન હોય ત્યારે તમે  કલરફુલ બેલ્ટ વાળી ઘડિયાળ પહેરી શકો છો.

સ્પોર્ટસ વેર સાથે

તમે સેલિબ્રિટીને જોયા હશે તેઓ જ્યારે એરપોર્ટ લુકમાં હોય કે પછી કોઈ સ્પોર્ટસ ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યા હોય ત્યારે સ્પોર્ટસ વોચ પહેરતા હોય છે. તમે પણ તમારા ક્લેક્શનમાં આ પ્રકાની બ્લેક કે બ્રાઉન બેલ્ટની અથવા તો મતારા સ્પોર્ટસ વેર સાથે મેચિંગ ઘડિયાળનું ક્લેક્શન રાખી શકો છે. બ્રાન્ડે ક્લેક્શનમાં તમને સ્પોર્ટસ વોચ માટે વિશાળ ક્લેક્શન મળી રહેશે. કેટલીક બ્રાન્ડ તો માત્ર તેની સ્પોર્ટસ વોચ માટે જાણીતી છે.

મેટલ બેલ્ટઃ હાલમાં મેટલ બેલ્ટ ખૂબ જ લોકપ્રિય થયા છે અને મેટલના ડાયલની ફરતે આવેલા ડાયંમડ તેમજ સ્ટડ વાળી ઘડિયાળ હોય તો તેને તમે સાડી કે ચણિયાચોળી અથવા તો કોઈ પણ એથનિક પોશાક સાથે પહેરી શકો છો. તેવી જ રીતે પુરૂષો પણ મેટલ બેલ્ટ કે લેધર બેલ્ટની એક સ્ટાન્ડર્ડ ઘડિયાળ પ્રસંગોપાત પહેરી શકે છે. ઘણી કંપનીઓ ઘડિયાળની સાથે સાથે પેન અને બેલ્ટનો સેટ પણ તૈયાર કેરે છે તમે લગ્ન જેવા પ્રસંગે તેનો ઉપયોગ કરી શકો છો. બસ ઘડિયાળ પહેરતી પહેરતી વખતે એ ધ્યાન રાખો કે એ તમારા પોશાક સાથે વ્યવસ્થિત રીતે સૂટ થતી હોય તમે સામાન્ય દિવસોમાં કે ઓફિસના આઉટફિટ્સ સાથે ડાયમંડવાળી વોચ પહેરશો તો તેનો ગેટઅપ નહીં આવે પરંતુ હા ઓફિસ સેલિબ્રેશનમાં તમે એવી વોચ જરૂર ટ્રાય કરી શકો છો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]