Leaf and Tree print ઉનાળામાં ઠંડક અને પોશાકની નવતર સ્ટાઇલ

નાળાએ હવે બરાબર જમાવટ કરી દીધી છે ત્યારે કોઈ પણ સ્ટાઇલિશ વસ્ત્રો જોવો તો પહેલો વિચાર આવે  કે  તે પહેરવાથી રાહત રહેશે કે નહીં.  હાલમાં તો  બજારમાં વિવિધ પ્રકારના  સમર કલેક્શનનો રાફડો ફાટેલો જોવા મળશે. આપણે અગાઉ વાત કરી હતી કે ગરમીમાં તમે પેસ્ટલથી માંડીને અન્ય ઘણા કલર્સ પહેરી શકો છો. પરંતુ આખો ઉનાળો કઈ તમે પ્લેન પેસ્ટલ કલર પહેરીને તો ન ફરી શકો. દરેક વ્યક્તિને કલર્સની સાથે આકર્ષે છે પ્રિન્ટ.

જોકે ઉનાળાના સમયમાં તો તમને મોટા ભાગે બ્લોઝમ અને ફૂલોની પ્રિન્ટ વધારે જોવા મળશે પરંતુ તમારે જો આ સિઝનને વસ્ત્રોમાં  માણવી હોય તો  તમે લિવ્સ એટલે કે ફૂલવેલ અને પાનની પ્રિન્ટ પહેરી શકો છો. આજકાલ વૃક્ષો અને પાંદડી તથા કેળ, નાળિયેરી , ખજૂરી જેવા પાન તેમજ ઝાડની ની પ્રિન્ટ ઇન ટ્રેન્ડ છે.

આ પ્રકારની પ્રિન્ટ લાઇટ તેમજ કોટન કે લાઇક્રાના વસ્ત્રોમાં જોવા મળે છે. અને તે એટલી બારીકાઇથી કરવામાં આવી હોય છે  કે એ પહેરવાથી તમને ફ્રેશનેસ અનુભવાય છે આ પ્રકારની પ્રિન્ટ બાળકોથી માંડીને મહિલાઓ ,યુવતીઓ તેમજ પુરૂષોના વસ્ત્રોનો ભાગ બની રહી છે. વળી આ  પ્રિન્ટ મોટા ભાગે બ્લૂ, ગ્રીન, એક્વા ગ્રીન, પેસ્ટલ કે લેમન યલો, પેલ રેડ વ્હાઇટ , પિન્ક, બ્લેક કે વ્હાઇટ કલરમાં જોવા મળી શકે છે. અને તેમાં અન્ય રંગોના મિશ્રણનું વૈવિધ્ય પણ જોવા મળે છે.

સ્ત્રીઓના પોશાકમાં આ રીતના ડ્રેસમાં કુર્તી, સમર ઓફ શોલ્ડર ડ્રેસ, તો બાળકોના વિવિધ પોશાક જેમ કે છોકરીઓ માટે સ્કર્ટ તેમજ ટોપ, ફ્રોક તો છોકરાઓ માટે શર્ટ અને બરમૂડા મળતા હોય છે   તેમજ પુરૂષો માટે પણ શર્ટ અને બરમૂડા કે કેપ્રી લિવ્સ પ્રિન્ટમાં કૂલ લુક આપે છે સાથે સાથે બહાર ફરવા કે બિચ પર જવાનું હોય તો આ પ્રકારની પ્રિન્ટના વસ્ત્રો તમારા માહોલને અનુરૂપ બની રહે છે.

આ પ્રકારના વસ્ત્રો અને પ્રિન્ટ તમને આઉટિંગમાં જ વધારે મળશે. ભારે અને પ્રસંગોપાત પહેરવાના વસ્ત્રોમાં ફૂલ અને પાંડદાની એમ્બ્રોઈડરી કરવામાં આવે છે જેના કારણે પોશાક એકદમ રીચ લુકનો થઈ જાય છે તમને યાદ હોય તો ઉદ્યોગપતિ મૂકેશ અંબાણી તેમજ નીતા અંબાણીએ દીકરા આકાશા લગ્નમાં આવી ફૂલવેલની  ડિઝાઇનના વસ્ત્રો મેચ કરીને પહેર્યા હતા.  તે જ રીતે દરેક લિવ્સ અને ફ્લાવર પ્રિન્ટમાં કાપડ મહત્વનો ભાગ ભજવે છે અત્યારના ઉનાળામાં ફૂલો કરતાં પણ વિવિધ પાંદડાની પ્રિંન્ટ ઇન ટ્રેન્ડ બની છે ત્યારે તમે પણ આવા વિવિધ પોશાક પસંદ કરી શકો છો. જોકે દરેક પ્રિન્ટ કે ફેશનેબલ વસ્ત્રો પહેરતી વખતે કેટલાક નિયમ અનુસરવા પડે છે તેવું પાંદડાની પ્રિન્ટમાં પણ છે.  તેથી લિવ્સ પ્રિન્ટ પહેરતી વખતે એક સામાન્ય વાત યાદ રાખવી કે જો તમે સ્થૂળ દેહયષ્ટિ ધરાવતા હો તો મોટી પ્રિન્ટ ન પહેરવી . તમારે લિવ્સની ઝીણી પ્રિન્ટ પસંદ કરવી અને તમે પાતળા છો તો પછી તમે બ્લોઝમ પ્રિન્ટ કે મોટી પ્રિન્ટ સરળતાથી પહેરી શકો છો.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]