સિતારાઓના શોખની આ છે અનોખી શૈલી…

ભિનયમાં એક્કો અને મનોરંજનના મહારથીઓ જેમણે પોતાની આવડતથી લાખો કરોડોના દિલ જીત્યાં છે. એક્ટિંગ કરીઅર જેણે અપનાવ્યું હોય તે જાણે છે કે એક્ટિંગ એ કેટલી અઘરી વસ્તુ છે. એક્ટિંગ કરીયરમાં એ જ સફળ બને, જે અભિનય અંગે પેશનેટ હોય. પણ આ પેશનેટ એટલે એવું નહીં સમજવું જોઇએ કે તેમના જીવનમાં બીજા રંગ નથી. બોલિવુડ ઇન્ડસ્ટ્રીના કોઇ પણ સિતારાઓને લઇ લો. દરેકને અલગ અલગ હોબિસ છે. અને એ પણ એવી કે જેના વિશે આપણે સાંભળ્યુ ન હોય, અને કદાચ કલ્પના પણ ન કરી હોય. તો આજે તમને એ જ કહીએ કે શું કરે છે આ સિતારાઓ પોતાના બાકીના સમયમાં.પોતાના ઓફ ધ કેમેરા ટાઇમમાં આ કલાકારો કેવી કલા કરે છે. એ જાણીને તમને કદાચ નવાઇ લાગશે. બોલિવૂડ દીવા દીપિકા પાદુકોણ પોતાની એક્ટિંગ અને સ્વીટ ડિમ્પલ સ્માઇલથી તમને આકર્ષતી હોય તો હવે એ જાણી લો કે દિપીકા જેટલી જોરદાર એક્ટિંગ કરે છે, એટલી જ સરસ તે બેડમિન્ટન પ્લેયર છે. એટલે સુધી કે તે પોતાના વિદ્યાર્થીકાળ દરમિયાન સ્ટેટ લેવલે બેડમિન્ટન રમી ચુકી છે. અત્યારે પણ ઘણી વાર તે સેટ પર ફ્રી સમયમાં બેડમિન્ટન રમતી દેખાઇ જાય છે.

ક્વીન કંગના રનૌત વર્સેટાઇલ એક્ટ્રેસ છે. પણ તેનામાં ક્યાંક એક ભારતીય ગૃહીણી હોવી જોઇએ, કારણ કે તેની હોબી છે કુકિંગની. તેની રેસિપી જેણે ચાખી છે તેઓ તેને માસ્ટર શેફ માને છે. નવી નવી વાનગીઓ માટે એક્સપરિમેન્ટ કરવાનો કંગનાનો શોખ છે. આ શોખ ફિલ્મના સેટ પર પણ વારે વારે જોવા મળી જાય છે. કંગના રનૌતે પેરિસમાં ક્વીન ફિલ્મના શૂટિંગ વખતે આખી ટીમ માટે ભીંડી મસાલા અને દાલ તડકા બનાવ્યા હતા. જેમાં તડકાની સાથે ભારોભાર તેનો રાંધવા માટેનો પ્રેમ પણ ઝલકી આવ્યો.બિગ બી. અમિતાભ બચ્ચન. પિતાની જેમ જ કવિ છે. તેમની લખેલી લાઇન્સ પણ તેમના જેવી જ સ્પેક્ટેક્યુલર હોવાનુ તેમના નજીકના મિત્રો જણાવે છે. જો કે બિગ બીને શબ્દોનો પ્રેમ વારસામાં મળ્યો છે એટલે એ તો રહેવાનુ. પણ તેમના સિવાય કેટલીક અભિનેત્રીઓ પણ છે જે તેમના જેવી જ સુંદર કવિતાઓ રચી લે છે. અને આ અભિનેત્રીઓમાં સામેલ છે વિદ્યા બાલન અને દિયા મિર્ઝા. દિયા મિર્ઝાને એક ફિલ્મમાં કવિયત્રીનો રોલ ઓફર થયો ત્યારે તે અંગે તેણે તૈયારી કરી હતી. ફિલ્મ દુર્ભાગ્યવશ ન બની શકી. પણ દિયાની કવિતાઓ પ્રત્યેની રુચિ જરુર વધી ગઇ.

નીરજા જેવી ગંભીર ફિલ્મમાં પોતાના નામનો ડંકો વગાડીને સોનમે સૌને ચોંકાવી દીધા હતા. પણ તમને ખબર છે આ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ મેળવનારી સોનમની હોબી શું છે. બોલિવુડની ફેશનિસ્ટા સોનમ કપૂરને શોપીંગ કરવાનો શોખ છે. છે ને ગજબ.સલમાન ખાન આમ તો દબંગ છે, પણ પેઇન્ટીંગના શોખને જોતા સલમાનની મેસ્ક્યુલાઇન બોડીમાં એક સેન્સિટીવ હાર્ટ છે તેવુ જરૂર કહી શકાય. તો વળી, પોતાની ક્રિયેટીવીટી માટે જાણીતા મિસ્ટર પર્ફેક્ટશનીસ્ટ આમિર ખાનની હોબી પણ તેમના જેવી જ અલાયદી છે. આમિર ખાનને શોખ છે ડ્રમિંગનો. કદાચ ડ્રમ ની બીટ પર જ તેમના વિચારોના ઘોડા દોડતા હશે. જેથી જ તેઓ  ક્રિએટિવ અને પર્ફેક્ટસનીસ્ટ બની ગયા હોય તેવુ માની શકાય.આ સિવાય રણદીપ હુડા, આપણે બધા રણદીપની અભિનય પ્રત્યેની સીરીયસનેસ જોઇ ચૂક્યાં છે તેની ફિલ્મોમાં. આ સંજીદા એક્ટરને શું શોખ છે એ જાણશો તો ચોંકી જશો. આ શોખ છે, ઇક્વેસ્ટ્રિએનિઝમ. એટલે કે ઘોડા દોડાવવાનો. લિટરલી ઘોડા પર સવાર થવાનો. અને તેને લગતી રમતો રમવાનો. રણદીપ પાસે પોતાના હોર્સ અને હોર્સ ફાર્મ પણ છે. સ્કુલ ડેઝમાં ઘણા ઇક્વેસ્ટ્રિઅન સ્પોર્સમાં ભાગ લઇ જીત પણ મેળવી છે રણદીપે. અને હજુ પણ રણદીપનો આ ઇક્વેસ્ટ્રિઅન સ્પોર્ટનો શોખ ઓછો નથી થયો.