શ્રેષ્ઠ નેલ પોલિશ રીમૂવર… ખરેખર ઉપયોગી

CourtesyNykaa.com

હકીકતઃ નેલ પોલિશને દૂર કરવા જેટલું રોમાંચક કામ બીજું કોઈ નથી. બહેનો, આપણે અહીંયા વાત કરીશું એવા હઠીલા રંગોની અને બચી ગયેલા ચમકદાર ટૂકડાઓની જે એમનો સમય પૂરો થયો હોવા છતાં નીકળવાનું નામ નથી લેતા. તમે તમારા નખને કડક એસીટોનમાં ભીંજાવશો તો પણ એ ન જાય. એમાં વળી કોઈકનાં નખ સંવેદનાત્મક હોય અને નાજુક-બટકણા હોય, એમને વધારે તકલીફ થાય.

તો, અહીં સારા સમાચાર એ છે કે હવે બહુ ચિંતા કરવાની જરૂર નથી. હવે નવા આધુનિક ઢબના નેલ પોલિશ રીમૂવર આવી ગયા છે જે વિટામીનથી સમૃદ્ધ તેલ અને કુદરતી તત્ત્વોથી મિશ્રિત હોય છે જે તમારા નખ ચમકદાર લાગશે. વળી, તે ખૂબ જ આસાન, વજનમાં હલકા, તાજગીભર્યા પેકેજિંગ અને મિશ્રણવાળી ચીજો છે જે નેલ પોલિશને દૂર કરવાના કામને આસાન બનાવે છે.

નેલ પોલિશ રીમૂવર પેડ્સથી લઈને ડિપ-એન-ટ્વિસ્ટ આવૃત્તિઓ – અમારી પસંદગીઓ નીચે મુજબ છેઃ

શ્રેષ્ઠ નેલ પોલિશ રીમૂવર્સ


Masaba By Nykaa Nail Enamel Remover

આળસુ છોકરીઓ ચેતી જાવ! હવે તમે કોટન બડ્સ વડે ગંદવાડો કરવાની જરૂર નથી. હવે આવી ગયું છે એસીટોન-મુક્ત ડિપ-ઈન નેલ પોલિશ રીમૂવર જે ઉત્કૃષ્ટ રીતે કામગીરી બજાવે છેઃ નેટફ્લિક્સ પર તમે મજા માણી રહ્યાં હો ત્યારે તમારી આંગળી આમાં ડૂબાડી રાખો અને તમારા નખ પરનો મહિના જૂનો પોલિશ અમુક સેકંડમાં જ ગાયબ થઈ જશે. અને આમાં તો બદામનું તેલ અને વિટામીન E પણ છે જે તમારા નખને પોષણ પૂરું પાડે છે અને એને વધારે પડતું સૂકાવા દેતું નથી. સરસ શોધ છે!


Kara Nail Polish Remover Wipes Rose

તમે ઉબરમાં સફર કરી રહ્યા હો ત્યારે નેલ પોલિશને દૂર કરવાનો ક્યારે પ્રયાસ કરી જોયો છે ખરો? એવા વખતે કામમાં આવે એવું અનુકૂળ આ પ્રોડક્ટ છે. આ પોલી-વિસ્કોસ ફાઈબર અને કુદરતી ઓલીવ ઓઈલમાંથી બનાવવામાં આવ્યું છે. તમારા નેલ પોલિશના દરેક ડાઘને દૂર કરવાની આનામાં ક્ષમતા છે. આ પ્રોડક્ટ અમને એટલા માટે ગમે છે કે તમારી ઓછામાં ઓછી પાંચ આંગળીઓ માટે આનું એક જ પેડ પર્યાપ્ત છે. શ્રેષ્ઠ નેલ પોલિશ રીમૂવર્સમાંનું આ એક છે. આમાં ન ગમવા જેવું શું છે.


Innisfree Nail Remover

Innisfree નું આ નેલ પોલિશ રીમૂવર એસીટોન-મુક્ત છે અને મૃદુ સુગંધવાળું છે. તો પણ આ ખૂબ જ અસરકારક છે. આ ઈકો-ફ્રેન્ડલી પ્રવાહીમાં જેજુ ટેન્ગેરીન તેલ તેમજ બીજા અનેક કુદરતી તત્ત્વો રહેલા છે, જે એકદમ હઠીલા નેલ પોલિશને પણ આસાનીથી દૂર કરે છે. જેથી તમારા નખની નીચેની ત્વચા અને નખની ઉપત્વચાને તંદુરસ્ત અને હાઈડ્રેટેડ રાખે છે.


Sally Hansen No More Mistakes Manicure Clean-Up Pen – 3096

ટોચની નેલ પોલિશ રીમૂવર બ્રાન્ડ્સમાંની આ એક છે. Sally Hansen’s Manicure Clean-Up Pen જાણે સ્વપ્ન જેવું છે. એ તમારા નેલ પોલિશને દૂર કરવાનું કામ કરે છે એટલું જ નહીં, પણ નખ માટેનાં રંગમાં કોઈ ભૂલ થઈ હોય તો એને માત્ર એક જ સ્ટ્રોકમાં દૂર કરવામાં મદદરૂપ થાય છે. જેથી તમારે પહેલેથી શરૂ કરવાની જરૂર નહીં પડે. વધુમાંઃ આ અનોખી પ્રીસિઝન-ટેપર્ડ અણીવાળી પેનમાં બે રીપ્લેસમેન્ટ ટીપ હોય છે.


Ellement Co. Back-To-Bare! Gel Remover

મેનિક્યોરિસ્ટ પાસે ગયા વગર શું તમારે જેલ નેલ પેઈન્ટને દૂર કરવું છે? તો Ellement Co. હાજર છે. નેલ ફાઈલરથી નખને ઘસી કાઢો પછી એની પર રીમૂવર રેપ્સ લગાડીદો અને તે પછી 15 મિનિટ સુધી એને ડુબાડી રાખો. આ એકદમ સરળ છે. ખાસ નોંધઃ આમાં ખાસ ક્યૂટિકલ તેલ હોય છે, જે Rosehip Seed ઓઈલ અને Jojoba Oil થી ભરપૂર છે જેથી તમારા નખની નીચેની ત્વચા અને ઉપત્વચાને પોષણ પૂરું પાડે છે. ખાસ ખરીદવા જેવું છે.


Orly Cutique Cuticle & Stain Remover

બજારમાં અસંખ્ય નેલ પોલિશ રીમૂવર્સ મળે છે જે પોલિશનાં ડાઘને રહેવા દે છે. જોકે આમાં એવું નથી. Orly નું આ અત્યંત અસરકારક પ્રોડક્ટ ડાઘને દૂર કરે છે અને નખને વધારે સફેદ અને તંદુરસ્ત બનાવે છે અને તે પણ માત્ર એક જ લસરકામાં. વધુમાં, એ મૃત થયેલા કોષને ધીરેથી દૂર કરે છે, ઉપત્વચાને નરમ અને સુંવાળી બનાવે છે તેમજ નખના વિકાસને મજબૂત અને તંદુરસ્ત બનાવે છે. આને અત્યારે જ ખરીદી લો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]