પુરુષો માટે પ્રસ્તુત છે ઉત્તમ સનસ્ક્રીન્સ

CourtesyNykaa.com

સૌથી પહેલી વાતઃ સનસ્ક્રીન્સ કંઈ માત્ર મહિલાઓ માટે જ હોય છે એવું નથી. વાસ્તવમાં, ગરમીની મોસમમાં તમારા માટે કદાચ આ સૌથી ઉપયોગી ચીજ છે. એટલે ઉનાળામાં જો તમને દરિયાકિનારા પર ફરવાની મજા આવતી હોય તો સાથોસાથ તમારી ત્વચા પર એ ગરમી માઠી અસર પણ કરી શકે છે. વિચારજોઃ ત્વચા કાળી પડી જવી, ઘડપણ વહેલું આવી જવું, પિગમેંટેશન અને ત્વચાનું કેન્સર થવાના કિસ્સાઓ પણ વધી રહ્યાં છે. એટલે જ સનસ્ક્રીન્સ બનાવવામાં આવ્યા છે જે તમારી ત્વચાને વાતાવરણના તમામ પ્રદૂષિત તત્ત્વો સામે રક્ષણ આપે છે, સૂર્યના તાપથી સુરક્ષિત રાખે છે, બંને પ્રકારનાં UV કિરણોને તમારી ત્વચાની અંદર પ્રવેશવા દેતા નથી. વધુમાંઃ જે નવા ફોર્મ્યુલેશન્સ ઉપલબ્ધ છે એ હાઈડ્રેશન અને સૂર્યના તાપ સામે રક્ષણ, એમ બંને પ્રકારે ઉપયોગી છે. વળી આ લગાડવાથી એના સફેદ રંગના અવશેષો પણ ત્વચા પર દેખાતા નથી. આ યાદી પર એક નજર કરોઃ


The Man Company Sunscreen Anti-Pollution Lotion For Men 

આ સનસ્ક્રીન લોશન એક બહુઉપયોગી પ્રોડક્ટ છે. Sea Buckthorn Oil, Allantoin અને Wheat Germ Oil ફોર્મ્યુલાવાળું આ લોશન હાનિકારક એવા UV કિરણોથી સંપૂર્ણપણે રક્ષણ આપે છે, ત્વચાને એકદમ સૂકી થતાં અટકાવે છે, ત્વચા પર કરચલીઓ પડવા દેતું નથી તેમજ કોષોની પુનઃ ઉત્પત્તિને મદદરૂપ થાય છે. આ હલકા વજનનું ટેક્સચર ત્વચામાં ભળી જાય છે અને કોઈ ડાઘ રહેવા દેતું નથી. તો ખરીદી લેજો!


Ustraa Sports Sunscreen For Men (Zinc) Spf 50++ 

આ સનસ્ક્રીન પાણી અને પરસેવાને રોકનારું ઉત્તમ પ્રકારનું ફોર્મ્યુલા છે અને એથ્લીટ્સ માટે એકદમ આદર્શ છે. આ તેલ-મુક્ત ફોર્મ્યુુલામાં કાકડી અને ફૂદીનો હોય છે જે ત્વચામાં ઝડપથી ભળી જાય છે અને તમને પરસેવો આવે તોય એ પ્રસરી જતું નથી. SPF 50++ ત્વચાને હાનિકારક UV કિરણોથી બચાવે છે. ખાસ નોંધઃ આમાં પેરબેન (રસાયણ) કે સલ્ફેટ હોતું નથી.


Lotus Herbals PhytoRx UV Defence Sunblock SPF 100

તમે જો સૂર્યનાં હાનિકારક કિરણોથી બચવા માગતા હો તો આ સનબ્લોક બીચ અમ્બ્રેલા જેવું કામ કરે છે. હલકા વજનના, વ્યાપક રીતે ઉપયોગી આ સનસ્ક્રીનમાં ગ્રીન ટીનાં અર્ક જેવા એન્ટીઓક્સિડન્ટ્સ છે જે પ્રદૂષિત તેમજ પર્યાવરણીય તત્ત્વોથી ત્વચાને થતાં નુકસાનમાંથી બચાવતું થર બનાવે છે. વળી, સૂર્યના તાપથી ત્વચા પર કરચલીઓ પડતી પણ આ રોકે છે. અમારી તમને સલાહ છે કે તમે જ્યારે હવે પછી કોઈ બીચ વેકેશન પર જાવ ત્યારે આને સાથે લઈ જજો.


Innisfree Forest For Men No Sebum Sunblock SPF 50+ PA+++ 

તૈલી ત્વચા માટે તો આ કુદરતના ચમત્કાર જેવું છે. ત્વચામાંથી નીકળતા તૈલી પદાર્થને આ નિયંત્રણમાં રાખે છે. એમાં Jeju Gotjawal Phytoncide છે જે પુરુષોની ત્વચાને પર્યાવરણના હાનિકારક તત્ત્વોથી બચાવે છે અને થાકની અસર થવા દેતું નથી. અરે વાહ, આમાં SPF 50++ પણ હોય છે જે હાનિકારક UV કિરણોથી ત્વચાને રક્ષણ આપે છે. મોટા ભાગનાં લોકોને આ ગમશે, કારણ કે આનાથી ચિકાશ લાગતી નથી કે ત્વચા પર ભારેપણું પણ લાગતું નથી.


VLCC 3D Youth Boost SPF40 Sun Screen Gel Crème

ઘણા સનસ્ક્રીન લગાડવાથી જાણે એવું લાગે કે ત્વચા પર પ્લાસ્ટર લગાડ્યું છે. આનાથી એવું નહીં લાગે. આ સનસ્ક્રીન  Saxifraga અર્ક, Morbus Bombycis અર્ક, Ceramide III અને વિટામીન B3નું મિશ્રણ છે, જે ત્વચાની લવચીકતા અને મજબૂતી જાળવે છે, કાળા ડાઘને દૂર કરી ત્વચાને હાઈડ્રેટ કરે છે અને ત્વચામાં પિગમેંટેશનની સમસ્યા ઘટાડે છે, તમારા સ્કિનટોનને સરળ બનાવે છે. આમાં ન ગમવા જેવું શું છે, ખરુંને!


Richfeel Sunshield With SPF 30 Triple Action Fairness

જો તમારે કાયમ બહાર જ ફરવાનું રહેતું હોય તો તમારા જીવનમાં આને કાયમી સ્થાન આપી દેજો. રીચફીલનું આ હલકા વજનનું, આસાનીથી લગાડી શકાય એવું સનશિલ્ડ છે જે તમામ પ્રકારની ત્વચાને UVA/UVB સામે વ્યાપક રીતે રક્ષણ પૂરું પાડે છે. આ ચિકાશ-વિહોણી ફોર્મ્યુલા ત્વચાને ખૂબ જ હાઈડ્રેટ કરે છે, ત્વચામાં આસાનીથી ભળી જાય છે અને સૂર્યના તાપથી ત્વચાને સૂકી થઈ જતી બચાવે છે. ઘણું ફાયદાકારક છે!