શ્રીદેવી: સુંદરતા, યાદગાર અભિનયથી બન્યાં અમર…

2018ની 24 ફેબ્રુઆરીએ આ દુનિયાને અચાનક અલવિદા કહીને પરિવારજનો ઉપરાંત કરોડો પ્રશંસકોને આંચકો આપનાર બોલીવૂડ અભિનેત્રી શ્રીદેવીની આજે 55મી જન્મતિથિ છે.

ચુલબુલાપણું હોય, ગંભીરતાભર્યું કે ડરાવી દેનારું દ્રશ્ય હોય, ચહેરાનાં હાવભાવ દ્વારા દરેક પ્રકારના અભિનય સાથે શ્રીદેવી રૂપેરી પડદા પર છવાઈ જતાં.

1963ની 13 ઓગસ્ટે જન્મેલાં શ્રીદેવું મૂળ નામ હતું શ્રીઅમ્મા યાંગર અય્યપન હતું.  ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યારે એ માત્ર ચાર વર્ષનાં હતાં. બાળકલાકાર તરીકે અમુક ફિલ્મોમાં કામ કર્યા બાદ દક્ષિણ ભારતીય ભાષાની ઘણી ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રીની ભૂમિકાઓ કરી હતી.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એમને એન્ટ્રી મળી 1979માં, ‘સોલવા સાવન’ ફિલ્મ સાથે. એમાં અમોલ પાલેકર એમનાં હિરો હતા. જોકે બોલીવૂડમાં છવાઈ જતાં એમને ચાર વર્ષ લાગ્યા હતા. 1983માં જિતેન્દ્ર સાથેની ‘હિંમતવાલા’ ફિલ્મે એમને ઘેર-ઘેર લોકપ્રિય બનાવી દીધાં.

એ પછી 1980 અને 1990ના દાયકાઓમાં એમણે અસંખ્ય સુપરહિટ ફિલ્મો આપી, જિતેન્દ્રથી લઈને શાહરૂખ ખાન સુધીના અભિનેતાઓ સાથે ફિલ્મોમાં કામ કર્યું અને ભારતીય મનોરંજન ઉદ્યોગમાં સૌથી વધુ કમાણી કરતાં અભિનેત્રી બન્યાં. પાંચ દાયકાની સમગ્ર કારકિર્દીમાં શ્રીદેવીને ભારતીય સિનેમાનાં પ્રથમ ફીમેલ સુપરસ્ટાર ગણવામાં આવે છે. રૂપેરી પડદા પર કમબેક કર્યા બાદ એમની પહેલી ફિલ્મ હતી ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ અને જિંદગીની આખરી ફિલ્મ હતી ‘મોમ’. એક રાષ્ટ્રીય એવોર્ડ અને બે ફિલ્મફેર એવોર્ડ જીતનાર શ્રીદેવીની યાદમાં આ ફોટોગેલરી દ્વારા એમને શ્રદ્ધાંજલિ.

શ્રીદેવીનો આખરી બર્થડે…

શ્રીદેવીની આખરી બર્થડે ઉજવણી 2017ની 13 ઓગસ્ટે કરવામાં આવી હતી ત્યારે એ પાર્ટીમાં રેખા, ટીના અંબાણી, રાની મુખરજી, ઐશ્વર્યા રાય, શબાના આઝમી, વિદ્યા બાલન, ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, નિર્માતા કરણ જોહર ઉપસ્થિત રહ્યાં હતાં.

 

શ્રીદેવી અને એમનાં અભિનેતાઓ…

‘સોલવા સાવન’ (અમોલ પાલેકર સાથે):

જિતેન્દ્ર સાથે ‘હિંમતવાલા’, ‘મવાલી’, ‘તોહફા’, ‘સરફરોશ’, ‘સુહાગન’, ‘હિંમત ઔર મહેનત’, ‘ઔલાદ’ વગેરે ફિલ્મો કરી હતી.

કમલ હાસન સાથે ‘સદમા’માં કામ કર્યું હતું.

રજનીકાંત સાથે ‘ચોર કે ઘર ચોરની’, ‘ફરિશ્તે’, ‘ચાલબાઝ’, ‘ગૈરકાનૂની’, ‘જોની ઉસ્તાદ’, ‘ભગવાનદાદા’, ‘મહાગુરુ’, ‘આજ કા દાદા’ ફિલ્મોમાં કામ કર્યું હતું.

રાજેશ ખન્ના સાથે ‘માસ્ટરજી’, ‘મક્સદ’, ‘નઝરાના’માં કામ કર્યું હતું.

મિથુન સાથે ‘જાગ ઉઠા ઈન્સાન’, ‘વતન કે રખવાલે’, ‘વક્ત કી આવાઝ’, ‘ગુરુ’ ફિલ્મોમાં કામ કર્યું હતું.

અમિતાભ બચ્ચન સાથે ‘ખુદાગવાહ’, ‘ઈન્કિલાબ’, આખરી રાસ્તા.

રિશી કપૂર સાથે ‘ચાંદની’, ‘બંજારન’, ‘નગીના’, ‘ગુરુદેવ’, ‘કૌન સચ્ચા કૌન જૂઠા’ ફિલ્મોમાં કર્યું હતું.

અનિલ કપૂર સાથે ‘જુદાઈ’, ‘મિસ્ટર ઈન્ડિયા’, ‘લમ્હે’, ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’ વગેરે ફિલ્મ કરી હતી.

સની દેઓલ સાથે ‘ચાલબાઝ’, ‘નિગાહેં’, ‘જોશીલે’, ‘રામ-અવતાર’, ‘સલ્તનત’માં કામ કર્યું હતું.

સલમાન ખાન સાથે ‘ચંદ્રમુખી’ અને ‘ચાંદ કા ટૂકડા’માં કામ કર્યું હતું.

સંજય દત્ત સાથે ગુમરાહ ફિલ્મમાં.

શત્રુઘ્ન સિન્હા સાથે ‘શેરની’માં કામ કર્યું હતું.

શાહરૂખ ખાન સાથે ‘આર્મી’માં કામ કર્યું હતું.

શ્રીદેવીનો પરિવાર…

પોતાને મિસ્ટર ઈન્ડિયા ફિલ્મમાં ચમકાવનાર નિર્માતા બોની કપૂર સાથે સાત ફેરા ફરીને શ્રીદેવી કપૂર કુટુંબનાં સભ્ય બન્યાં. શ્રીદેવી અને બોની કપૂરને બે દીકરી છે – જ્હાન્વી અને ખુશી. જ્હાન્વીએ ‘ધડક’ ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી છે.

(‘ચાલબાઝ’ ફિલ્મના ‘ના જાને કહાં સે આઈ હૈ’.. ગીતમાં શ્રીદેવીનો ડાન્સ…)

httpss://youtu.be/MvWq4srgaHg