સોનમનાં લગ્નઃ ત્રણેય ફંક્શન માટે જુદા જુદા ડ્રેસ કોડ

અભિનેત્રી સોનમ કપૂરને બોલીવૂડની ફેશન ક્વીન માનવામાં આવે છે. બસ, હવે બે જ દિવસ બાકી રહ્યાં છે, સોનમ મિસમાંથી મિસિસ બની જશે. 8 મેના મંગળવારે સોનમ એનાં બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે મુંબઈમાં લગ્નગ્રંથિથી જોડાશે.

સોનમ અને આનંદનાં લગ્ન પૂર્વેનાં ઉજવણી સમારંભો શરૂ થઈ ગયા છે. કપૂર પરિવારમાં આનંદ હી આનંદ ફેલાયો છે.

સોનમ અને આનંદ

મેહંદી વિધિ વખતે આનંદ ઉપરાંત સોનમનાં મોટા કાકા બોની કપૂર, પિતરાઈ ભાઈ અર્જૂન કપૂર, નાના કાકા સંજય કપૂર, અભિનેત્રી રાની મુખરજી, નિર્માતા કરણ જોહર તથા અન્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

 

સોનમની મેહંદી સેરેમની આજે રવિવારે સાંજે યોજવામાં આવી. સંગીત સેરેમની 7 મેના સોમવારે છે. લગ્ન 8 મેએ મંગળવારે બપોરે સોનમનાં માસી કવિતા સિંહના બાન્દ્રાસ્થિત ‘હેરિટેજ’ બંગલોમાં નિર્ધારિત છે. સંગીત અને રિસેપ્શન હોટેલ લીલા ખાતે રાખવામાં આવ્યા છે.

સોનમનાં લગ્ન માટે બંગલાને ભવ્ય લાઈટિંગથી શણગારવામાં આવ્યો છે. માતા સુનિતા અને પિતા અનિલ કપૂર બધી તૈયારીઓ માટે અંગત રીતે ધ્યાન આપી રહ્યાં છે. બંગલા ખાતે મહેમાનો, કપૂર પરિવારનાં મિત્રો, નિકટના હિતેચ્છુઓની અવરજવર વધી ગઈ છે.

સોનમનાં લગ્નની કંકોત્રી બોલીવૂડની અનેક હસ્તીઓને આપવામાં આવી છે. એમાં દીપિકા પદુકોણ, રણવીર સિંહ, આલિયા ભટ્ટ, કરીના કપૂર-ખાન, સ્વરા ભાસ્કર, રામ માધવાની, રણબીર કપૂર, અનુષ્કા શર્મા-વિરાટ કોહલીનો પણ સમાવેશ થાય છે.

સોનમે સહઅભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચનને લગ્નમાં હાજર રહેવાનું અંગત રીતે આમંત્રણ આપ્યું છે.

સોનમનાં લગ્ન પૂર્વે મેહંદી ફંક્શન માટે ડ્રેસ કોડ વ્હાઈટ શેડ્સનો નક્કી કરાયો હતો. મંગળવારે બપોરે લગ્નવિધિ માટે શીખ-પંજાબી પરંપરાને ફોલો કરવામાં આવશે. એ માટે મહેમાનોને ભારતીય ટ્રેડિશનલ આઉટફિટ્સ પહેરવાનું કહેવામાં આવ્યું છે.

મંગળવારે રાતે જ નિર્ધારિત સત્કાર સમારંભમાં ડ્રેસ કોડ ઈન્ડિયન અને વેસ્ટર્ન ફોર્મલ્સ રહેશે.

સ્ટાઈલિશ અભિનેત્રી સોનમ એની ડ્રેસ સેન્સ માટે જાણીતી છે. અહેવાલો અનુસાર, એનાં લગ્ન માટેના બધાં ડ્રેસ અનામિકા ખન્નાએ ડિઝાઈન કર્યાં છે. લહંગા-ચુનરી એકદમ સિમ્પલ છે. સફેદ રંગના છે અને એની પર સુંદર પ્રિન્ટ છે.

સોનમ રિસેપ્શન વખતે એનાં ડિઝાઈનર મિત્રો રાલ્ફ એન્ડ રુસો દ્વારા નિર્મિત ડ્રેસ પહેરવાની છે. બ્રિટિશ ડિઝાઈનર જોડીએ સોનમ માટે વિશિષ્ટ લેહંગા તૈયાર કર્યો છે. 69મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ વખતે પણ સોનમે રાલ્ફ એન્ડ રુસોએ તૈયાર કરેલો વ્હાઈટ ડ્રેસ પહેર્યો હતો.

સોનમ એનાં માતા સુનિતા સાથે

એ પહેલાં, શનિવારે સોનમનાં લગ્ન માટે શોપિંગ કરવા માટે એની પિતરાઈ બહેનો – જ્હાન્વી, ખુશી અને અંશુલા કપૂર વિખ્યાત ફેશન ડિઝાઈનર અને કપૂરભાઈઓ – બોની, અનિલ અને સંજયના પરિવારના નિકટના મિત્ર એવા મનીષ મલ્હોત્રાના ફેશન સ્ટોરમાં ગઈ હતી.

ખુશી કપૂર મેક્સી ડ્રેસમાં સ્ટોરની બહાર જોવા મળી હતી.

સોનમ-આનંદની દોસ્તી કેવી રીતે થઈ હતી?

સોનમ અને આનંદની લવસ્ટોરીની વાત બહુ ઓછા લોકો જાણતા હતા. હવે જ્યારે બંને જણ લગ્નગ્રંથિથી જોડાઈ રહ્યાં છે ત્યારે જાણ થઈ છે કે આ બંને વચ્ચે દોસ્તી અને બાદમાં પ્રેમ કેવી રીતે થયો.

સોનમ-આનંદની મુલાકાત 2014માં બંનેની મ્યુચ્યુઅલ ફ્રેન્ડ પેર્નિયા કુરૈશીએ કરાવી આપી હતી.

પેર્નિયા એ વખતે સોનમની હેર સ્ટાઈલિસ્ટ હતી અને આનંદની મિત્ર પણ હતી. સોનમની સુંદરતાથી આનંદ એટલો બધો પ્રભાવિત થયો હતો સોનમને મળ્યાનાં એક જ મહિનામાં એણે સોનમને પ્રપોઝ કર્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]