પાર્ટી મોસમ માટેના છ ફેવરિટ બ્યુટી પ્રોડક્ટ્સ

CourtesyNykaa.com

એક હાથમાં માર્ટિનીનો ગ્લાસ પકડ્યો હોય, બીજા હાથમાં ફોન અને પર્સ પકડ્યા હોય, આ હાલતમાં ઊંચી એડીનાં જૂતા પહેરેલાં પગ થોડાક કાંપતા હોય તે છતાં તમારે એવું બતાવવું પડે કે તમને થોડીક વાતચીત કરવામાં રસ પણ છે. તમારે સામાજિક જીવનને અને તમારા મેકઅપ, બંનેને સંભાળવા પડે.

અહીં એવા છ ફેવરિટ મેકઅપ પ્રોડક્ટ્સ પ્રસ્તુત કર્યા છે જે આજે પણ બેસ્ટ સેલર ચાર્ટ્સમાં ટોપ પર છે. તમને અને તમારા મેકઅપને બરાબર સંભાળે એવા આ ઉત્તમ પ્રોડક્ટ્સ પર તમે ચોક્કસપણે ભરોસો રાખી શકો છો (ડાન્સ ફ્લોર પર સ્ટેપ્સ લેતાં હો ત્યારે પણ). આનંદની વાત એ છે કે આ દરેક ફોર્મ્યુલા તમને કાયમી સાથ આપે એવા છે.

પાર્ટીની મોસમમાં તમને સજધજ થવા માટે અહીં પ્રસ્તુત છે શ્રેષ્ઠ પાર્ટી મેકઅપ અને બ્યુટી પ્રોડક્ટ્સઃ


Cetaphil Moisturising Lotion

ડ્રગસ્ટોરનું આ પાવરહાઉસ ગણાય છે. જેની સામે હરીફ મોંઘાદાટના પ્રોડક્ટ્સ પણ ફિક્કા પડે છે. તમે તમારા કેલેન્ડરમાં જે નોંધી રાખ્યું હોય તે સનડાઉનર માટે તમારા બેઝ પર લગાડતાં પહેલાં આ ત્વચા કોડલિંગ મોઈશ્ચરાઈઝરને ખૂબ લગાડી દો. દુનિયાભરમાં પસંદ કરાતી આ ક્રીમની વિશેષતા એ છે કે એ નાઈટ ક્રીમ તરીકે પણ સરસ રીતે કામ કરે છે. હાઈરુલોનિક એસિડ ભરપૂર માત્રામાં ધરાવતી આ ફોર્મ્યુલાને માટે જ બ્યુટી સ્લીપ તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે જ જો તમને આ મહિને અનેક પાર્ટીઓમાં હાજર રહેવા માટેનું આમંત્રણ મળ્યું હોય તો તમને આની જરૂર ચોક્કસ પડશે.theBalm Mary-Lou Manizer Highlighter, Shadow & Shimmer – Gold

ફિલ્મ ઉદ્યોગમાં જે ફેવરિટ ગણાય છે તે આ બામને જો તમારા વેનિટીમાં સ્થાન આપ્યું ન હોય તો અમારું તમને સૂચન છે કે વહેલી તકે આનો સ્ટોક ભરી દો. અમે વાત કરીએ છીએ theBalm Mary-Lou Manizer Highlighter, Shadow & Shimmer – Gold ની. યુવા લોકોમાં અત્યંત લોકપ્રિય એવું આ મધ જેવા રંગનું લ્યુમિનાઈઝર દરેક જણના ચહેરાને કુદરતી લુક આપે છે. આ ચળકાટભર્યું બામ ખૂબ જ પિગ્મેન્ટેડ છે એટલે તે પીગળી જવાની તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. ડાન્સ ફ્લોર પર તમારા કરતાં પણ વધારે ચમકશે તમારા આકર્ષક ચિકબોન્સ.


Nykaa Matte Nail Enamel – Ruby Blaze

ટ્રેન્ડી નખ-પ્રસાધનો બહુ મજાના હોય છે એ વાત સાચી, પણ એ તમને ખૂબ મોંઘા પણ પડે છે. આ વખતની પાર્ટી મોસમમાં ઢગલાબંધ નખ-પ્રસાધનો માટે તમારા પૈસા પાણીની જેમ વપરાવાની શક્યતા હોવાથી અમે તમારા ફેન્સી મેની પેડિસ માટે એક અદ્દભુત ચીજ રજૂ કરીએ છીએ, એ છે, આપણું પોતાનું જ જક્કાસ પ્રોડક્ટ Nykaa Matte Nail Enamel – Ruby Blaze. આ દમામદાર ક્રિમઝન પોલિશ નખને કોઈ રત્ન જેવા રંગની એક્સેસરીમાં બદલી નાખે છે. એટલે ધારો કે તમારાથી કોકટેલ ઢોળાઈ જવાથી તમારા શૂઝ ખરાબ થઈ જાય તો પણ તમારા નખ તો સુંદર જ રહેશે.


Forest Essentials Facial Ubtan Multani Mitti

આ છે ભારતની સૌથી જાણીતી આયુર્વેદિક બ્યુટી બ્રાન્ડ. જાગતિક સ્તરે પણ જેનો ચાહકવર્ગ બહોળો છે એવી દેશી ફોર્મ્યુલાઝ કાયમ પ્રભાવિત કરતી હોય છે. આખા દેશની ફેવરિટ કઈ? Forest Essentials Facial Ubtan Multani Mitti. આના ઉબટન્સમાં કંઈક તો એવું છે જે તમને તમારા બાળપણની યાદ અપાવે છે જ્યારે તમારા દાદી આવું જ કંઈક બનાવતા હતા, જે તમારી ત્વચાને લગ્નના દિવસ માટે સુંદર બનાવતું હતું. એ તો હકીકત છે કે આ મિશ્રણ તમને જરૂર ગમશે, કારણ કે એ પ્યોર પરફેક્શન છે જે આખી રાત જળવાઈ રહે છે.Kama Ayurveda Bringadi Intensive Hair Treatment Oil

આહા, આ બોટલ તો દરેક ભારતીય સ્ત્રીનું સપનું ગણાય. લગભગ દરેક બ્યુટી સ્ટોરની અભેરાઈઓ પરથી આ ચપોચપ ઉપડી જાય છે. આ તેલ વાળને ખરતા અટકાવે છે, માથામાં ખોડો થતો રોકે છે, વાળને નાની ઉંમરમાં સફેદ થતાં અટકાવે છે અને સાથોસાથ વાળના એન્ટી-ફંગલ તત્ત્વ તરીકે પણ કામ કરે છે. જો તમે આ હર્બલ હેર ફોર્મ્યુલા હજી સુધી વાપરી ન હોય તો અમારું સૂચન છે કે અત્યારથી જ એ શરૂ કરી દો. શું તમને એ વાતનું આશ્ચર્ય નથી થતું કે તમારી સહયોગીના વાળ દરરોજ સરસ જ કેમ દેખાય છે? તો એનું કારણ એ કે એણે એના ઘરની બ્યુટી કેબિનેટમાં આને બરાબર સ્થાન આપ્યું છે. આટલામાં જ સમજી જાવ.Maybelline New York The Colossal Kajal 24HR Smudge Proof Deep Black

અમારા મતે કોઈ પણ પાર્ટીમાં કાળા કાજલવાળી આંખો સૌથી વધારે પ્રભાવ પાડતી હોય છે. અમે કોઈને પાંડા જેવી આંખો રંગવાનું કોઈને સૂચવતા નથી. એટલે અમારી સલાહ છે કે બજારમાં ઉપલબ્ધ હોય એવા વિશ્વસનીય કાજલ જ લગાડો. એ બધામાં શ્રેષ્ઠ છે Maybelline New York The Colossal Kajal 24HR Smudge Proof Deep Black. આ લોકપ્રિય પ્રોડક્ટની સફર બહુ લાંબી રહી છે, એ આપણા કોલેજનાં દિવસોમાં પણ આપણા પર્સમાં રહેતી અને અત્યારે ઓફિસ પર્સમાં પણ સાથે જ હોય છે. વધુમાં, અનેક સર્વે પરથી સાબિત થયું છે કે 87 ટકા ભારતીય પુરુષો ભડક લાલ રંગની લિપ્સ્ટીકથી હોઠ રંગેલી સ્ત્રીઓ નહીં, પણ સુંદર રીતે કાજલ લગાડેલી આંખોવાળી સ્ત્રીઓને વધારે પસંદ કરે છે. તો હવે તમે શેની રાહ જુઓ છો? લગાડો જાદુઈ કાજલ અને કરો પાર્ટીની શરૂઆત.


અમારા પાર્ટી કલ્ટ લિસ્ટનું સમાપન કરતી વખતે અમારે એક એકરાર કરવાનો છે. અહીંયા અમારા તંત્રીવિભાગમાં પણ આ પ્રોડક્ટ્સ ફટાફટ વેચાઈ જાય છે. તમે પણ આ ખરીદી જુઓ, તમને જરૂર ગમશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]