‘ખુલ્લી સડક’થી લોકોના હૃદય સુધી પહોંચેલા આવારા પ્રેમરોગી રાજ કપૂર

રાજ કપૂર (ક્લોઝઅપ)

 

* પૂરું નામ રણબીર રાજ કપૂર.

* જન્મ ૧૪ ડિસેમ્બર ૧૯૨૪ પેશાવરમાં (પાકિસ્તાન) થયો.

* વાળ સોનેરી, ભૂરી આંખો અને વર્ણ ગોરો, ઊંચાઈ પાંચ ફૂટ આઠ ઈંચ

* પિતા પૃથ્વીરાજ કપૂર અને માતાજી રમાદેવી કપૂર.

* અભ્યાસઃ પ્રાથમિક શિક્ષણ દહેરાદૂનની કર્નલ બ્રાંડ્સ હાઈસ્કૂલમાં લઈ મેટ્રિકની પરીક્ષા મુંબઈની એન્ટોનિયો ડી’સીલ્વા સ્કુલમાંથી આપી.

* પિતાની કંપની પૃથ્વી થિયેટર્સમાં મહિને ૨૦ રૂપિયા પગારે સહાયકનું કામ કરતા. સંઘર્ષના દિવસોમાં બસમાં આવ-જા કરતાં.

* શરૂઆતમાં બોમ્બે ટોકિઝમાં ક્લેપર બોયના રૂપમાં પછી કલાવિભાગમાં અને ત્યાર બાદ નિર્દેશક કેદાર શર્માના સહાયક તરીકે ફિલ્મ કારર્કિર્દી શરૂ કરી. પગાર કાંઈજ મળતો નહોતો. મહેશ કૌલ અને દેવકી બોઝની સાથે પણ સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું.

* પિતાજી પૃથ્વીરાજ કપૂરના હાથ નીચે રંગમંચ, અભિનય, દિગ્દર્શન અને શાસ્ત્રીય સંગીતનું પ્રાથમિક શિક્ષણ મળ્યું. પિતા પ્રત્યે અસીમ સ્નેહ હતો.

* અભિનેતા તરીકે પિતાના ઘણાં નાટકોમાં કામ કર્યું હતું.

* પહેલી ફિલ્મ બાળ ભૂમિકામાં ‘ઈન્કલાબ’ ૧૯૩૫, બીજી ‘હમારી બાત’ અને ‘ગૌરી’ ૧૯૪૩ તથા ચોથી ‘વાલ્મિકી’ ૧૯૪૬માં.

* હીરો તરીકે પહેલી ફિલ્મ ‘નીલકમલ’ ૧૯૪૬માં. અને હીરોઈન હતી મધુબાલા. દિગ્દર્શક કેદાર શર્મા હતા.

* લગ્ન ૧૨ મે, ૧૯૪૬માં ક્રિષ્ના સાથે થયા.

* ત્રણ પુત્રો – રણધીર કપૂર, રિષી કપૂર તથા રાજીવ કપૂર.

* બે પુત્રી – રીતુ અને રીમા.

* ભગવાન પર અતૂટ વિશ્વાસ. હંમેશા પૂજા કરવાનો નિયમ.

* ચાર્લી ચેપ્લીનને આદર્શ માનતા.

* મોગરો સૌથી વધુ પસંદ ફૂલ.

* પ્રિય રંગ સફેદ

* પાર્ટીઓ આપવાનો જબરો શોખ

* સ્વભાવે શાંત અને લાગણીશીલ.

* ફુરસદમાં કોમીક્સ વાંચવા અથવા રમી રમવાનું ગમે. રમી રમતના તો નિષ્ણાત.

* તલવાર કટ મૂછનો શરૂઆતથી શોખ.

* સફેદ પેન્ટ અને ઢીલું ખમીસ કે ઝભ્ભો પહેરવાનું વધુ પસંદ કરતાં.

* નરમ ગાદીને બદલે કડક ચટાઈ પર સુવાનું વધુ પસંદ કરતા.

* શરાબના જબરા બંધાણી હતા.

* અત્તર પરફ્યુમનો જરાય શોખ નહીં.

* શાકાહારી અને માંસાહારી, એમ બેઉ પ્રકારના ભોજન લેતા. શાકાહારીમાં છોલે અને પાલકની ભાજી ભાવતા.

* હિંદી, ઉર્દૂ ઉપરાંત અંગ્રેજી, પંજાબી, બંગાલી અને રુસી ભાષા જાણતા.

* રાતના જાગીને કામ કરવાની આદત. રાતના મોડા સૂઈ સવારે મોડા ઉઠવાની ટેવ હતી.

* ફોટોગ્રાફીનો જબરો શોખ. એ વિશે ઓનરરી ડિગ્રી પણ ધરાવતા.

* પોતાની કંપની આર. કે. ફિલ્મ્સના નેજા હેઠળ ૧૭ ફિલ્મો બનાવી હતી. પહેલી ફિલ્મ ‘આગ’ ૧૯૪૮માં બનાવી હતી.

* શ્રી ૪૨૦, જિસ દેશ મેં ગંગા બહતી હૈ અને એક દિન રાત્રે (બંગાળી) માટે ત્રણ રાષ્ટ્રrય પારિતોષિક મળ્યા હતા.

* બુટ પોલીશ ફિલ્મને ૧૯૫૫ના કાન્સ ફેસ્ટિવલમાં ખાસ ઈનામ અપાયું હતું. ૧૯૫૭માં કાર્લોવી ફિલ્મ ફેસ્ટીવલમાં જાગતે રહો ને ગ્રાન્ડ પ્રી ખાસ એવોર્ડ મળ્યો હતો.