પત્ની પ્રિયંકા માટે નિકે ખરીદ્યો $65 લાખનો બંગલો

બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા પરણીને હવે અમેરિકન સિંગરની પત્ની થઈ ગઈ છે. પ્રિયંકા અને નિક જોનાસે જોધપુરમાં ઉમેદ ભવન પેલેસમાં ખ્રિસ્તી અને હિન્દુ વિધિ અનુસાર ભવ્ય રીતે લગ્ન કર્યા.

લગ્ન સમારંભની ઉજવણીઓ પાંચ દિવસ ચાલી અને ત્યારબાદ સત્કાર સમારંભો થયાં. હવે નિક જોનાસ એની પત્નીને અમેરિકાના લોસ એન્જેલીસ શહેરમાં નવા ઘરમાં આવકારવાનો છે.

લિવિંગ રૂમ

નિકોલસ (નિક) જોનાસે આ નવું ઘર લોસ એન્જેલીસના વૈભવશાળી એવા બેવર્લી હિલ્સ વિસ્તારમાં લીધું છે.

બંગલામાં સ્વિમિંગ પૂલ

TMZ એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટના જણાવ્યા મુજબ, આ બંગલો 65 લાખ ડોલરનો છે.

બંગલામાં ભરપૂર કુદરતી પ્રકાશ

નિકે આ બંગલો બેવર્લી હિલ્સ પોસ્ટ ઓફિસ વિસ્તારમાં ખરીદ્યો છે.

આ બંગલાનો કુલ એરિયા 4,129 સ્ક્વેર ફીટ છે. એમાં પાંચ બેડરૂમ, ચાર બાથરૂમ, એક સ્વિમિંગ પૂલ, વિસ્તારિત ટેરેસ છે. બંગલામાંથી હિલ્સનું દ્રશ્ય જોઈ શકાય છે.

પ્રિયંકાનાં ઘરનું રસોડું

નિક જોનાસે ગયા વર્ષના જુલાઈમાં પ્રિયંકાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું એના અમુક મહિનાઓ પહેલાં જ આ બંગલો ખરીદ્યો હોવાનું કહેવાય છે.

આ બંગલો પહેલાં નાઈટક્લબના માલિક જેસન લેવે 18 લાખ ડોલરમાં ખરીદ્યો હતો.

માસ્ટર બેડરૂમ

બંગલામાં કુદરતી પ્રકાશ ભરપૂર પ્રમાણમાં આવે છે. અનેક મોટા કદની બારીઓ છે.

બાથરૂમ એરિયા

મુંબઈમાં લોકોનાં ઘર હોય છે એના કરતાંય મોટું આ બંગલાનું કીચન છે.

નિક અને પ્રિયંકાની પડોશમાં હોલીવૂડની અમુક મોટી હસ્તીઓ રહે છે, જેમ કે, જેનિફર લોરેન્સ, જોન લેજન્ડ, ટેલર સ્વિફ્ટ, કાઈલી જેનર.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]