બનો આ રીતે પરફેક્ટ મોન્સૂન બ્રાઇડ

હાલમાં ચોમાસુ સર્વત્ર જામ્યું છે તો આ સિઝનમાં કેટલેક ઠેકાણે લગ્નની શરણાઈઓ પણ ગૂંજી રહી છે. ત્યારે તમે પણ જો આ સિઝનમાં નવવધૂ બનવાના હો તો સૌથી જરૂરી છે કે તમે યોગ્ય મેકઅપ કરો. યોગ્ય રીતે થયેલો મેકઅપ યુવતીને ગરિમાસભર લુક આપે છે. તમે પણ જો મોન્સૂનમાં રેઇની બ્રાઇડ બનવા જઈ રહ્યાં હો તો મેકઅપ કેવો થશે, સરખો ટકશે કે નહીં ? એવી બધી જ ચિંતાઓ મૂકીને નંચિત થઈ જાવ. આધુનિક બ્યુટીથેરાપિસ્ટ હવે મોર્ડન રીતે મેકઅપ કરીને તમને એકદમ મોન્સૂન ક્વીન બનાવી દેશે.

સિલિકોન મેકઅપ

ચોમાસાની સિઝનમાં નવવધૂ બનતી યુવતીઓ સિલિકોન બેઝ મેકઅપ કરાવી શકે છે. પ્રાઇમર તરીકે પણ સિલિકોન બેઝ ફાઉન્ડેશનનો ઉપયોગ કરવો તેની મદદથી ત્વચા પર એક પાતળું સ્તર બની જશે, જે મેકઅપને સ્થાયી કરી રાખશે. સિલિકોન મેકઅપ ચોમાસા માટે એકદમ યોગ્ય રહેશે.

મિનરલ મેકઅપ

મિનરલ મેકઅપ વોટરપ્રૂફ તો હોય જ સાથે સાથે આ મેકઅપ કરવાનો ફાયદો એ રહે છે કે તેનાથી ચહેરો એકદમ તાજગીભર્યો અને ખીલેલો લાગે છે. આ મેકઅપ પાણી વચ્ચે પણ વ્યવસ્થિત રીતે જળવાઈ રહે છે બ્યુટીથેરાપિસ્ટ કહે છે કે, મિનરલ મેકઅપ શરૂ થતાંથી માંડીને વિદાય સુધી એકદમ વ્યવસ્થિત રહેતો હોવાથી નવવધૂના ફોટોગ્રાફ્સ અને વીડિયો પણ ખૂબ સરસ આવે છે.

વોટરપ્રુફ મેકઅપ

ચોમાસામાં નવવધૂ બનતી વખતે હંમેશાં વોટરપ્રૂફ મેકઅપ કરાવવો હિતાવહ છે. ભલે વરસાદ પડતો હોય કે ન પડતો હોય. કારણ કે જુલાઈ –ઓગસ્ટ એવા મહિનાઓ છે જ્યારે બફારો પણ ખૂબ જ હોય છે તેના લીધે ત્વચા ચીકણી બની જાય છે. બ્યુટીથેરાપિસ્ટ પાસે વોટરપ્રૂફ મેકઅપ કિટ હશે જ. તમારે એ મેકઅપ કિટનો ઉપયોગ ન કરવો હોય તો પર્સનલ કોસ્મેટિક્સ જેવાં કે, મસ્કારા, આઇલાઇનર લિપસ્ટિક ફાઉન્ડેશન વગેરે વોટરપ્રૂફ જ ખરીદવા.

મોન્સૂન મેકઅપમાં ગોર્જિયસ શેડ નવવધૂને એકદમ ફ્રેશ અને ચમકીલો નિખાર આપશે. યોગ્ય રીતે કરવામાં આવેલો મોન્સૂન બ્રાઇડલ મેકઅપ યુવતીના આ ખાસ દિવસને વિશેષ બનાવી મૂકશે એમાં કોઈ બેમત નથી!

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]