ઘરની બહાર પ્રદૂષણ સામે રક્ષણ આપતો મેકઅપ

CourtesyNykaa.com

આપણી બ્યુટી કેબિનેટ્સ રંગબેરંગી લિપ ફોર્મ્યુલાઝથી લઈને ત્વચાને ચમકાવતા ઉત્તમ પ્રકારનાં પોશન્સથી ભરચક હશે, પણ આપણામાંનાં સૌથી સતર્ક લોકો પણ આપણને દરરોજ નડતી સૌથી મોટી તકલીફનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા હશે: અને તે છે: પ્રદૂષણ. એ ભૂલવું ન જોઈએ કે પૃથ્વી પર સૌથી વધારે પ્રદૂષિત દેશોમાં ભારતની પણ ગણતરી કરવામાં આવી છે. એટલે જ, આનો ઉપયોગ કરો, એ ઝેરીતત્ત્વોથી તમારી ત્વચાને રક્ષણ આપે છે. ખરાબ ગુણવત્તાવાળી હવાને આપણી ત્વચાને નુકસાન કરવા દેવી ન જોઈએ. જરાય નહીં.

અહીંયા પ્રસ્તુત છે શ્રેષ્ઠ ૭ પ્રદૂષણ-વિરોધી મેકઅપ પ્રોડક્ટ્સ, જે તમને સુંદર લુક મેળવવામાં મદદરૂપ થશે.


Nykaa SkinShield Anti-Pollution Matte Foundation

અમારી ઈન-હાઉસ પ્રોડક્ટ લાઈનમાં એક નવી ફાઉન્ડેશન રેન્જનો ઉમેરો કરવામાં આવ્યો છે અને સાચું કહું તો, એ ખૂબ જ ઉપયોગી છે. એ છે Nykaa SkinShield Anti-Pollution Matte Foundation. આ ઉત્તમ પરિણામ આપતું ફાઉન્ડેશન એન્ટીઓક્સિડન્ટ્સ અને ગ્લીસરીનથી ભરપૂર છે જે તમારી ત્વચાને ઘણું હાઈડ્રેશન આપે છે, ત્વચાને ધૂળ અને અત્યંત બારીક રજકણોથી રક્ષણ પણ આપે છે. આ ફાઉન્ડેશન ત્વચા પર પડેલા છિદ્રોને ઘટાડે છે અને ત્વચામાં તેલનું સંતુલન જાળવે છે. આ પ્રદૂષણ-વિરોધી મેકઅપ ફોર્મ્યુલા ૧૫ આકર્ષક શેડ્સમાં ઉપલબ્ધ છે. દરેકને માટે છે.


Lakme 9 to 5 Naturale Finishing Powder – Universal Shade

રોજની સમસ્યા છે. તમે સવારે તમારા ચહેરા પર મેકઅપ કરો અને ઓફિસે જવા નીકળો, પણ તમે ઓફિસે પહોંચો એ પહેલાં જ તમારો મેકઅપ અસ્તવ્યસ્ત થઈ જાય. તમારી ટેક્સીની સફર તમારા બેઝને બગાડી નાખે. આવું તો જરાય ન ગમે. તો, તમને નિરાશા ફરી વળે એ પહેલાં આ અજમાવી જુઓ, અમને તો આ બહુ ગમ્યું છે. Lakme 9 to 5 Naturale Finishing Powder- Universal Shade પર ખૂબ ભરોસો છે. આ અડધો પારદર્શક એલોથી ભરપૂર સુપર પાવડર તમારી ત્વચાને કાળા ધૂમાડા, ધૂળવાળા પવન અને વાહનોમાંથી નીકળતા ધૂમાડા સામે ચોક્કસપણે રક્ષણ આપશે. વધુમાં, આ શેડ દરેક સ્કિન ટોન માટે વિશિષ્ટ રીતે બનાવવામાં આવ્યો છે. જોયું, એટલા માટે જ અમને આ ગમે છે.


Dermalogica Skinperfect Primer SPF 30

અમે એવું ધારી લીધું છે કે તમારી પાસે કોઈક એવું સામાન્ય પ્રાઈમર છે જે હવે જરાક અમથું બચ્યું છે. જો ખરેખર એવું હોય તો, આ સારી વાત છે, કારણ કે તમે હવે Dermalogica Skinperfect Primer SPF 30 વાપરી શકો છો. તમારા રોજિંદા વપરાશના મેકઅપ સામાનમાં આ સોય પ્રોટીનથી ભરપૂર મેકઅપ પ્રાઈમરને ઉમેરી દો જે તમને પ્રદૂષિત તત્ત્વો સામે રક્ષણ આપશે. વધુમાં, એમાં ભારે માત્રામાં SPF 30 જે તમારી ત્વચાને સૂર્યના તડકાથી બચાવે છે. તમારા આ નિર્ણયથી તમને બહુ સંતોષ થશે.


INNOXA Pollution Protect Foundation

કોઈ ફૂલ કવરેજ ફાઉન્ડેશનથી વધારે સારું બીજું શું હોઈ શકે? એ છે પ્રદૂષણ રક્ષક ફાઉન્ડેશન. બરાબર સાંભળ્યું તમે. INNOXA Pollution Protect Foundation એવી ચમત્કારિક ફોર્મ્યુલા છે જેમાં આઈનોસોફ્ટ નામનું એક સક્રિય તત્ત્વ છે જે પ્રદૂષિત હવાનો સામનો કરે છે અને કોઈ પણ પ્રકારની પર્યાવરણીય પ્રતિકૂળતા સામે ત્વચાને શુદ્ધ કરે છે અને રક્ષણ આપે છે. હજી આમાં વધારે પણ છે. આ બેઝમાં પપૈયાનો અર્ક ભરપૂર માત્રામાં હોય છે જે એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે અને ત્વચાને કોઈ પણ પ્રકારની હાનિ સામે રક્ષણ આપે છે.


Note Mineral Blusher

હંમેશાં યાદ રાખજો કે મેંગેનીઝ B1, B3 અને વિટામીન C મેટાબોલિઝમ્સને સક્રિય કરે છે જેથી તમારી ત્વચાને રાહત મળે છે. આનો શું ફાયદો? તો જાણી લો કે Note Mineral Blusherમાં એ બધું જ છે જે અમે ઉપર જણાવ્યું છે. આમાં અધિક લાભ પણ છે. આ લિસા પાવડરમાં વિટામીન E ભરપૂર માત્રામાં હોય છે જે તમારી ત્વચાને રક્ષણ આપે છે.


Natio Antioxidant Lip Shine

આપણે બધા માનશું કે એક સારું લિપ ગ્લોસ છોકરીઓના મેકઅપ રૂટિનમાં આવશ્યક છે. તો અહીંયા અમારી સલાહ છે કે તમે Natio Antioxidant Lip Shineનો ઉપયોગ કરો, કારણ કે એ વિટામિન્સ અને ફળોનાં અર્કથી સમૃદ્ધ છે. જો તમે અમને પૂછશો તો અમે તમને આ રેન્જમાં ‘લવ’ શેડની સલાહ આપીશું. આ મોઈશ્ચરાઈઝિંગ ગ્લોસ તમારા હોઠને પોલિશ્ડ ફિનિશ અને પોષણ પણ આપે છે જેથી તમારા હોઠને સ્વસ્થ રક્ષણ મળે છે.


Innisfree City Pollution Defender Micellar Water

તો આપણે વાત કરી કે તમારા ચહેરા પર તમારે શું લગાડવું જોઈએ, પણ ઊંઘી જતા પહેલાં એ બધો મેકઅપ કાઢી નાખવો એટલો જ જરૂરી છે. ખરીદો, Innisfree City Pollution Defender Micellar Water. તમારા મેકઅપના સામાનમાં આ ગજબના પ્રોડક્ટનો ઉમેરો કરો અને માત્ર એકાદ-બે વાર લૂછીને તમારા ચહેરા પરથી બધો મેકઅપ અને ધૂળને સાફ કરી નાખો. બીજા જ દિવસે તમને જણાશે કે તમારી ત્વચા વધારે સ્વસ્થ બની ગઈ છે. વિચારી લેજો. સવારે તમે જાગો ત્યારે તમારી ત્વચા સ્વસ્થ હોય તો તમને કેટલો બધો આનંદ થાય, કેમ ખરુંને?