ટેરાકોટાની આર્ટિસ્ટિક જ્વેલરી બની છે ટ્રેન્ડી

મારા શહેરમાં તમે જોયું હશે કે ક્યાંકને ક્યાંક તો કોઈ હેન્ડીક્રાફ્ટ મેળો ચાલતો જ હોય છે. મોટા શહેરોમાં આ પ્રકારના સરેરાશ બે મેળા તો ચાલતા જ હોય છે જેમાં હસ્તકળાના કારીગરો પોતાની વિવિધ કળા રજૂ કરેછ છે જેમાં  સ્ત્રીઓને સાડીઓ અને ઘરેણાં માટે ખૂબ ઉત્સાહિત રહેતી હોય છે વળી આ પ્રકારના એક્ઝિબિશનમાં જયૂટ. ટેકાકોટા , ક્વિલિંગ કે શેલ (દરિયાઈ છીપલામાંથી બનતી) જ્વેલરી સરળતાથી મળી રહે છે જે ખૂબ જ ટ્રેન્ડી અને એથનિક લુક આપી છે. તમને એમ હોય કે ટેરાકોટાની વસ્તુઓ તો હોમ ડેકોર માટે જ હોય છે, પરંતુ એવું નથી ટેરાકોટામાંથી બનેલી ડેલિકેટ જ્વેલરી જોઈને તમારી આંખો ચાર થઈ જશે.

હવે તો જવેલરી ક્લેક્શનમાં પણ ટેરાકોટાની યુનિક જ્વેલરીની ડિમાન્ડ રહેતી હોય છે. જેમાં હાથના પાટલાથી માંડીને એરિગ્સ, માથાની બંધી કે ટીકા પણ બનવા લાગ્યા છે. જોકે યુવતીઓને ટેરાકોટાના એરિગ્સ અને બ્રેસલેટ સૌથી વધુ આકર્ષે છે. વળી  ટેરાકોટા જ્વેલરી  લાંબો સમય સુધી સચવાઈ રહે છે.

તમે જો લગ્નમાં કે કોઈ અન્ય તહેવાર પ્રસંગે થોડું જુંદું ડ્રેસિંગ કરવા માંગતા હો તો ટેરાકોટા જ્વેલરી એક ઉત્તમ વિકલપ બની રહે છે વળી તમે  જ્વેલરીના શોખીન હો અને નવા સ્ટાઇલિશ જ્વેલરી ક્લેક્શન માટે કંઇક નવું જ લેવા માગતાં હો તો ટેરાકોટા જ્વેલરી તમારું મન મોહી લશે. ભારતીય સ્ત્રીઓનો ઘરેણાં પ્રેમ તો આમ પણ જગજાહેર છે. સ્ત્રીઓને કોઈ પણ પ્રકારની જ્વેલરી ગમતી હોય છે તે પછી ગોલ્ડ, પ્લેટિનમ કે સિલ્વરની મોંઘી જ્વેલરી હોય કે પછી બિડ્સ અથવા સ્ટોનની ફન્કી જ્વેલરી હોય. જ્વેલરી સ્ટાઇલિશ અને નવતર હોય તો મોટી વયની સ્ત્રીઓથી માંડીને કોલેજ ગોઇંગ યુવતીઓને ગમે જ છે.

જે યુવતીઓ ટ્રેન્ડી જ્વેલરીની શોખીન હોય તેમના માટે ટેરાકોટા જ્વેલરી એક અનોખું ક્લેક્શન જોવા મળશે. ટેરાકોટા જ્વેલરી મોટા ભાગના ડાર્ક રંગોમાં મળે છે અને તેમાં સિલ્વર કે ગોલ્ડન રંગથી થતી ડિઝાઇનને કારણે ટેરાકોટા જ્વેલરી સાડીથી માંડીને સલવાર કમીઝ  કે પછી હાલમાં મળતા અનકટ અને ફ્લોઇંગ કોટન ગાઉન સાથે સરળતાથી પહેરી શકાય છે.

ટેરાકોટા જ્વેલરી ગ્લેઝ અને રફ બંને પ્રકારની ફિનિશિંગમાં જોવા મળે છે. ટેરાકોટને ચોરસ,ત્રિકોણ, ગોળ, લંબચોરસ અને અનઇવન આકારોમાં ઢાળીને તેની સાથે નાનાં મોતી, બિડ્સ, દોરા વગેરેનો ઉપયોગ કરીને એરિંગ્સ, નેકલેસ, બ્રેસલેટ જેવી જ્વેલરી બનાવવામાં આવે છે.

ટેરાકોટા જવેલરીને ડિઝાઇન કરવા માટે મોટા ભાગે હેન્ડ પેઇન્ટનો આધાર લેવાતો હોય છે. કારણે આ જ્વેલરી એકદમ મલ્ટિકલર બની રહે છે. તો પછી તમે કોની રાહ જુઓ છો? ચાલો નજીકના હેન્ડીક્રાફ્ટ બજારમાં એક આંટો મારી આવો અને તમારા ક્લેક્શનમાં સામેલ કરી દો, આ ઓછા બજેટની સ્ટાઇલિશ ટેરાકોટા જ્વેલરીને.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]