બાલ્કની ન હોય તો પણ ઘરની અંદર બગીચો બને

વેનો સમય અલગ છે. પહેલા જ્યાં વિશાળ ઘર બહાર પ્રાંગણ અને તેમાં રમવાની મજા મળતી, તેની સામે હવે 2 BHK કે પછી બહુ બહુ તો 3 કે 4BHKના ફ્લેટ જોવા મળે છે. આજની લાઈફસ્ટાઈલમાં આ જ તો નવીનતા છે કે આપણે બધા ડબ્બામાં બંધ થતાં જઇ રહ્યા છીએ. જો કે એ આપણી મજબૂરી પણ છે અને સાથે આપણી કાબેલિયત પણ કારણ કે આટલી વસ્તીને ઘર મળી રહે તે માટે પણ એ જરૂરી છે કે જમીન અને તેની ઉપર મલ્ટીસ્ટોરિઝ અપાર્ટમેન્ટ્સ બનાવીને લોકોને મેક્ષિમમ અકોમોડેશન આપવું. પણ જ્યારે ફ્લેટ કે અપાર્ટમેન્ટની વાત હોય તો એ પણ એટલુ જ સત્ય છે કે પછી આપણે આઉટડોર કે ગાર્ડનની મજા નથી લઇ શકતા. જો કે માણસની જાત હંમેશા પોતાના રસ્તા શોધી જ લે છે. અને આવો જ રસ્તો ફ્લેટની અંદર જ ગાર્ડન બનાવવાનો છે. આજ-કાલ આ ટ્રેંડ ઘણો પ્રસરી રહ્યો છે. જો તમારા ઘરમાં બાલ્કની નથી કે જ્યાં તમે પ્લાન્ટેશન કરી શકો તો નિરાશ થવાની જરૂર બિલકુલ નથી, તમે ઘરની અંદર જ ગાર્ડન બનાવી શકો છો.  અને એને માટે પણ વેરાઇટીઝ ઓફ ઓપ્શન ઇઝ અવેઇલેબલ. એટલે કે ઘણા વિકલ્પ છે. કેટલાક એવા વિકલ્પ કે જેનાથી તમે ઘરની અંદર જ નાનકડો બગીચો બનાવી શકો. આ વિકલ્પનો એક માત્ર આધાર તમારા ઘરમાં કેટલી જગ્યા છે તેના પર રહેલો છે.

કેટલાક ઓપ્શનની વાત કરીએ તો પહેલુ ઓપ્શન છે વર્ટિકલ ગાર્ડન, આ ઓપ્શનની ખાસિયત એ છે કે આ એક ઉભો ગાર્ડન છે. ગાર્ડન અને એ પણ ઉભો. નવાઇ લાગી ને. આ પ્રકારના ગાર્ડનમાં છોડને પેનલ્સમાં લગાવાય છે. અને આ પેનલનો એરિયા તમારી દિવાલને આધારે તમે જાતે નક્કી કરી શકો છો. ઘરની અંદર કે બહાર જે દિવાલ તમને યોગ્ય લાગે ત્યાં તમે આવી પેનલ્સ લગાવી શકો છો. આ પેનલ્સમાં પણ ઓપ્શન્સ હોય છે. જો તમે વધુ સંખ્યામાં વિશાળ એરિયામાં પેનલ્સ લગાવો તો તેની સાથે પાણીના પાઇપ્સ પણ જોડેલા હોય છે જેનાથી તમે એ નાના નાના છોડમાં આસાનીથી પિયત કરાવી શકો.

આ સિવાયનો એક ઓપ્શન છે ગાર્ડન વૉલ, જેને ગમે ત્યાં તમે લગાવી શકો છો. પોતાની જરૂરિયાત અનુસારની આવી વૉલ તમે કોઇ પ્રોફેશનલ નર્સરીમાં તૈયાર કરાવી શકો છો. આવી દિવાલને કોઈ પણ હાર્ડ સરફેસ પર તમે લગાવી શકો. અને પછી ગાર્ડનની મજા માણી શકો.  આ વિકલ્પની વિશેષતા એ છે કે વૉલને ઇનસ્ટોલ કરવી અને મેઇનટેઇન કરવી ખુબ સરળ છે.આ સિવાયનો એક ટ્રેડિશનલ ઓપ્શન ઇંડોર ગાર્ડનનો પણ છે. ઘણા લોકો આ ઓપ્શન પસંદ કરે છે. કારણ કે આ ઓપ્શનમાં તમે તમારી રીતે એક્સપરિમેન્ટ કરી શકો છો.  જો તમારી પાસે થોડી વધુ જગ્યા હોય તો તમે ઇંડોર ગાર્ડનમાં ચેર અને ફુવારા તેમજ લાઇટ અને પથ્થરના આર્કિટેક્ચરલ પીસ મૂકીને તેને વધુ આકર્ષક બનાવી શકો. દાયકા પહેલા ફાઉન્ટેઇન્સ બનાવવાના ક્લાસીસ ચાલતા હતા. એવા ફાઉન્ટેઇન અહીં તમે મુકી શકો. અને એનાથી અલગ જ લુક મેળવી શકો. પણ આ ઓપ્શનમાં હંમેશા જગ્યાની લિમિટેશન આવે છે. પણ સંતોષ એ વાતનો થાય છે કે તમારી ઇચ્છાઓ પ્રમાણેનું ડેકોરેશન થઇ શક્યું. પછી એ ગાર્ડન ચેર, ટેબલ, લેન્ટર્ન હોય કે ભલે ને સ્ટોન કે લાઇટ એન્ડ વોટર અરેંજમેંટ હોય. પણ હા, એ ખાસ યાદ રાખવું કે આ પ્રકારના ગાર્ડનને મેઇન્ટેઇન કરવો જરૂરી હોય છે.

આ સિવાયનો એક ઓપ્શન છે કંટેઇનર ગાર્ડન

આજ કાલ વેસ્ટમાંથી બેસ્ટ કરી વાપરવાનું ચલણ છે. તો તમે કંટેઇનર્સને પણ પાર્ટ તરીકે ઉપયોગ કરી શકો. જેમાં તમે પ્લાસ્ટિક બોટલ્સ પણ વાપરી શકો. અને લટકાવી પણ શકો છો. પણ આ પ્રકારના વિકલ્પની મર્યાદા એ છે કે તમે નાના નાના છોડ જ રોપી શકો. એટલે જો તમારે હર્બ ગાર્ડન બનાવવો હોય તો આ વિકલ્પ તમારા માટે સારો છે. પોટની સાઇઝ પ્રમાણે તેમાં તમે અલગ અલગ જડીબુટ્ટી ઉગાડી શકો છો.

તો આવા સરળ ઉપાયથી તમે તમારા ઘરમાં જ ગાર્ડનની બ્રીઝ માણી શકશો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]