સ્મિત પર ચાર ચાંદ લગાવતી ડેન્ટલ જ્વેલરી

સ્મિત, સ્માઇલ કોને ન ગમે. આપણું હાસ્ય મોહક હોય અને સામેવાળાને આકર્ષે એવી ઇચ્છા દરેકને હોય. સ્માઇલ કરનાર અને જોનાર બંનેના મૂડ પર અસર કરે છે. કોઇ તમને સામેથી સ્માઇલ આપે તો તણાવ વચ્ચે પણ આપણે હળવા થવાની તક મળી જાય. એ જ કમાલ છે સ્માઇલનો. તો આ સ્માઇલનું જ્યારે આટલું બધું મહત્વ છે તો આ સ્માઇલ યુનિક હોય ત્યારે તો કેવી વાહવાહ થાય.હવે તમને થશે કે સ્માઇલ યુનિક કેવી રીતે હોય. કદાચ કોઇના ખંજન એટલે કે ડિમ્પલ પડતા હોય તો તેની સ્માઇલ મોહક હોય. પણ આપણે વાત કરી રહ્યા છીએ યુનિકનેસની. આ જ યુનિકનેસ માટે યુવાઓમાં ક્રેઝ છે. અને એટલે જ હવે યુવાઓ પોતાના ચહેરાની સાથે સ્માઇલને એટ્રેક્ટિવ બનાવવા દાંતોની પણ એટલી જ સંભાળ રાખતાં થયા છે. અને યુવાઓની આ નસ જાણીને કેટલાક ડેન્ટિસ્ટતો દાંતો માટે નવી નવી ટ્રીટમેન્ટ પણ શોધી લાવ્યા છે. પહેલાના સમયમાં ચહેરા પર ક્લીન્ઝિંગ અને બ્લીચિંગ ટ્રિટમેન્ટ થતી પણ આગળ વધતા સમયની સાથે વિકલ્પ પણ આગળ વધ્યા છે. હવે દાંતો માટે પણ આ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. જી હા, દાંતોની સફેદ ચમક માટે દાંતો પર પણ બ્લીચિંગ કરવામાં આવે છે. અને આટલેથી નહીં અટકતાં કેટલાક યંગસ્ટર્સ તો સ્માઇલ ડિઝાઇનથી લઇને ડેન્ટલ જ્વેલરી અને ડેન્ટલ ટૈટૂ પણ બનાવડાવે છે. સર્વે એવુ કહે છે કે, દાંતોની સુંદરતા વધારવાથી આત્મવિશ્વાસ પણ વધે છે.

ડેન્ટલ જ્વેલરીની ફેશન

વાત યુનિકનેસની છે એટલે હવે એ મુદ્દા પર જ આવી જઇએ. દાંતોની સફાઇ એટલે ક્લિન્ઝિંગ અને દાંતોને બ્લીચ કરાવી તેની સફેદીની ચમકાર જાળવી રાખવાના વિકલ્પ કરતાં પણ વધુ યુનિક વિકલ્પ છે ડેન્ટલ જ્વેલરી. જેમાં તમે દાંતો પર અલગ અલગ પ્રકારના રંગ અને શેપના ક્રિસ્ટલ લગાવડાવી શકો. તમે જે પણ ક્રિસ્ટલ, ડાયમંડ કે કોઇ પણ ટ્વિંકલિંગ પીસ પસંદ કરો, પણ તે તમારી સુંદરતામાં વધારો કરનારુ હોવું જોઇએ તેનું ખાસ ધ્યયાન રાખવું. ટ્વિંકલિંગ પીસમાં પણ ગોલ્ડ, વ્હાઇટ ગોલ્ડ જેવા ઘણા બધા ઓપ્શન્સ મળી રહે છે.ઘણાં લોકોને સવાલ થતો હોય છે કે ડેન્ટલ જ્વેલરી કેવી રીતે કરાવવી, શું થતું હશે તેમાં. પણ ડરવું નહીં. ડેન્ટલ જ્વેલરી કે જેને ટુથ જ્વેલરી પણ કહેવાય છે. આ એક નવીન ફેશન છે ડેન્ટીસ્ટ્રીની કે જેનાથી તમારી સ્માઇલમાં લિટરલી ચાર ચાંદ લાગી જાય. અને તેના કોઇ એવા સાઇડ ઇફેક્ટ નથી કે નથી આ ટેક્નીક ખર્ચાળ. એક તો તે અફોર્ડેબલ છે. એટલે લાખોનો ખર્ચ નહીં. હા, જો ખરુ સોનુ કે ચાંદી અથવા રીયલ ડાયમંડ લગાવો તો વાત અલગ છે. અફોર્ડિબલીટી સિવાય બીજુ એક જમા પાસુ એ છે કે ડેન્ટલ જ્વેલરી પેઇન લેસ છે. એટલે ટેટૂ કરાવતા જેમ પીડા-દર્દ થાય એવુ કોઇ દર્દ નહીં. કારણ કે ડેન્ટલ જ્વેલરીમાં તમે પસંદ કરેલા ટ્વિંકલિંગ પીસ એક સ્પેશ્યિલ ગમથી ચોંટાડવામાં આવે છે, દાંતોમાં કોઇ પ્રકારનું ડ્રીલિંગ નથી કરવામાં આવતુ. જેનાથી તમારા દાંતને કોઇ જ નુકસાન નહીં થાય. અને ત્રીજો સૌથી સરસ ફાયદો એ છે કે ટેંટલ જ્વેલરીમાં તમારી ઇચ્છા સર્વોપરિ છે. કહેવાનો મતલબ એ કે ટેટૂની જેમ તે પરમનન્ટ નથી હોતી. તમારે રાખવી હોય ત્યાં સુધી રાખી શકો અને કંઇક નવુ કરવાની ઇચ્છા થાય તો કઢાવી પણ શકો. એટલે નવા નવા એક્સપરીમેન્ટ કરવાનો ફુલ ચાન્સ મળે છે ડેન્ટલ જ્વેલરીના ઓપ્શનમાં. જો કે હાયજીનને લઇને થોડી તકેદારી તો રાખવી જ પડે. એટલે કેટલીક સૂચનાઓનુ પાલન કરવા સિવાય કોઇ મોટી પરેજી નથી. સો બી રિલેક્સ એન્ડ ટ્વિંકલ યોર સ્માઇલ.