લીંબુયુક્ત ફોર્મ્યુલાઝ છે આ મોસમમાં એકદમ ડિમાન્ડમાં

CourtesyNykaa.com

અમને એ વાતની ખાતરી છે કે જો તમને હજી સુધી લેમન ફીવર લાગુ પડ્યો ન હોય તો સ્કિનકેર રૂટિનમાં આ અજમાવી જુઓ, તમે જરાય અફસોસ નહીં કરો. આમાં એન્ટિસેપ્ટિક ગુણથી લઈને તમારી ત્વચામાં pH સંતુલન જાળવવાની ખાસિયત પણ છે. એટલે જ સીટ્રસથી ભરપૂર એવી આ ચીજ સૌંદર્ય પ્રસાધનોમાં સૌથી લોકપ્રિય દ્રવ્ય છે. અહીં પ્રસ્તુત છે, અમારા ફેવરિટ લીંબુયુક્ત બ્યુટી પ્રોડક્ટ્સ વિશેની જાણકારી.


1. Nykaa Lip Crush Macaron Lip Balm – Lemon

આપણી અભિનેત્રી જ્હાન્વી કપૂર તો આ આનંદદાયક મેકરોન પ્રેરિત રેન્જથી બહુ જ ખુશ છે. એ તો ચોક્કસ કહેવું પડશે કે આ બામ્સ હવે સૌંદર્ય પ્રસાધનોનાં ઉદ્યોગમાં એક ફેવરિટ આઈટમ તરીકે ગણાવા લાગી છે. સ્વાદની વાત કરીએ તો આ મોસમમાં લેમન પર પસંદગી ઉતારી છે. શીયા બટર, વિટામીન C અને લીંબુનાં અર્કથી યુક્ત આ તાજગી આપતું Nykaa Lip Crush Macaron Lip Balm – Lemon ભેજમાં સંતુલન જાળવે છે, તમારાં હોઠને સૂર્યના તાપ સામે રક્ષણ આપે છે અને બધું જ સરસ રીતે ઢાંકે છે. દેખાવમાં આ એકદમ મેકરોન જેવું છે. અને હા, આને તમારા રસોડામાં ખુલ્લું ન મૂકતા. ઘરની કોઈ વ્યક્તિ આનાથી અજાણ હશે તો એને ખાવાની કોશિશ કરશે.


2. Forest Essentials Delicate Facial Cleanser – Mashobra Honey, Lemon & Rosewater

Forest Essentials Delicate Facial Cleanser – Mashobra Honey, Lemon & Rosewater અત્યાર સુધીનું સૌથી વધારે અસરકારક ક્લીન્સર છે. ભારતના સ્કિનકેર ક્ષેત્રની અગ્રગણ્ય કંપની દ્વારા નિર્મિત આ વૈભવશાળી ફેસિયલ ક્લીન્સર ફોર્મ્યુલા ટેક્સ્ચરથી ભરપૂર છે જે તમારી ત્વચાને એકદમ સરસ રીતે સાફ કરે છે અને ધૂળ તથા મસ્કારાના ચીકણા પદાર્થ સહિત મેલને દૂર કરે છે. આ ફોર્મ્યુલામાં ઓર્ગેનિક લેમન ઓઈલ, કાચા મધ અને ગુલાબજળનું સુંદર મિશ્રણ છે. જુઓને એટલે જ તો એણે હોટ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે.


3. Khadi Natural Lemon Soap

સકારાત્મક કાર્યો કરવાનું દરરોજ સવારે નક્કી કરવાનો કદાચ તમને સમય મળતો નહીં હોય, પણ અમે થોડોક વિચાર કરીને નાહવા માટેનો એક એવો સાબુ પસંદ કર્યો છે જે તમે જેટલી વાર નહાવો એ દર વખતે તમારામાં આનંદદાયક ઊર્જા લાવે છે. આ છે, Khadi Natural Lemon Soap. લેમન ઓઈલમાં રહેલી શક્તિને વૈશ્વિક સ્તરે ખૂબ મહત્ત્વની ગણવામાં આવી છે. સાબુના રૂપમાં લેમન ઓઈલ તમારી ત્વચામાં રહેલા કુદરતી તેલને દૂર કર્યા વિના ત્વચાને સાફ કરે છે, સ્વસ્થ બનાવે છે અને પોષણ પૂરું પાડે છે. અને હા, જો તમે સ્નાન કર્યા બાદ તમારી ત્વચાની વધારે કાળજી લેવા માગતા હો તો અમે સલાહ આપીએ છીએ આનીઃ Nykaa Matte Nail Enamel – Lemonade Fizz.


4. Fabindia Lemon Restoring & Softening Hand Cream

અમને આ Fabindia Lemon Restoring & Softening Hand Cream વધારે એ રીતે ગમી છે કે હાથમાં જો થોડોક થાક લાગ્યો હોય તો એને ત્વરિત રીતે સુંદર અને સ્વસ્થ બનાવે છે. કારણ કે આ છે હેન્ડ ક્રીમ છે લેમન, વિટામીન E અને આવશ્યક તેલોથી સમૃદ્ધ, જે તમારા હાથને મોઈશ્ચરાઈઝ કરે છે એટલું જ નહીં, હાથ પરની કાળાશને દૂર પણ કરે છે. એટલે, જે લોકો દરરોજ કામ પર જવા માટે સૂર્યના તાપમાં સતત પ્રવાસ કરતાં હોય છે એમણે તો આ ટ્યૂબ તાત્કાલિક ખરીદવી જોઈએ. વળી, આમાં ઓઈલી બેઝ નથી હોતું તેથી ત્વચામાં આસાનીથી ભળી જાય છે તેથી ઉનાળામાં ઉત્તમ છે.


5. The Body Care Lemon Peel Off Mask

શું થયું? પીલ-ઓફ્ફ માસ્ક્સથી તમારું બજેટ વધી ગયું? તો, તમારે The Body Care Lemon Peel Off Mask અજમાવવાની જરૂર છે. કોઈ ફેન્સી લાટેથી પણ ઓછી કિંમતવાળું આ 100% વેગન અને પેરાબેન-મુક્ત માસ્ક વિટામીન Cથી ભરપૂર છે. તેથી ત્વચા પરના છિદ્રોને સાફ કરે છે અને ત્વચાને સ્વસ્થ બનાવે છે. તમારી થાકી ગયેલી ત્વચા અને તમારા પર્સ, બંને માટે આ લાભદાયી છે. અમારું તમને સૂચન છે કે તમારા સ્કિન રૂટિનમાં આ ખૂબ જ ઉપયોગી માસ્કનો ઉમેરો કરજો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]