સંગીત વાદ્યની પસંદ પરથી જાણો તમારી પર્સનાલિટી

માં કોઇ શંકા નથી, કે સંગીત એ માનવ જાતની સૌથી શ્રેષ્ઠતમ શોધ છે. શબ્દ વિનાનું સંવાદ માધ્યમ એટલે સંગીત. જેનાથી માનવજાત તો પરસ્પર જોડાય જ છે, પણ સાથે સંગીતમાં આત્મા સાથે પણ ગાઢ નાતો જોડવાની ક્ષમતા છે.  તમારો મ્યુઝિક ટેસ્ટ તમારા વિશે ઘણુ કહી જાય છે. એટલે સુધી કે તમને કેવા પ્રકારનુ સંગીત પસંદ છે તેનાથી તમારી લવ લાઇફ પણ છતી થાય છે. સંગીતનો પ્રભાવ જ કંઇક એવો છે જે કોઇ પણ ભેદભાવને ભૂંસી નાખે છે. સરહદો તોડીને અલગ અલગ સંસ્કૃતિ, ભાષા અને પરંપરા ધરાવતા લોકોને પણ સંગીતનો તાલ અને લય સાથે જોડી દે છે. દરેકના જીવનમાં એ ક્ષણ આવતી હોય છે જ્યારે તે સંગીતમાં ડોલવા લાગે. શબ્દની સીમા વગર માત્ર બીટ્સ, રીધમ કે તાલ પર નાચવા લાગે છે.

આમ જોવા જઇએ તો સર્વે અનુસાર આપણે દરરોજ સરેરાશ 3 કલાક સંગીત સાંભળીએ છીએ. જો કે આ 3 કલાક કંઇ આપણે ગીતો જ સાંભળીએ છીએ એવુ નથી. આ સંગીતમાં બધું જ આવી જાય, સંસારમાં ચાલતી દરેક વસ્તુનો લય અને તાલ આ સંગીતમાં આવી જાય. એટલે સ્વાભાવિક છે કે આપણને ખબર જ નહીં હોય કે આપણે સંગીત સાંભળ્યુ. બાકી આપણી લાઇફ સ્ટાઇલમાં આપણે સવારથી ઉઠીને રાત્રે સૂઇએ એ દરમિયાન આપણે એટલા બધા તાલ અને લયના સંપર્કમાં આવીએ છીએ. જે રિધમ ક્યારેક આપણે ધ્યાનમાં લઇએ છીએ તો ક્યારેક નથી લેતાં. આ સિવાય બીજી એ વાતની પણ આપણને જાણ નથી હોતી કે કઇ બીટ, કે કયુ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ આપણને સૌથી વધારે ગમે છે. અથવા  આપણા મન પર શું સૌથી વધારે અસર કરે છે.

આપણે જે અત્યારે ગીત સંગીત સાંભળીએ છીએ, તે અલગ અલગ વાજીંત્રોના નાદનો સમન્વય છે. એક ગીતમાં પિયાનો, વાયોલિન, ગિટાર, ડ્રમ, ટ્રમ્પેટ, હાર્પ, વાંસળી, વગેરે જેવા તમામ ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે. પણ શું તમે એ જાણો છો કે આમાંથી એક વાજિંત્ર પણ જો બરાબર વગાડવામાં આવે તો આપણા મુડને બદલી શકે છે. અને એ એટલા માટે કારણ કે, વાંજિંત્રોનો અવાજ આપણા મન અને વ્યક્તિત્વ પર અનન્ય પ્રભાવ પાડે છે. હા, જો કે એવા પ્રભાવશાળી વાજિંત્ર બધા માટે અલગ અલગ હોઇ શકે. તમને કયા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટની બીટ્સ સૌથી વધુ અપીલ કરે છે એ જાણીને તમે તમારા વિશે પણ જાણી શકો.

તમારી પસંદના મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ તમારા વિશે શું કહે છે એ જાણીએ. સૌથી પહેલા વાત કરીએ વાંસળીની. રાધેકૃષ્ણના પ્રેમનું પ્રતિક, વાંસળીની ધુન જો તમને ગમે છે તો તમે ખુબ ધીરજવાન છો. સમય પર સફળતા ન મળતા ઘણા લોકો હાર સ્વીકારી લેતા હોય છે. પણ જેને વાંસળીની ધુન પ્રેરિત કરે છે. તે સમયના બાધ વિના, સફળતાની પાછળ લાગેલા રહે છે. જો કે તમારી આસપાસના લોકોને તમારી પર્સનાલિટી સમજવી થોડી અઘરી લાગે શકે. પણ પ્લસ પોઇન્ટ એ પણ છે કે તમારી છાપ મહેનતુ અને ત્યાગી એટલે કે સારા વ્યક્તિ તરીકેની હોય છે.

વાયોલિન – જો તમને વાયોલિનનો સાઉન્ડ પસંદ છે. તો તેનો અર્થ એવો છે કે તમે એવા વ્યક્તિ છો જેને શું જોઇએ છે એ ખબર છે. અને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમારી પાસે એક્શન પ્લાન પણ રેડી છે.

જો તમને ડબલ બાસ સાઉન્ડ પસંદ છે તો તેનો મતલબ છે કે સ્ટ્રોંગ સાઉન્ડ જેવી જ તમારી પર્સનાલિટી પણ સ્ટ્રોંગ છે. તમારો પ્રભાવ પણ એ બીટ્સ જેવો એટલે કે પ્રબળ છે. પડકાર તમને આકર્ષક લાગે, પોતાની ક્ષમતાને ચકાસવાની અને નવુ કરવાની કોઇ તક તમે ક્યારેય જતી નહીં કરો.

ટ્રમ્પેટ આજ કાલના મ્યુઝિકમાં ઘણુ વપરાય છે. ટ્રમ્પેટ વગાડવામાં બ્રેથવર્ક ઘણુ જોઇએ. અને જો તમને ટ્રમ્પેટનો સાઉન્ડ અપીલ કરે છે તો, તમારી પર્સનાલિટી પણ એવી જ છે. તમે વાચાળ, અને મનોરંજન પુરુ પાડનાર બની રહો. તમારી ઊર્જા તમારી આસપાસના લોકોને પણ ઉત્સાહિત કરી દે.

તો હવે, તમે એ જાણો કે કયુ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ તમને સૌથી વધુ અપીલ કરે છે. અને જાણી લો તમારી પર્સનાલિટીનું સિક્રેટ.