IPL-11 માટે જિઓની સિક્સરઃ ક્રિકેટ સાથે કોમેડીનો ડોઝ

ભારતમાં તેમજ વિદેશોમાં પણ ખૂબ લોકપ્રિય બનેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધા 7 એપ્રિલથી શરૂ થવાની છે. આ 11મી આવૃત્તિની ક્રિકેટચાહકો ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ વખતની સ્પર્ધાને વધારે રોમાંચક બનાવવા માટે રિલાયન્સ જિઓ નેટવર્ક લાવ્યું છે ‘જિઓ ક્રિકેટ પ્લે અલોન્ગ’ નામક લાઈવ મોબાઈલ ગેમ. ‘જિઓ ક્રિકેટ પ્લે અલોન્ગ’ દુનિયાની સૌથી મોટો લાઈવ મોબાઈલ ગેમ છે, જેમાં ભાગ લેનારાઓ કરોડો રૂપિયાનાં ઈનામ જીતી શકે છે.

‘જિઓ ધન ધના ધન લાઈવ’ની ટીમ સાથે કપિલ દેવ

આ ગેમમાં ભાગ લેનારાઓ કરોડો રૂપિયાનાં ઈનામ જીતી શકશે. સાથોસાથ, દર્શક ‘જિઓ ધન ધના ધન’ લાઈવ શોની મજા પણ માણી શકશે. મતલબ કે ક્રિકેટમાં કોમેડીનો મજેદાર ઉમેરો. ગ્રાહકોને મજાનો મળશે ડબલ ડોઝ.

આ શો MyJio એપ પર એક્સક્લુઝિવલી બતાવવામાં આવશે. ‘જિઓ પ્લે અલોન્ગ’માં દરેક આઈપીએલ મેચની સાથોસાથ આ મોબાઈલ ગેમ રમીને વિજેતા મુંબઈમાં સપનાંનું ઘર, 25 મોટરકાર, કરોડો રૂપિયાનાં રોકડ ઈનામ સહિત અનેક પ્રકારનાં ઈનામો જીતી શકશે. આમાં ક્રિકેટ અને કોમેડીનું મિલન થશે. ભારતના આ પ્રથમ ક્રિકેટ કોમેડી શો સાથે આઈપીએલ ક્રિકેટ સીઝનનો આનંદ માણવા માટે જિઓનો વિશેષ ક્રિકેટ સીઝન પેક ખરીદવો પડશે. જે 51 દિવસ માટે માત્ર 251 રૂપિયામાં હશે. તેમજ JIOTV પર લાઈવ મેચ પણ જોઈ શકાશે.

જિઓ અને બિન-જિઓ, બંને પ્રકારના ગ્રાહકો માટે આ શો હશે. આ શો આવતી 7 એપ્રિલે સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. લાઈવ એપિસોડ સાથે એનો આરંભ થશે. દર શુક્રવાર, શનિવાર અને રવિવારે લાઈવ એપિસોડ બતાવવામાં આવશે.

લોકપ્રિય કોમેડિયન સુનીલ ગ્રોવર અને ખેલ એન્કર સમીર કોચર શોને હોસ્ટ કરશે.

દરેક એપિસોડમાં મહેમાન તરીકે ક્રિકેટરો તથા સેલિબ્રિટી વ્યક્તિઓ હાજર રહેશે.

સુનીલ અને સમીર ઉપરાંત શિલ્પા શિંદે, અલી અસગર, સુગંધા મિશ્રા, સુરેશ મેનન, પરેશ ગણાત્રા, શિવાની દાંડેકર અને અર્ચના વિજય સહિત દંતકથાસમાન ક્રિકેટર અને કેપ્ટન કપિલ દેવ તથા વિરેન્દર સેહવાગ પણ શોમાં હાજર રહેશે.

‘જિઓ ધન ધના ધન લાઈવ’ વિશેષ કરીને MyJio એપનાં યૂઝર્સ માટે હશે. આ શો આ એપનાં ગ્રાહકોને એક અનોખો ઓફ્ફ-ધ-ફિલ્ડ અનુભવ કરાવશે. જેમાં ક્રિકેટ એક્સપર્ટ્સ અને સેલિબ્રિટી મહેમાનોની ટિપ્પણીઓ, વિશ્લેષણ, રમૂજનાં વરસાદનો લ્હાવો મળશે.

જિઓ ક્રિકેટ પ્લે અલોન્ગઃ જિતો ધન ધના ધન રમત જિઓ ક્રિકેટ પ્લે અલોન્ગ ભારતના તમામ સ્માર્ટફોન યૂઝર્સ રમી શકશે. આ રમત 11 ભારતીય ભાષાઓમાં રમી શકાશે. 7 અઠવાડિયાઓમાં 60 મેચો હશે અને મેચ દરમિયાન જિયો રિયલ ટાઈમ વાતચીત મારફત યૂઝર્સનાં અનુભવને અનોખી રીતે પ્રસ્તુત કરાશે.

જિઓ ધન ધના ધન જોવા માટે MyJio App ડાઉનલોડ કરવાનું રહેશે અને ત્યારબાદ પ્લે બટન દબાવવાનું રહેશે.

માય જિઓ એપ પર લાઈવ મોબાઈલ ગેમ જિઓ ક્રિકેટ પ્લે અલોન્ગનાં લોન્ચ પ્રસંગે ચીયરલીડર્સ સાથે કપિલ દેવે ડાન્ય કર્યો… જુઓ વીડિયો…

httpss://youtu.be/LSYYPMqRSEg

(અહેવાલ, તસવીરો, વીડિયોઃકેતન મિસ્ત્રી)