‘અમેરિકન આઈડોલ’ શોમાં છવાઈ અલીસા રઘુનંદન

ભારતીય મૂળની 15 વર્ષની ગાયિકા અલીસા રઘુનંદને અમેરિકામાં લોકપ્રિય થયેલા સિંગિંગ રિયાલિટી શો ‘અમેરિકન આઈડોલ’માં એવો જોરદાર પરફોર્મન્સ બતાવ્યો કે જજીસ ખૂબ જ પ્રભાવિત થઈ ગયા અને અલીસા રાતોરાત સ્ટાર બની ગઈ છે.

અલીસાએ ગ્રેમી એવોર્ડ માટે નામાંકિત થયેલી, જાણીતી અમેરિકન ગાયિકા, ગીતકાર કેટી પેરી ઉપરાંત અન્ય બે જજ – લિયોનેલ રિચી અને લ્યૂક બ્રાયનને પણ પોતાની ગાયકીની ટેલેન્ટથી ઈમ્પ્રેસ કર્યાં હતાં.

અલીસાએ સ્પર્ધા વખતે જાણીતી અમેરિકન ગાયિકા અને અભિનેત્રી એરિયાના ગ્રાન્ડેએ ગાયેલું ગીત ‘ઓલમોસ્ટ ઈઝ નેવર ઈનફ’ ગાયું હતું. અલીસાએ તેનાં ઉત્કૃષ્ટ પરફોર્મન્સને કારણે હોલીવૂડ માટેની પ્રતિષ્ઠિત એન્ટ્રી પ્રાપ્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે, કેટી પેરી સહ-અભિનેતા કોમેડિયન રસેલ બ્રાન્ડને પરણી છે. બંનેએ 2010માં રાજસ્થાન આવીને લગ્ન કર્યા હતા. અલીસાનો પરફોર્મન્સ જોઈ, એને ગાતાં સાંભળીને કેટીએ કહ્યું હતું કે, હું તારાથી ખૂબ જ પ્રભાવિત થઈ છું, યૂ આર ટોપ-10.

આ શોનું હાલ અમેરિકામાં શૂટિંગ ચાલે છે અને એ ટૂંક સમયમાં જ ઝી કેફે ચેનલ પર ભારતીય ટેલિવિઝન પ્રીમિયર તરીકે રજૂ થશે.

અલીસાએ તેની ગાયકીની કળાને આ ઊંચાઈ સુધી લાવી શકવાનો શ્રેય એનાં પિતા ડેનિસ રઘુનંદનને આપ્યો છે. અલીસાની માતા નથી. ડેનિસ રઘુનંદને જ દીકરી અલીસાનો ઉછેર કર્યો છે.

અલીસાએ કહ્યું કે મારી મ્યુઝિક કારકિર્દીને ઘડવામાં મારાં પિતાનું સંપૂર્ણ યોગદાન રહ્યું છે. તેઓ એનાં દરેક ઓડિશન તથા દરેક પરફોર્મન્સ વખતે હાજર રહ્યાં છે.

2016માં, ભારતીય-અમેરિકન સોનિકા વૈદે ટોપ-ફાઈવ સિદ્ધિ હાંસલ કરી હતી. એ તબક્કે પહોંચનાર તે પહેલી ભારતીય-અમેરિકન ગાયિકા હતી.

(જુઓ અલીસા રઘુનંદનનો પરફોર્મન્સ)

httpss://youtu.be/AEOiOOW1evE

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]