૧ આયશેડો પેલેટ જુદી જુદી ૮ રીતે ઉપયોગ કરો

CourtesyNykaa.com

કરકસર વિશેની કહેવત તો તમે સાંભળી જ હશે. હવે એ જ કૌશલ્યનો ઉપયોગ તમે તમારા મેકઅપમાં પણ કરી શકો છો. એમાં તમે જગ્યા અને પૈસાનો બચાવ કરી શકશો એટલું જ નહીં, પણ તમે ખૂબ સુંદર દેખાશો અને તમારાં સુપર કૂલ લુક દ્વારા મિત્રવર્તુળમાં છવાઈ જશો. માત્ર એક જ ન્યૂડ આયશેડો પેલેટની જુદી જુદી આઠ રીતે કેવી રીતે ઉપયોગ કરાય એ વિશે અહીં તબક્કાવાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે. એ દ્વારા તમે તમારાં ચહેરા, ભમ્મર, ગાલ અને હોઠને સુંદર બનાવી શકો છો. ઉપયોગી માહિતી પીરસવા માટે અમે લોકપ્રિય Maybelline New York The Nudes Eyeshadow Palette નો સહારો લીધો છે. આ તૈયાર કરીને તમે પણ ચકિત થઈ જશો. એક વાર તમે આ ટેકનિક શીખી લેશો તો અમને ખાતરી છે કે તમે તમારી રીતે અન્ય શેડ્સ અને પ્રોડક્ટ્સ અપનાવતા થઈ જશો.

તો જાણી લો, જુદી જુદી ૮ રીતે એક આયશેડો પેલેટનો કેવી રીતે ઉપયોગ કરવોઃ


તમારી ભમ્મરમાં રંગ ભરવા માટે

ભમ્મરને સામાન્ય રીતે સજાવવા માટે તમારે કોઈ ફેન્સી આયબ્રો પ્રોડક્ટ્સ પાછળ ખર્ચો કરવાની જરૂર નથી. તમારી ભમ્મર પર પાવડર શેડોનો ઉપયોગ કરવાથી એ વધારે કુદરતી લાગશે અને એ લગાડવામાં પણ ખૂબ જ આસાન છે. સખત અને એંગલવાળું બ્રશ લો અને તમારી ભમ્મરને મેટ શેડોનો રંગ આપો. (અમે ૬ નંબરના શેડનો ઉપયોગ કર્યો છે). તમારી આર્ચ શેપવાળી ભમ્મર સુંવાળી બનાવવા માટે આય શેડો બ્રશનો ઉપયોગ કરો.

 


તમારી આંખોને હાઈલાઈટ કરવા માટે

સવારે આંખોમાં ચમક સાથે ઊઠી શક્યા ન હો તો ચિંતા નહીં કરવાની. એ માટે હવે એક આસાન, ઝંઝટ-મુક્ત અને સસ્તો ઉપાય આવી ગયો છે. પેલેટના શેડ નંબર-૧નો માત્ર એક નાનકડો થપ્પો લગાડવાનો. એનાથી આંખોની આસપાસનો આખો ભાગ તરત જ ચમકવા માંડશે. આ આસાન બ્યુટી ટીપ તમારી આંખોને પૂરી ઉઘાડશે, મોટી કરશે અને ચમકદાર પણ બનાવશે.

 


આંખના ખાડાને કોન્ટુરિંગ કરવા માટે

કોન્ટુરિંગ ટેકનિક દ્વારા તમારી આંખોને વધારે સુંદર બનાવો. અમે આંખના ખાડાને કુદરતી શેડો આપવા માટે શેડ નંબર-૮નો ઉપયોગ કર્યો હતો. આમાં એક સલાહ છે કે, શેડો લગાવતી વખતે આંખોને ખુલ્લી રાખવી, જેથી તમારી આંખો વધારે ઘેરી લાગે.

 

 

 


તમારા ગાલને કોન્ટુર કરવા માટે

તમારા ગાલની નીચેના ભાગમાં શેડો વધારવા માટે અને તમારા ચહેરાને વધારે શાર્પ એન્ગલ્સ આપવા માટે આ ખૂબ જ આસાન રીત છે. તમારા સ્કિન ટોન કરતાં વધારે ડાર્ક હોય એવા બે શેડ પસંદ કરો. અમે એવો લુક મેળવવા માટે શેડ નંબર-૧૦ અને નંબર-૭ને મિક્સ કર્યા હતા. કાનપટ્ટી અને ગાલની લાઈનમાં ફેરવવા માટે કોન્ટુર બ્રશનો ઉપયોગ કરો.

 

 


ભીનાં આયલાઈનર તરીકે

તમારી આંખોને સુંદર બનાવવા માટે એન્ગલવાળા બ્રશ વડે તમારી પાંપણની લાઈન પર એક નાનકડો શેડો ફેરવી દો. રંગને વધારે ઘેરો બનાવવા માટે તમે બ્રશને સહેજ ભીનું પણ કરી શકો છો. આ લુક માટે અમે શેડ નંબર-૧૨નો ઉપયોગ કર્યો છે. આ ટેકનિકની ઉત્તમ બાબત એ છે કે દરરોજ જુદા જુદા લુક ટ્રાય કરવાની તમને છૂટ મળી રહે છે. તમે લાઈટ બ્રાઉનમાંથી પસંદગી કરી શકો છો (પોપચા પર આછા રંગ માટે) અથવા વધારે ડાર્ક શેડ લગાડી શકો છો (વધારે ફેન્સી લુક માટે).


સૂકા આયલાઈનર તરીકે

તમને રાતનો ઉજાગરો થયો હોય અને તમને એવો વિચાર આવે હોય કે આંખોની લાલાશને કેવી રીતે છુપાડવી? તો પેલેટનો શેડ નંબર-૩ તમને મદદરૂપ થશે. તમારી વોટરલાઈન પર રંગનો એક સહેજ થપ્પો લગાવો. ત્યારબાદ લાઈનને સુંવાળી કરી દો. એ માટે તમે કોઈ સુંવાળું એપ્લિકેટર બ્રશ પણ વાપરી શકો છો.

 

 

 


ગાલના હાઈલાઈટર તરીકે

શું તમે તમારું કોન્ટુરિંગ કિટ ઘેર ભૂલી ગયા છો? કોઈ ચિંતા ન કરો. માત્ર પેલેટમાંથી શેડ નંબર-૧૧નો ઉપયોગ કરો અને એનું જાદું જુઓ. પર્લી ન્યૂડ શેડ તમારા ચહેરાના મુખ્ય ભાગોને ખાસ ચમકાવશે અને અદ્દભુત ફિનિશ આપશે. તમે તમારી હાંસડી ઉપર પણ આ જ શેડોનો ઉપયોગ કરી શકો છો, આનાથી બહુ સેક્સી ચમક આવશે. સુંવાળા બ્રશ વડે રંગોનું બરાબર મિશ્રણ કરો. વાહ! બહુ સરસ.

 


ન્યૂડ લિપ્સ્ટીક તરીકે

શું તમારી મેકઅપ કિટમાંની ન્યૂડ લિપ્સ્ટીક્સ લગાડીને હવે કંટાળી ગયા છો? તો આ આય શેડો પેલેટ પણ તમારા પાઉટ ઉપર એટલું જ સરસ કામ કરે છે. તમારા હોઠ પર સહેજ કન્સીલરનો થપ્પો લગાવો જેથી રંગ લગાડવા માટે એક સરસ કેન્વાસ તૈયાર થશે. ત્યારબાદ કોઈક નાનકડા બ્લેન્ડિંગ બ્રશ વડે શેડ નંબર-૭ને તમારા હોઠ પર ધીમેથી ઘસો. છેલ્લે તમારી આંગળી વડે એને મિક્સ કરી દો.