સુંદર, જાજરમાન અભિનેત્રી ઐશ્વર્યાને ૪૪મા જન્મદિન નિમિત્તે શુભેચ્છા

બોલીવૂડ એટલે મસાલેદાર, મનોરંજક સમાચારો અને ગોસિપ્સથી ભરપૂર હિન્દી ફિલ્મ જગત. એમાં કંઈ ને કંઈ અવનવું બન્યા જ કરે. બોલીવૂડની અમુક નોખી-અનોખી વાતો અહીં પ્રસિદ્ધ કરીએ છીએ. નવા સમાચારોની સાથોસાથ એક સમયના લોકપ્રિય ‘જી’ મેગેઝિનમાં પ્રસિદ્ધ  માહિતી પણ વાંચીએ… તો ‘જી’નો ખજાનો ખુલે છે… જાજરમાન અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચનથી, એનાં જન્મદિન નિમિત્તે

સુંદર માંજરી આંખો અને અપાર સુંદરતાને કારણે લાખો લોકોનાં દિલ-દિમાગ પર છવાઈ ગયેલી બોલીવૂડની અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય-બચ્ચન આજે પોતાનો ૪૪મો જન્મદિવસ ઊજવી રહી છે. કર્ણાટકના મેંગલોર શહેરમાં ૧૯૭૩ની ૧ નવેંબરે જન્મેલી ઐશ્વર્યાને સ્કૂલ વિદ્યાર્થિની હતી એ જ વખતથી મોડેલિંગ માટેની ઓફર મળવા લાગી હતી.

ઐશ્વર્યા જ્યારે ૯મા ધોરણમાં ભણતી હતી ત્યારે જ એણે પહેલી એડ ફિલ્મ કરી હતી. તે એક પેન્સિલની એડ હતી.
૧૯૯૪માં મિસ વર્લ્ડ ખિતાબ જીતનાર અને ૧૯૯૭માં બોલીવૂડમાં કારકિર્દીનો આરંભ કરનાર ઐશ્વર્યાએ ૨૦૦૭માં સહ-અભિનેતા અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. બંનેને આરાધ્યા નામે પુત્રી છે.

(ઐશ્વર્યા રાય-બચ્ચન વિશે એનાં સહ-કલાકારો અને દિગ્દર્શકો શું કહે છે? વાંચો ‘જી’નો ફેબ્રુઆરી-૨૦૦૩નો લેખ…નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો)

https://chitralekha.com/aish1.pdf

ઐશ્વર્યા અચ્છી શાસ્ત્રીય નૃત્યાંગના પણ છે. એનો ફાયદો એને પોતાની દેવદાસ, ઉમરાવ જાન, જોધા અકબર જેવી ફિલ્મોમાં પણ મળ્યો હતો.

૨૦૦૯માં ‘પદ્મશ્રી’ ખિતાબથી સમ્માનિત ઐશ્વર્યાને હિન્દી, કન્નડ, અંગ્રેજી ઉપરાંત તામિલ, તેલુગુ અને મરાઠી ભાષા બોલતાં પણ આવડે છે.

ઐશ્વર્યા રાય-બચ્ચનઃ પરિચય…