વસ્ત્રો કોઈ પણ હોય, માનુનીઓ અપનાવી રહી છે સેલિબ્રિટી મેટ મેકઅપ સ્ટાઇલ

દેશભરમાં યુવતીઓ માટે ફેશન અને ટ્રેન્ડ઼નો મોટો સ્ત્રોત બોલિવૂડ અને  હોલિવૂડની અભિનેત્રીઓ હોય છે. અહીંથી જ દેશભરના ખૂણે ખૂણાની યુવતીઓ ફેશન અને સ્ટાઇલના ટ્રેન્ડને અનુસરે છે. ઉપરાંત સિરિયલો પણ આ માટેનું મોટું ઉદભવસ્થાન છે. હાલમાં ફ્રીલવાળા વસ્ત્રો ફેશનમાં છે અને તેની સાથે જ જો મેકઅપ ટ્રેન્ડની વાત કરીએ તો મેટ મેકઅપ અત્યારે ટ્રેન્ડી બન્યો છે. કોઈ પણ ખાસ પ્રસંગે તૈયાર થવું હોય તો  મેટ મેકઅપ અત્યારે બ્યુટીશિયનની પ્રથમ પસંદગી છે. કારણ કે તે  ફોર્મલ તેમજ  પ્રસંગોપાતના ભારે વસ્ત્રો સાથે ઝડપી સૂટ થઈ જાય છે.

મેટ મેકઅપ પાર્ટીથી માંડીને ઓફિસ સુધી દરેક જગ્યાએ ચહેરા પર સૂટ થઈ જાય છે. તો ચાલો આજે  ફેશનેબલ વસ્ત્રોની સાથે સૂટ થતા મેટ મેકઅપ વિશે પણ માહિતી મેળવીએ. જેથી તમે આવનારી તહેવારોની સિઝન માટે મેટમેકઅપ કિટ વસાવી શકો અથવા તમારી પાસે મેટ મેકઅપ હોય તો  તેનો ઉપયોગ કરી શકો.

મેટમેકઅપની ખાસિયત અંગે વાત કરીએ તો  તે ત્વચાને  ગ્લોઇંગ, ફ્રેશ અને  પ્રાકૃતિક સુંદરતા બક્ષે છે.  અને તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. તે ત્વચા પર સ્વાભાવિક લાગે છે જ્યારે ગ્લોસી મેકઅપમાં દેખાઈ આવે છે કે તમે મેકઅપ કર્યો છે. મેટમેકઅપમાં એવા તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે.  જે ત્વચાને સુરક્ષિત રાખીને  ચહેરાને ચમકાવવાનું કામ કરે છે.  કારણ કે તેમાં રિફલેક્ટિવ પોઇન્ટ હોય છે.  જે ત્વચા પર ફેલાયેલા મેકઅપને એક ખાસ લુક આપે છે.

મેકઅપ ચહેરાને સુંદરતા બક્ષતો હોય છે. પરંતુ જેની ત્વચા તૈલીય હોય તેના માટે મેકઅપ એ મોટી સમસ્યા બની જતો હોય છે. કારણ કે ત્વચામાંથી નીકળતું તેલ મેકઅપને થોડા જ સમયમાં ખરાબ કરી નાંખે છે.  અને ધૂળ તેમજ રજકણો ચહેરા પર સહેલાઇથી ચોટી જઇને  મેકઅપવાળા લુકને ખરાબ કરી નાંખે છે.  માટે  ઓઇલી ત્વચા પર મેકઅપ કરતી વખતે સૌથી પહેલા પ્રાઇમરનો ઉપયોગ કરવો જોઈએ. અને હા આ પ્રાઇમર જો મેટ ફિનિશનું હોય તો તે ઉત્તમ છે.

હાલમાં પ્રાઇમરથી માંડીને લિપસ્ટિક, ફાઉન્ડેશન, મસ્કારા, લાઇનર, લિપસ્ટિક, આઇશેડો જેવી તમામ વસ્તુઓ મેટ કિટમાં જુદી જુદી બ્રાન્ડમાં મળે છે. મોટા ભાગે લોકો  મેટ મેકઅપને ડ્રાય મેકઅપ તરીકે  વાપરે છે. અને ઘણાને એવું લાગે છે કે મેટ મેકઅપ ત્વચાને સૂકી કરી નાંખે છે પરંતુ તેવું નથી.મેટ મેકઅપ તમારી ત્વચાના ડાઘાને  દૂર કરીને નેચરલ લુક આપે છે.

છેલ્લા થોડા સમયથી બોલિવૂડમાં આ ટ્રેન્ડ ફૂલ્યો ફાલ્યો છે. મોટા ભાગની અભિનેત્રીઓ પોતાની ફિલ્મો તેમજ ફંક્શનમાં આ પ્રકારનો મેકઅપ વાપરવાનું પસંદ કરતી થઈ છે. કારણ કે મેટ મેકઅપ કરવાથી એકટ્રેસનો ફેસ કુદરતી સુંદરતા ધરાવતો લાગે છે.  મેટ મેકઅકા પમાં દીપિકા  પાદુકોણ, અનુષ્કા શર્મા, દિશા પટાણી, કરીના કપૂર ખાન વગેરે મોટા પ્રમાણમાં જોવા મળે છે.

મેટ મેકઅપની એક બીજી ખાસિયત એ છે કે તે એકદમ લાઇટ વેઇટ હોય છે. તેથી તમને આખો દિવસ તે તવ્ચા પર ભારે લાગતા નથી. વળી તમે લિમિટેડ કોસ્મેટિક્સની મદદથી  રૂટિન દિવસોમાં પણ ફ્લોલેસ સ્કિન મેળવી શકો છો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]