દરેક સ્કિન ટોન માટેની લિપ્સ્ટીક

CourtesyNykaa.com

વાસ્તવિક્તાઃ ગૂગલ પર ટોપ સર્ચમાંનું આ એક હતું. અમે જ્યારે છેલ્લે ચેક કર્યું હતું ત્યારે એના 2,07,00,000 રિઝલ્ટ્સ હતા. અમે નાયકામાં ઘણી વાર એવો સવાલ પૂછતાં હોઈએ છીએ કે તમારા સ્કિન ટોન પર લિપ્સ્ટીકનો કયો રંગ શ્રેષ્ઠ લાગશે. અને જ્યારે અમે આ સવાલ અમારા મહિનાનાં સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ નમ્રતા સોનીને પૂછ્યો ત્યારે એમણે કહ્યું, ‘તમને જો તમારો અન્ડરટોન ખબર હોય તો તમે લિપ્સ્ટીકનો કોઈ પણ રંગ પસંદ કરો, એ ઉત્તમ જ રહેશે.’ તો સવાલ એ છે કે ભારતીય ત્વચા માટે શ્રેષ્ઠ લિપ્સ્ટીક રંગ કયો?

અન્ડરટોન વિશેની જાણકારી

એમની વાત સાવ સાચી છે. તમારી ત્વચામાં અન્ડરટોન્સ જ એ બેઝ કલર્સ હોય છે જે નક્કી કરે છે કે તમે ગરમ, ન્યુટ્રલ કે ઠંડા રંગવાળા છો. અને આ જાણવાની એક રીત છેઃ શું સૂર્યના તડકામાં રહેવાથી તમારી ત્વચા બળી જાય છે કે કાળી પડી જાય છે? જો તમારી ત્વચા બળીને લાલ થઈ જતી હોય તો તમારો અન્ડરટોન ઠંડો છે. જો કાળી પડી જતી હોય તો તમારો અન્ડરટોન ગરમ છે. નમ્રતા પાસે બીજી પણ નક્કર જાણકારી છેઃ ‘તમારા કાંડા પરની નસનો રંગ જુઓ – બ્લુ હોય તો એનો મતલબ એ કે અન્ડરટોન સામાન્ય રીતે ઠંડો છે તથા લીલો હોય તો મતલબ એ કે ગરમ છે, પરંતુ જો તમને ચોક્કસ ખબર પડતી ન હોય તો તમારો અન્ડરટોન ન્યુટ્રલ હોઈ શકે.’ હજીય મુંઝવણ છે? એમની સલાહ છે કે બાથરૂમમાં પ્રકાશ નીચે ઊભાં રહો, માથા પર સફેદ કપડું વીંટાળી દો અને ખભાની ફરતે સફેદ ટુવાલ રાખો. ‘જો તમારી ત્વચા સોનાનો નેક્લેસ પહેરીને ચળકાટ મારે તો તમારો અન્ડરટોન ગરમ છે. જો ચાંદીનો નેક્લેસ પહેરીને ત્વચા ચમકે તો તમારો અન્ડરટોન ઠંડો સમજવો.’ તો હવે, તમારી ત્વચાનાં મેલાનિનને ધ્યાનમાં લઈને તમારા માટે શ્રેષ્ઠ લિપ્સ્ટીકની પસંદગી કરો.

આ છે, ભારતીય ત્વચા માટેના શ્રેષ્ઠ લિપ્સ્ટીક શેડ્સ – ડસ્કી, ઘઉંવર્ણી કે ગોરી ત્વચા માટેઃ

૧. લાલ

‘ભારતીયો સામાન્ય રીતે લાલ અને તેજસ્વી રંગ પહેરવાથી અચકાતા હોય છે, કારણ કે એમને એમ લાગે છે કે એ સારો નહીં લાગે. તો અહીં એક આસાન ઉકેલ છેઃ ઓલિવ અને ડસ્કી ત્વચા અને પીળા અન્ડરટોન પર લાલ રંગ અને સાથે થોડીક માત્રામાં ઓરેન્જ રંગ બહુ જ સુંદર લાગશે. બીજું, એવી રેડ લિપ્સ્ટીક, જેમાં થોડીક માત્રામાં વાઈન રંગ હોય તે શેડ ઠંડા અન્ડરટોન્સ પર ઉત્તમ લાગશે. ડસ્કી ત્વચાવાળી સ્ત્રીઓ ઘેરો બેરી જેવો રંગ પસંદ કરી શકે છે.’

નાયકાની સલાહ છેઃ

Nykaa So Matte Lipstick Collection, Notorious Red (ઓરેન્જ અન્ડરટોન સાથે), Colorbar Velvet Matte Lipstick – 58 BARE (વાઈનનાં રંગ સાથે), L’Oreal Paris Pure Reds Color Riche Collection Star Lipsticks – Pure Rouge (બેરીનાં રંગ સાથે) અને For The Love Of Red- Lakme 9 to 5 Primer + Matte Lip Color – LC MR1 Red Coat.


૨. ગુલાબી

‘હું જાણું છું કે બ્રાઉન રંગ સૌથી વધારે પસંદ કરાય છે, પણ એનું કારણ એ છે કે મોટા ભાગની ભારતીય છોકરીઓ એવું સમજે છે કે તેજસ્વી રંગોમાં તેઓ સારી નહીં દેખાય. એમના વિશે મારું એમ કહેવું છે કે, ગુલાબી લિપ્સ્ટીક ટ્રાય કરો. સવારના સમયમાં હલકો રંગ પસંદ કરો અને સાંજના સમય માટે તેજસ્વી રંગ પસંદ કરી જુઓ. નમ્રતા કહે છે કે ‘ગુલાબીમાં તો દરેક જણ સરસ જ લાગે અને રંગની પસંદગી કરવા માટે તો તમારી પાસે ભરપૂર અવકાશ હોય છે. જેમ કે એકદમ બેબી પિન્કથી લઈને હોટ પિન્ક અને કોરલી પિન્કની વચ્ચેનો કોઈ રંગ. અને જો તમારે બ્રાઉન જ પસંદ કરવો હોય તો બેરી કે વાઈન રંગ બ્રાઉન લિપ્સ્ટીક ટ્રાય કરી જુઓ,’ એમ નમ્રતા વધુમાં કહે છે.

નાયકાની સલાહ છેઃ

Nykaa Paintstix – Tender Rose 05 (લાઈલાકના રંગ સાથે), NYX Professional Makeup Liquid Suede Cream Lipstick (બબલ ગમી પિન્ક સાથે), Diana Of London Pure Addiction Lipstick – 35 (નિયોન પિન્ક) અને Lakme Absolute Sculpt Matte Lipstick (a coral pink).


૩. જાંબુડી

‘મહેરબાની કરીને એવા હલકા જાંબુડી રંગથી દૂર રહેજો, જે લાઈલાક રંગ જેવા મળતા આવતા હોય.’ ગરમ અને ઠંડા અન્ડરટોન પર જાંબુડી રંગની લિપ્સ્ટીકનો ઘેરો શેડ સરસ લાગશે. ‘હું સલાહ આપીશ પ્લમ શેડ્સની જે ભારતીય લોકોની ત્વચા અને બ્રાઉન આંખો સાથે સુંદર વિરોધાભાસ કરે છે.’ ૯૦ના દાયકાની સ્થિતિને પુનર્જિવીત કરવી હોય તો આ પસંદ કરો.

નાયકાની સલાહ છેઃ

Nykaa So Matte Lipstick – Mischievous Plum 10 M (બેરીનાં રંગ સાથે જાંબૂડી), L.A. Colors Matte Lipstick, Entice (રીંગણા જેવા જાંબૂડી રંગ સાથે) અને To Purple Or Not To Purple -Lakme Absolute Matte Melt Liquid Lip Color – Wine n Dine (6ml).

તમારી લિપ્સ્ટીકની પસંદગી થઈ ગઈ છે તો અમે તમને ભારતીય ત્વચાના સ્કિન ટોન પ્રમાણે લિપ્સ્ટીક શેડ્સની જાણકારી આપીએ છીએ.


૪. ડસ્કી ત્વચા માટે લિપ્સ્ટીક શેડ્સ

વ્યાપક માન્યતાથી વિપરીત, ડસ્કી સ્કિન ટોન્સ પર સ્ટાઈલ કરવાનું સૌથી આસાન હોય છે. કાળી ત્વચા માટેની લિપ્સ્ટીક નક્કી કરવાનું વધારે આસાન છે, કારણ કે ડસ્કી ટોન પોપ્પી શેડ્સ માટે બ્લેન્ક કેન્વાસ તરીકે કામ કરે છે. કોપર બ્રાઉન અને પીચ જેવા ન્યુટ્રલ શેડ્સ દિવસના માટે સુંદર લાગે છે, જ્યારે લાલ, મજેન્ટા અને ટોપ જેવા શેડ્સ સાંજના પહેરવેશ પર સરસ લાગશે.

નાયકાની સલાહ છેઃ

Deborah Milano Red Lipstick – 3 Copper Blazer, Maybelline New York Color Show Matte Lipstick – Peach Personality M303, Dazller Eterna Superstay Lipstick – 917 Magenta, Colorbar Creme Touch Lip Color – Taupe અને Lipstick Shades For Dusky Skin – Lakme 9 to 5 Weightless Matte Mousse Lip & Cheek Color – Blush Velvet (9gm)


૫. ઘઉંવર્ણી ત્વચા માટેના લિપ્સ્ટીક શેડ્સ

હવે વાત કરીએ ઘઉંવર્ણી ત્વચા માટેના શ્રેષ્ઠ લિપ્સ્ટીક શેડ્સ વિશે. મીડિયમ સ્કિનટોન માટે લિપ્સ્ટીક શેડ્સ પસંદ કરવાનું અમારી મદદ લેવાથી અઘરું નહીં લાગે. દિવસના ભાગના રંગો માટે ન્યૂડ્સ અને હળવા કોરલ્સ પસંદ કરો. સાંજના સમયે જ્યારે તમે પાઉટ કરવા માગો છો ત્યારે લાલ, બરગન્ડી, વાઈન કે બેરીઝને પસંદ કરો. વાસ્તવમાં, ઘઉંવર્ણા સ્કિનટોનવાળી સ્ત્રીઓને વેમ્પી શેડ્સ બહુ જ સરસ જામે.

નાયકાની સલાહ છેઃ

Lakme 9 to 5 Primer + Matte Lip Color – Coral Date, Nykaa Pout Perfect Lip & Cheek Velvet Matte Crayon Lipstick – Brick Me Red 04, L’Oreal Paris Color Riche Shine On Lipstick – 907 Burgundy Craze, Lakme 9 to 5 Crease-less Creme Lipstick – CP10 Wine Order.


૬. ગોરી ત્વચા માટેના લિપ્સ્ટીક શેડ્સ

ગોરી ત્વચા માટે લિપ્સ્ટીક રંગો પસંદ કરવાનું સૌથી આસાન હોય છે, કારણ કે તમારી ત્વચા પર મોટા ભાગના રંગ આકર્ષક જ લાગે. ઉપરાંત, કોઈ તેજસ્વી રંગ પણ તમારા ચહેરા પર અતિશય લાગે કોઈ શક્યતા નથી. લોહી જેવો લાલ, ફૂશિયા કે પ્લમ્સ – એવો કોઈ પણ રંગ નથી જે ગોરી ત્વચાવાળી છોકરી પર તમને નહીં ગમે.

નાયકાની સલાહ છેઃ

NYX Professional Makeup Simply Red Lip Cream – Maraschino, Wet n Wild MegaLast Liquid Catsuit Matte Lipstick – Nice To Fuchsia, L’Oreal Paris Infallible Le Rouge Lipstick – 737 Persistent Plum અને Lipstick Shades For Fair Skin- Lakme Absolute Matte Melt Liquid Lip Color – Pink Poison(6ml).

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]