વાળની દરેક ચિંતા માટે ઘરમાં જ માસ્ક બનાવો… તમારી જાતે જ

CourtesyNykaa.com

તમારે તમારાં લાંબા વાળની ગંભીરતાથી કાળજી લેવાની જરૂર છે. તો એના માટે તમે શું કરશો? શું કોઈ નવા ખર્ચાળ સલૂનની અપોઈન્ટમેન્ટ લેશો? ના, એવું કરવાની જરૂર નથી. કેટલીક વાર વાળની શ્રેષ્ઠ પ્રકારની સંભાળ તમારા રસોડામાં જ મળી શકે એમ છે.

જુદી જુદી સમસ્યાઓ માટે ઘરમાં જ હેર માસ્ક્સ કેવી રીતે બનાવવા એની જાણકારી અહીં આપી છેઃ


આને કહેવાય ચમક…

મજબૂત અને ચમકદાર વાળ માટે બે મહત્ત્વનાં તત્ત્વો છે – પ્રોટીન અને મોઈશ્ચર. બે ચમચી Kama Ayurveda Extra Virgin Organic Coconut Oil લો અને એને ૩૦ સેકંડ સુધી ગરમ કરો. એને ઈંડાના બે સફેદ ભાગમાં મિક્સ કરીને હલાવો. આ મિશ્રણને તમારા ભીના વાળમાં લગાડો, એ વાળનાં મૂળ સુધી ઉતરે એ રીતે મસાજ કરો. ત્યારબાદ ૧૫ મિનિટ સુધી એને તેમ જ રહેવા દો અને પછી શેમ્પૂથી ધોઈ નાખો. અઠવાડિયામાં આ એક વાર લગાડો અને વાળને બનાવો ચમકદાર.


વાળને બનાવો જાડાં

વાળ પાતળા થવાની સમસ્યા કોઈને ન ગમે. એટલે અહીં પ્રસ્તુત છે હંમેશાં ઉપયોગી થાય એવું માસ્ક, જે તમે જાતે જ તમારાં ઘરમાં બનાવી શકો છો. કોળું એવી વસ્તુ છે જેમાં પોટેશ્યમ તથા વિટામીન-A ભરપૂર માત્રામાં હોય છે જેનાથી વાળનો ગ્રોથ વધે છે. કોળાને ફૂડ પ્રોસેસર કે બ્લેન્ડરમાં મિક્સ કરી એના બે કપમાં એક ચમચો ભરીને દહીં, એક ચમચો Organic India Coconut Oil અને એક ચમચો મધ ઉમેરો. આ મિશ્રણને ભીના વાળમાં લગાડો. વાળને એક પ્લાસ્ટિક કેપ વડે ઢાંકી દો અને ૧૫ મિનિટ એમ જ રહેવા દો. ત્યારબાદ તમારા રેગ્યૂલર શેમ્પૂ અને કન્ડિશનરથી વાળને સંપૂર્ણપણે ધોઈ નાખો. આ માસ્કનો ઉપયોગ અઠવાડિયામાં એક વાર કરો.


ચીકણા વાળથી મળે છૂટકારો

હીટ પ્રોટેક્શન સ્પ્રે, મૂસ, જેલ અને ખારા પાણીને કારણે પણ વાળ દુબળા અને નિસ્તેજ બની જાય છે. એપલ સાઈડર વિનેગરમાં રહેલાં આલ્ફા હાઈડ્રોક્સી એસિડ્સ આ બધો જે ભરાવો થાય એને ઓગાળીને દૂર કરે છે. ૧/૪ કપ Healthvit Apple Cider Vinegarને એક કપ પાણીમાં મિક્સ કરો. આ મિશ્રણને કન્ડિશનિંગ કર્યા બાદ તમારા વાળમાં લગાડો. પછી ધોઈ નાખો.


સમસ્યા સૂકા વાળની…

સૂકાઈ ગયેલા છિદ્રોને ભરવા માટે તમારે સુપર મોઈશ્ચરાઈઝિંગ, ડીપ કન્ડિશનિંગ હેર પેકની જરૂર છે. Juicy Chemistry Cold Pressed Sweet Almond Oil, Forest Essentials Organic Cold Pressed Virgin Coconut Oil, Nyassa Argan Oil અને Soulflower Coldpressed Olive Carrier Oil ને સરખા ભાગે લઈ મિક્સ કરો અને તમારા વાળ પર મૂળથી લઈને છેડા સુધી લગાડો. વાળને શાવર કેપથી ઢાંકી દો અને ૨૦-૩૦ મિનિટ સુધી એમ જ રહેવા દઈ પછી વાળને ધોઈ નાખો.


વાંકડિયા વાળ

આ હેર માસ્કથી તમારાં વાંકડિયા વાળ ફરી સજીવન થઈ શકે છે. એક પાકેલું કેળું લો, એને છૂંદી નાખો અને એમાં બે ચમચી દહીં અને મધ ઉમેરો, સાથે Hedonista Argan Hair Oilનાં બે ટીપાં ઉમેરો. આ તમામને મિક્સ કરીને એક લીસ્સું પેસ્ટ બનાવો અને તમારા માથાના આખા તાલકા પર અને વાળમાં લગાડી દો. વાળને શાવર કેપ વડે ઢાંકી દો અને એમ ૪૫ મિનિટ સુધી રહેવા દો. કોઈ હળવા શેમ્પૂથી વાળને ધોઈ નાખો અને દરેક પખવાડિયે આમ કરો.


વાળ ખરવાની ઝંઝટનો અંત

ઈંડામાં પ્રોટીન અને વિટામીન ભરપૂર માત્રામાં હોય છે જે વાળનાં મૂળને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે, ગ્રીન ટી ઉત્તમ એન્ટીઓક્સિડન્ટ છે અને વાળની વૃદ્ધિ કરે છે. ઈંડાનો એક જરદીવાળો ભાગ લો અને એમાં બે ચમચા ઉકાળેલું Organic India Tulsi Green Tea Classic મિક્સ કરો અને એને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી ફીણ ન આવે. આ માસ્કને તમારા આખા તાલકામાં અને તમારાં લાંબા વાળમાં લગાવી દો. ત્યારબાદ વાળને ૩૦ મિનિટ સુધી શાવર કેપ વડે ઢાંકી દો. વાળ ખરવાની તમારી સમસ્યા દૂર કરવા માટે આ માસ્કને અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણેક વાર લગાવો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]