ફેશનઃ ડિઝાઈનર કેપ્શન જ્વેલરીનો ઇનથિંગ ટ્રેન્ડ

રિવર્તન સંસારનો નિયમ છે અને સમયનું ચક્ર ફરતું જ રહે છે, આમ તો આ આધ્યાત્મિક ક્વોટ છે. પણ આ વાત આપણી ફેશન સ્ટાઇલ પર પણ એટલી જ લાગુ પડે છે. સમય બદલાય તેમ તેમ આપણા કબાટની અંદર રહેલા કપડાંઓ પણ બદલાય છે. ઉનાળામાં આછા રંગો અને ફૂલો. સાથે ફુલસ્લીવ કપડાં તો શિયાળામાં ઘેરા અને જાડા કપડાં. આમ તો આ કપડાંઓની સાથે સાથે જ્વેલરી પણ એટલી જ મહત્વની હોય છે આપણી પર્સનાલિટીને ડિફાઇન કરવા માટે. કોલેજીયન ગર્લના ફંકી નેકલેસ જોઇ લો અથવા કોર્પોરેટ એમ્પલોયના સ્મોલ એન્ડ ડેલીકેટ સેટ જોઇ લો. એટલે કે જેવો દેશ તેવો વેશ. જેવા સમય સંજોગ એ રીતે આપણે જ્વેલરી કેરી કરીએ છીએ. તો આજે આ જ્વેલરી ટ્રેન્ડ વિશે જ થોડી વાત કરીએ.ડિઝાઇનર કપડાંની જેમ હવે ડિઝાઇનર જ્વેલરીએ પણ પોતાનુ સ્થાન બનાવી લીધુ છે. અને એમા પણ અનોખા જ્વેલરી પીસ માટેનો ક્રેઝ વધ્યો છે. શહેરી અને ખાસ તો કોલેજ ગર્લ માટે આ ક્રેઝને સંતોષવાનો ઓપ્શન એટલે કેપ્શન જ્વેલરી. નાના શબ્દો કે વાક્ય બ્રેસલેટ, નેકલેસ તેમજ એન્કલેટમાં કંડારીને બનતી કેપ્શન જ્વેલરી તેના કેપ્શનને કારણે જ આકર્ષણ જમાવે છે.આવા કેપ્શનમાં ફંકી ક્વોટ મોસ્ટલી ફંકી વર્ડ્સ અવેઇલેબલ છે. જેમ કે દેખો મગર પ્યાર સે, નખરેવાલી, દબંગ વગેરે વગેરે. આ ઉપરાંત બે કે ત્રણ પીસના સેટમાં પણ તમને આવી જ્વેલરી મળે છે. અડધાઅડધા મળીને બંને જ્વેલરી પીસના કેપ્શન એક આખુ કોટ બને. પહેલા ખાલી ફ્રેન્ડશીપ ડે પર જ આવા ફ્રેન્ડ્સ ફોરએવરના જ્વેલરી સેટ મળતા પણ હવે તેમાં પણ ઘણી વેરાયટીઝ મળી જાય છે. જેમકે, એક પર લખ્યુ હોય મધર, તો બીજા પર લખ્યુ હોય ડોટર. You are the missing piece of my life જેવા રોમેન્ટિક કે પછી partners in crime જેવા ફંકી ક્વોટ પણ મળે છે. આ તો જો કે મોટા મોટા ક્વોટ છે. પણ આ સિવાય નાના નાના શબ્દોની કેપ્શન જ્વેલરી પણ મળે છે.બજારમાં કેપ્શન જ્વેલરીના ઘણાં ઓપ્શન છે પણ આ ઓપ્શન કદાચ તમને થોડા ફંકી લાગે, સિરિયસ નહીં લાગે. જો તમે સિરિયસનેસ બતાવવા માંગો છો તો સિરિયસનેસ બતાવતી કેપ્શન જ્વેલરી પણ અવેઇલેબલ છે.

દાખલા તરીકે, You&Me, Princes, Always વગેરે વગેરે. અહીં વધુ એક ઓપ્શન એ છે કે તમે સોનામાં કે વ્હાઇટ ગોલ્ડ અથવા તો પ્લેટિનમમાં પણ તમને ગમતા કેપ્શન કંડારાવી શકો. એક કિસ્સો યાદ આવે છે ને… એક વ્યક્તિ કે જેણે 5 વર્ષ સુધી હંમેશા પોતાની પ્રિયતમાને સાથ આપ્યો. બધી તકલીફોમાં બધી મુશ્કેલીમાં. દરેક વખતે તેની પ્રિયતમા જ્યારે Thank you કહીને આભાર વ્યક્ત કરતી, ત્યારે તે હંમેશા જવાબમાં માત્ર Always એટલુ જ કહેતો. પ્રિયતમા પણ તેના આ Alwaysમાં તેના પ્રેમને અનુભવવા લાગી હતી. જ્યારે બધુ સમુસુતરુ પાર ઉતર્યુ અને બંનેના લગ્ન થઇ ગયા. ત્યારે એ વ્યક્તિએ પોતાની પત્ની બનેલી પ્રિયતમાને પ્લેટિનમનું એક બ્રેસલેટ આપ્યુ જેમાં લખ્યુ હતુ Always. જી હા માત્ર Always. આ એક શબ્દ કે જેના પર વર્ષો સુધી તેમનો પ્રેમ ટક્યો હતો અને પાંગર્યો પણ હતો. Always લખેલા એ બ્રેસલેટ જોઇને તેની પ્રિયતમા પણ ભાવુક થઇ ગઇ. વર્ષોના વહાણા વાયા છતાં જ્યારે પણ તે એ બ્રેસલેટ જુએ ત્યારે તેને એ વાત યાદ આવી જાય કે એ કેટલી લકી છે કારણ કે એને નિસ્વાર્થ પ્રેમ કરનાર પાત્ર મળ્યુ છે.આવા તમારા પણ જો કોઇ કિસ્સા હોય, તો એક શબ્દથી તમે પણ એ મોમેન્ટ જીવંત રાખી શકો. આવુ જ કોઇ કેપ્શન તમે પણ ચુઝ કરી શકો. એક શબ્દ જેમાં આખી જીંદગીનો સાર આવી જાય તેવા શબ્દની કેપ્શન જ્વેલરી બનાવીને તમે વારંવાર તે શબ્દ થકી જીવનનો સાર યાદ કરી શકો. એ પળ યાદ કરી શકો જેમાં આખુ જીવન સમાયું હતુ. અને તેને વાગોળીને જીવનનો આનંદ માણી શકો છો.