બોલીવૂડમાં અભિનેત્રી તરીકે દસકો પૂરોઃ દીપિકાને અભિનંદન…

દીપિકા પદુકોણ આજે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં મોખરાની અભિનેત્રીઓમાંની એક છે. આજથી બરાબર દસ વર્ષ પહેલાં દીપિકાએ બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો. એની પહેલી ફિલ્મ હતી ‘ઓમ શાંતિ ઓમ’. દર્શકોને દીપિકાના સ્વરૂપમાં એક દિગ્ગજ અભિનેત્રીની ભેટ આપનાર છે ફરાહ ખાન, જેમણે ૨૦૦૭માં ‘ઓમ શાંતિ ઓમ’ ફિલ્મમાં દીપિકાને બ્રેક આપ્યો હતો. એ ફિલ્મમાં દીપિકાનો હીરો શાહરૂખ હતો.

જાણે આંખના એક પલકારામાં એણે દાયકો પૂરો કરી લીધો હોય એવું લાગે છે. આ દસ વર્ષમાં એ જોતજોતામાં ટોચની અભિનેત્રીઓમાં પોતાનું સ્થાન જમાવવામાં સફળ થઈ છે.

દીપિકાને પગલે રણબીર કપૂર, સોનમ કપૂર જેવા યુવા કલાકારોએ પણ બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી.

આજ સુધીમાં દીપિકા ૨૧ હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

અભિનયની કારકિર્દીમાં દીપિકાની પહેલી ફિલ્મ એક કન્નડ. ૨૦૦૬માં આવેલી એ ફિલ્મનું નામ હતું ‘ઐશ્વર્યા’. એ ફિલ્મ બનાવનાર હતા ઈન્દ્રજિત લંકેશ, જે તાજેતરમાં હત્યા કરાયેલા કર્ણાટકના મહિલા પત્રકાર ગૌરી લંકેશનાં ભાઈ છે.

૩૧ વર્ષીય દીપિકાને હવે રાજપૂત રાણી પદ્માવતી પર આધારિત ઐતિહાસિક વિષયવાળી આગામી હિન્દી ફિલ્મ ‘પદ્માવતી’ પર ઘણો મદાર છે, જે આવતી ૧ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. એમાં તેના સહ-કલાકારો છે – રણવીર સિંહ અને શાહિદ કપૂર.

 અભિનેત્રી તરીકે ચમકેલી દીપિકા પદુકોણની હિન્દી ફિલ્મો
ઓમ શાંતિ ઓમ 2007 શાહરૂખ ખાન
બચના અય હસીનો 2008 રણબીર કપૂર
ચાંદની ચૌક ટુ ચાઈના 2009 અક્ષય કુમાર
લવ આજ કલ 2009 સૈફ અલી ખાન
કાર્તિક કોલિંગ કાર્તિક 2010 ફરહાન અખ્તર
હાઉસફુલ 2010 અક્ષય કુમાર
લફંગે પરિંદે 2010 નીલ નીતિન મુકેશ
બ્રેક કે બાદ 2010 ઈમરાન ખાન
ખેલેં હમ જી જાન સે 2010 અભિષેક બચ્ચન
આરક્ષણ 2011 પ્રતિક બબ્બર
દેસી બોઈઝ 2011 જોન અબ્રાહમ
કોકટેઈલ 2012 સૈફ અલી ખાન
રેસ 2 2013 સૈફ અલી ખાન
યે જવાની હૈ દીવાની 2013 રણબીર કપૂર
ચેન્નાઈ એક્સપ્રેસ 2013 શાહરૂખ ખાન
ગોલિયોં કી રાસલીલા રામ-લીલા 2013 રણવીર સિંહ
હેપ્પી ન્યૂ યર 2014 શાહરૂખ ખાન
પિકુ 2015 ઈરફાન ખાન, અમિતાભ બચ્ચન
તમાશા 2015 રણબીર કપૂર
બાજીરાવ મસ્તાની 2015 રણવીર સિંહ