ડિઝાઇનર ટ્રેન્ડી થમ્બ રિંગનો ક્રેઝ

જકાલ યુવક અને યુવતીઓમાં થમ્બરિંગ પહેરવાની યૂનિસેક્સ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. (યૂનિસેક્સ ટ્રેન્ડ અને ફેશન એટલે એવી વસ્તુઓ તથા આઉટફિટ્સ જેનો ઉપયોગ પૂરૂષ અને સ્ત્રી બંને કરી શકે છે.) સામાન્ય રીતે છોકરાઓ અંગૂઠામાં મેટલની જાડી રિંગ પહેરવાનુ પસંદ કરતા હતા, પરંતુ હવે તો છોકરીઓ પણ એ પ્રમાણેની જાડી રિંગ અંગૂઠામાં પહેરે છે.થમ્બ રિંગની ડિઝાઇન અન્ય આંગળીઓની ડિઝાઇન કરતાં થોડી અલગ અને વિશેષ હોવાથી તરત ધ્યાન ખેંચે  છે. એટલે આજના યુવાનને પોતાની પર્સનાલિટીને રફ એન્ડ ટફ લૂક આપતી થમ્બ રિંગ વધારે આકર્ષે છે.

જે યુવતીઓ જોબ કરતી હોય તે જાડી રિંગ પહેરવાને બદલે અંગૂઠામાં પ્લેટિનમ કે ગોલ્ડન અથવા સિલ્વરની રિંગ પહેરતી જોવા મળે છે.

સામાન્ય રીતે એવું બનતું  હતું કે પહેલાના યુવકો  રિંગ ફિંગરમાં જ સોનાની વીંટી પહેરતા હતા. તેને બદલે આજે યુવકો કેઝ્યુઅલ તથા ફોર્મલ વેર સાથે મેચ થાય તેવી જાડી પ્લેટિનમની કે પંચધાતુની પાતળી રિંગ પહેર છે. આજે યુવક યુવતીઓના આ બદલાતા ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને ઇમિટેશન તથા પ્યોર જ્વેલરીમાં એવી ઘણી ડિઝાઇન બને  છે જે યૂનિસેક્સ હોય

એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા પાર્થ પટેલ તથા તેના સર્કલના છોકરા છોકીઓએ ફ્રેન્ડઝના એક એક સ્પેલિંગની થમ્બ રિંગ બનાવડાવી છે. જે તેમના ગ્રુપનો દરેક સભ્ય પહેરે છે. એ જ ગ્રુપનો  મૌલિ શાહ કહે છે કે જ્યારે બધાની રિંગ સાથે હોય ત્યારે એકસાથે બનતો ફ્રેન્ડઝનો વર્ડ જોઈને અમને આનંદ તથા પોતીકાપણાની લાગણીનો અહેસાસ થાય છે.આંગળીઓમાં તો બધા વીંટી પહેરતા જ હોય છે, પરંતુ અંગૂઠામાં પહેરેલી વીંટી પર્સનાલિટીને કંઇક ખાસ બનાવે છે.

હવેના નવા ટ્રેન્ડ મુજબ સોનામાં પણ થમ્બ રિંગની નવી નવી ડિઝઆઇન જવેર્લસ બનાવવા માંડ્યા છે જેથી લગ્ન જેવા પ્રસંગોમાં પણ આ પ્રકારની રિંગ ભેંટમાં આપી શકાય છે.

કપલ થમ્બ રિંગ

હવે તો કપલ પણ અંગૂઠામાં ખાસ રિંગ પહેરે છે અને બંનેના અંગૂઠામાં તેમના નામના અક્ષર હોય છે જે કપલનું બોન્ડિંગ વધારે છે. આ પ્રકારની સોના કે ચાંદીમાં પણ બનાવડાવીને કપલ પહેરતા હોય છે અથવા તો એકબીજાને ગિફ્ટમાં આપતા હોય છે.

રિંગની ટ્રેન્ડી ડિઝાઇન

થમ્બ રિંગનો ટ્રેન્ડ નાનાથી માંડીને બધાને આકર્ષી રહ્યો છે. એટલે ટીનેજર્સથી માંડીને પ્રૌઢ મહિલાઓ પણ થમ્બ રિંગ પહેરીને નવતર ટ્રેન્ડ સાથે ચાલી રહી છે.

થમ્બ રિંગ માટે એકદમ જાડી તથા એક એક આલ્ફાબેટ લખેલી ફન્કી થમ્બ રિંગ ટીનેજર્સમાં વધારે લોકપ્રિય છે.

કેટલીક યુવતીઓ અને યુવાનો જાડા મેટલ તથા ઓક્સિડાઇઝની થમ્બ રિંગ પસંદ કરે છે.

જોબ કરતા યુવક યુવતીઓ ગોલ્ડ કે પ્લેટિનમ અથવા સિલ્વરમાંથી બનાવેલી સ્પેશિયલ ડિઝાઇનની થમ્બ રિંગ પહેરતા હોય છે.

પ્રૌઢ મહિલાઓ વયને ધ્યાનમાં રાખીને ડાયમન્ડ આધારિત ડિઝાઇનવાળી થમ્બ રિંગ પહેરવાનું પસંદ કરે છે.