સ્ટાઇલિશ ફેશનની સાથે આકર્ષક ફિગર આપશે કોર્સેટ

ફેશન પરસ્ત સ્ત્રીઓ તેમજ યુવતીઓ કોર્સેટ વિશે માહિતગાર થવું જ જોઈએ. ખાસ કરીને જે યુવતીઓ સ્થૂળ છે અને ચરબીના કારણે કેટલાક મનગમતા પોશાકો પહેરી શકતી નથી, તમના માટે કોર્સેટ ખૂબ રાહતરૂપ બની રહે છે. જે સ્ત્રીઓને કોર્સેટનો ખ્યાલ જ નથી તેમને જણાવું કે કોર્સેટ એટલે બસ્ટલાઇનથી માંડીને કમર સુધી જતું આંતરવસ્ત્ર. તેને એવી રીતે બનાવવામાં આવ્યું હોય છે કે તે પહેર્યા બાદ કમર અને પેટ ઉપર એકમદ ચોંટી જાય છે તેને કારણે કમર તથા પેટ ઉપરની ઉપરની ઘણી બધી ચરબી દબાઈ જતી હોય છે અને સ્ત્રીને એક પર્ફેક્ટ ફિગર મળે છે.

ખાસ કરીને જ્યારે પ્રેગ્નન્સી બાદ સ્ત્રીઓના પેટ અને કમર ઉપર ચરબી જામી જતી હોય છે ત્યારે પોશાકની અંદર કોર્સેટ પહેરીને સ્ત્રીઓ પ્રસંગોપાત પર્ફેક્ટ ફિગર સાથે સાડી, ડેનિમ, ફ્રોક જેવા કોઈ પણ પોશાક પહેરી શકે છે. મેટ્રો શહેરની યુવતીઓ તથા સ્ત્રીઓ હવે છૂટથી કોર્સેટનો ઉપયોગ કરતી થઈ છે તેઓ આંતરવસ્ત્ર તરીકે તો પહેરે જ છે પરંતુ હવે તો ડિઝાઇનર ઓફ શોલ્ડર કોર્સેટનો ઉપયોગ બ્લાઉઝ તરીકે સાડી અને ચણિયાચોળીમાં તેમજ સ્કર્ટની ઉપર પહેરવા માટે થવા લાગ્યો છે.

કોર્સેટ શબ્દ ફ્રેન્ચ ભાષામાંથી આવ્યો છે. ફ્રેન્ચ ભાષામાં આ પ્રકારના બસ્ટલાઇનથી કમર સુધીના વસ્ત્રને કોપર્સ કહેવાય છે તેની ઉપરથી શબ્દ બન્યો કોર્સેટ.  કોર્સેટનું ચલણ જ્યારે શરૂ થયું ત્યારે તે શરીરને સપ્રમાણ  દેખાડવા આંતરવસ્ત્ર તરીકે પહેરાતું હતું. જેના કારણે કમર તથા પેટ પરની ચરબી દબાઇ જતી હતી અને શરીર સપ્રમાણ લાગે. પરંતુ ધીરે ધીરે તેનો ઉપયોગ બ્લાઉઝની જેમ જ થવા લાગ્યો. વિકટોરિયન યુગમાં રાણી વિકટોરિયા પણ આંતરવસ્ત્ર તરીકે મલમલના કાપડનું કોર્સેટ પહેરતી હતી. ત્યાર બાદ પેરિસની આધુનિકાઓએ કોર્સેટનો ઉપયોગ થોડો જુદી રીતે કર્યો.

પેરિસમાં સ્ત્રીઓ તેને ટોપ કે જેકેટની અંદર પહેરતી હતી. પેરિસમાં આધુનિકાઓ ફક્ત કમર અને પેટની ચરબી દબાવવા કોર્સેટ પહેરતી હતી, કારણ કે ત્યાંની યુવતીઓને એવું લાગતુ હતું છેક બસ્ટલાઇનથી કોર્સેટ પહેરવાને કારણે સ્તનના ઉભાર વધારે લાગતા હતા. આજે પણ સ્થૂળ શરીર હોય તે યુવતીઓ કમર પાતળી દેખાડતું અને સપાટ પેટ લાગે તેવું કોર્સેટ જ વધારે પસંદ કરે છે.

કોર્સેટમાં પાછળની બાજુ દોરી આવેલી હોય છે ક્યારેક તેમાં આગળની બાજુ પણ દોરીઓ જવા મળે છે હવે ડિઝાઇનર્સ દોરીને બદલે કાપડમાં જ બરાબર ફિટિંગ કરી હેતા હોય છે. આ ઉપરાંત કોર્સેટમાં ઝિપ અને ઇલાસ્ટિકનો ઉપયોગ પણ થાય છે. તેમજ બિડેસ અને મોતી ઉપરાંત પોમ પોમ જેવી ઘણી વસ્તુઓના ઉપયોગથી કોર્સેટ હવે ટોપનું કે બ્લાઉઝનું સ્થાન લેવા લાગ્યું છે.

આજે આ આંતરવસ્ત્ર મુખ્ય વસ્ત્ર બની ગયું છે અને તેમાં ઘણી વધી વરાયટી પણ જોવા મળી પહેરતી હતી.  કોર્સેટ હાલમાં પણ શરીરને સુડોળ દેખાડવા તો વપરાય જ છે પરંતુ તે હવે સાડી સાથે પણ પહેરાય છે.

વિકટોરિયયન યુગના આ કોર્સેટને આધુનિક રીતે ડિઝાઇન કરવાનો શ્રેય જાય છે ફેશન ડિઝાઇનર રોહિત બાલને. લેક્મે ફેશનવીકમાં રોહિત બાલના કોર્સેટ ખૂબ જ પ્રશંસા પામ્યા હતા. તેણે કોર્સેટને આંતરવસ્ત્રને બદલે ઓફશોલ્ડર બ્લાઉઝ  તરીકે ડિઝાઇન કર્યા હતા. આ કોર્સેટ સાડી માટે તેમજ ચણિયાચોળી માટે ખૂબ પંસદગી પામ્યા હતા.  બોલિવૂડમાં પણ પ્રિયંકા ચોપરા, સોનમ કપૂરથી માંડીને કરીના કપૂર આવા કોર્સેટ ટોપમાં ઘણી વાર જોવા મળે છે.

માનસી પટેલ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]