પાર્ટીની મોસમ માટે બ્યુટી તંત્રીઓએ મંજૂર કરેલા ઉપાય

CourtesyNykaa.com

ઘણી વાર એવું બને કે સૌંદર્યનાં નિયમોનું પાલન કરવાનો તમારી પાસે સમય કે જુસ્સો જ ન હોય, એનું કારણ એ કે વર્ષનો આ સમય એવો હોય છે જ્યારે તમારે ઘણી પાર્ટીઓમાં અને પ્રસંગોમાં જવું પડતું હોય છે. એટલે અહીંયા પ્રસ્તુત છે એવી માર્ગદર્શિકા જેથી તમે તમારા વાળ, ત્વચા અને હોઠની સંભાળ લઈ શકો અને તે પણ બહુ ઓછી મહેનતે.

દરેક પાર્ટી વખતે સુંદર બની રહેવા માટેની મેકઅપ ટિપ્સ અને સલાહ-સૂચનો વિશે અહીં વાંચો. શ્શ્શ્… આ વાત માત્ર આપણી વચ્ચે જ રાખજો હોં.


૧. ત્વચાને જલદી Dewy બનાવવા માટે

પેલા જાતજાતના કોકટેલને કારણે તમારી ત્વચા કોઈ બુલેટ ટ્રેન કરતાં પણ વધારે ઝડપથી સૂકી થઈ જતી હોય છે. ક્લીઓપેટ્રા એની ત્વચાને સિલ્ક જેવી સુંવાળી બનાવવા માટે દૂધમાં નાહતી હતી તો શા માટે તમારે કંઈ અલગ કરવું જોઈએ? તમે પણ તમારા નાહવાનાં પાણીમાં એક કપ પાવડરવાળું દૂધ ઉમેરો અને એને બરાબર મિક્સ કરી દો. તમે એને તમારા ચહેરા ઉપર પણ છાંટી શકો છો. ત્યારબાદ એમાં ઠંડું પાણી ઉમેરો જેથી તમારી ત્વચા ખૂબ સુંવાળી અને ભેજયુક્ત બનશે. અથવા The Body Shop Almond Milk & Honey Soothing & Caring Shower Cream લગાડો, આ પણ સારું છે, કારણ કે આ સાબુરહિત શાવર જેલ ખાસ તમારી ત્વચાના કુદરતી મોઈશ્ચરને જાળવી રાખવા માટે જ બનાવવામાં આવ્યું છે.


૨. ત્વચા પરનાં સોજાં ઘટાડવા માટે

પાર્ટીની મોસમ ચાલુ રહે ત્યાં સુધી તમારા ફ્રીઝરમાં બે ચમચી મૂકી રાખો, એને ઠંડી રહેવા દો. તમારા માટે આ એકદમ ઉત્તમ બ્યુટી ટિપ છે. ત્વચા પરના સોજા અને બળતરાને ઘટાડવા માટે ઠંડકનો ઉપયોગ કરવાનો આ ઉપાય સૌથી ઝડપી છે. ત્વચાને ઠંડી કરવા માટે તેમજ થાકેલી આંખોને રાહત આપવા માટે આ અજમાવેલો સફળ ઉપાય છે – આને ક્રાયોથેરાપી કહે છે. આંખની નીચેના ભાગમાં અને કાળા ડાઘ ઉપર ચમચીનો બહારનો ભાગ હળવેકથી ફેરવવો. આનાથી તાત્કાલિક લાભ થશે. યાદ રાખો, ચમચીનો ઉપસેલો ભાગ જ લગાડવાનો, ચમચીને ઊંધી-ચત્તી નહીં કરવાની. અથવા Jayjun Green Tea Eye Gel Patch તમારી સાથે જ રાખો જેથી ઝડપથી ઠંડક મેળવી શકાય.


૩. પાણીરહિત શેમ્પૂ કરેલા વાળ માટે

ચોક્કસ વળી, તમે ડ્રાય શેમ્પૂની વાત સાંભળી હશે અને કદાચ એનો ઉપયોગ પણ કર્યો હશે. પરંતુ તમે એ સાવ ખોટી રીતે વાપરતા હો છો. છંટકાવ કરીને અને બ્રશ વડે એને ખંખેરી નાખવાને બદલે Batiste Dry Shampoo Instant Hair Refresh Fruity & Cheeky Cherry જેવા ડ્રાય શેમ્પૂને તમે સૂઈ જાવ એની પહેલાં તમારા વાળનાં મૂળમાં છાંટો. પાવડરની ચિંતા ન કરશો, કારણ કે તમારા વાળમાં રહેલું તેલ આખી રાત દરમિયાન એ પાવડરને શોષી લેશે. તમારા તકિયાનું કવર સ્વચ્છ રહે એ માટે તમારા વાળને કોટન ટીશર્ટથી બાંધી દો. સવારે વાળ પર બ્રશ ફેરવી દો. છેને સરસ વાત!


૪. તમારી આંખોને વધારે મોટી દેખાડવા માટે

શું તમને ખબર છે, પુરુષો સ્ત્રીઓમાં પહેલા શું જુએ? એમની આંખો. મોટી આંખો વધારે આકર્ષક લાગે છે, કારણ કે એનાથી તમે વધારે યુવાન દેખાવ. નવું શીખનારી સ્ત્રીઓને સલાહ છે કે તમારી ભમ્મર ઢંગપૂર્વકની અને વ્યવસ્થિત દેખાય. હંમેશાં ભમ્મરની ઉપરના નહીં, પણ નીચેના ભાગને વ્યવસ્થિત રાખો. જાણીતાં મેકઅપ આર્ટિસ્ટ નમ્રતા સોનીનું કહેવું છે કે, ”આખી ભમ્મર પર જેલ લગાડવું નહીં, કારણ કે એનાથી ભમ્મરનો લૂક હેવી બની જશે. એને બદલે Nykaa Brow Chika WOW Eyebrow Pencil – Coven Cocoa 01 જેવું પ્રોડક્ટ વાપરો, જે ભમ્મર પર આસાનીથી સરકે છે અને ભમ્મરમાંના કુદરતી રેસાં સાથે ભળી જાય છે, જેથી વધારે કુદરતી લૂક આવે છે.” ત્યારબાદ તમારી ભમ્મરની ઉપરની અને નીચેની વોટરલાઈન પર L.A. Girl Glide Gel Liner – Dark Brown જેવું સ્મોકી બ્રાઉન આયલાઈનર લગાડો. છેલ્લે આંખોની પાંપણ પર Faces Magneteyes Dramatic Volumizing Mascara Black જેવું મસ્કારા લગાડો જે લાંબો સમય સુધી ટકે છે.


૫. તમારા હોઠને ઝડપથી તાજગીભર્યા બનાવવા માટે

દુનિયાની સૌથી આસાન બ્યુટી ટિપ અને ટ્રિક છેઃ લાલ લિપ્સ્ટીક. દીપિકા અને સોનમથી લઈને મેરલીન મુનરો અને રિહાના સુધી દરેક સ્ત્રી આ ક્રિમ્સન બુલેટનું સમર્થન કરે છે. તમારા જુસ્સાને જગાડવા અને તમારા ચહેરાને ચમકાવવા માટે આ નંબર વન શેડ છે. મનોવૈજ્ઞાનિક રીતે, લાલ રંગનો સંબંધ ઉષ્મા, સકારાત્મક ઊર્જા અને પ્રેરણા સાથે રહેલો છે તેથી આને એ વખતે લગાડો જ્યારે તમને તમારો જુસ્સો-ઊર્જા ઘટી ગયેલાં લાગે. ગોરી સ્ત્રીઓએ ચમકીલા બ્લુ-રેડ-કોરલ અને ચેરી-રેડ રંગ જ વાપરવો, જેમાં સાથે પિન્કનો અન્ડરટોન હોય જેથી તમારા હોઠ વધારે આકર્ષક લાગશે (L’Oreal Paris Infallible Le Rouge Lipstick – Ravishing Red અને Nykaa So Matte Lipstick – Notorious Red 01M). ઘઉંવર્ણી સ્ત્રીઓએ ઓરેન્જ-રેડ અથવા બ્લડ રેડ લિપ્પીઝ લગાડવી (Lakme 9 to 5 Primer + Matte Lip Color – LC R1 Red Coat અને Maybelline Color Sensational Vivid Matte Lipstick – Scarlet Red). ડસ્કી ત્વચાવાળી સ્ત્રીઓ ગાઢ પિન્ક અન્ડરટોન્સ કે ઓરેન્જ અથવા બ્રાઉનના ઘેરા રંગ સાથેના કોરલ રેડમાં બહુ સુંદર દેખાશે. (Revlon Super Lustrous Lipstick- Love That Red અને Nykaa So Matte Lipstick – California Merlot 14 M).


૬. થાકેલા ચહેરા પર તેજ લાવવા માટે

ફિક્કા ચહેરાને તેજસ્વી બનાવવા માટેની સૌથી ઝડપી અને ઉત્તમ મેકઅપ ટીપ કઈ એ જાણો છો? એ છે હાઈલાઈટર! નિશ્ચિત રીતે તમારી ત્વચાને ખરેખર ચમકીલી અને તાજગીભરી, ભેજયુક્ત બનાવી આપે છે (ઈન્સ્ટાગ્રામને લાયક). L’Oreal Paris True Match Lumi Liquid Glow Illuminator – W101 Golden Dore જેવા પ્રવાહી હાઈલાઈટર ત્વચાને ચમકદાર બનાવવા માટે સૌથી આસાન છે. મોડી રાત સુધી જાગવાથી થાકના ચિન્હને છુપાડવા માટે આંખની નીચે લગાડવું અને ઉપરના હોઠ પર લગાડવું જેથી તમારા ઉપરના હોઠના બંને વળાંક (Cupid’s bow) પૂરા દેખાય. અથવા તમારી ભમ્મરના હાડકા અને ગાલ પર એને લગાડો, એનાથી તમારો ચહેરો તેજસ્વી લાગશે.


૭. તમારા આયશેડોને ઉપસાવવા માટે

હવે આંખોની કાળજી વિશે જાણો. તમારા આયશેડોને ઉપસાવવા માટે તમારે આયશેડો પ્રાઈમર્સ કે સેટિંગ પાવડર લગાડવાની જરૂર નથી. Deborah Kajal Pencil – 117 White જેવું કાજલ તમારી આંખોનાં પોપચાં પર જાડા થરમાં લગાડો અને પછી તમારી આંગળીથી એને બધે મિક્સ કરી દો. ત્યારબાદ ઉપરના ભાગમાં એકદમ ચમકદાર ટર્કોઈઝ, મર્સાલા કે ઈમેરાલ્ડ શેડોઝનો થર લગાડો. સફેદ થર તમારા શેડોને એકદમ ચમકદાર બનાવવા માટેનો પરફેક્ટ બેઝ છે. અમને Makeup Revolution 32 Eyeshadow Palette – Eyes Like Angels ના ચમકદાર રંગ ખૂબ જ ગમે છે.


૮. તમારી ત્વચા પરના ખીલને ઝડપથી દૂર કરવા માટે

પાર્ટીની મોસમમાં તો બસ ધમાલ જ ધમાલ હોય. પણ ત્વચા પરના ખીલ કે ઝીણી ફોડકીઓને કારણે તમારી સેલ્ફીઓ બગડે અને પ્રસંગની મજા પણ બગડે. એ અણગમતા ખીલ તમારી ત્વચામાં એવા ઊંડે સુધી પ્રવેશી ગયા હોય છે જેને મેકઅપ વડે છુપાડવાનું લગભગ અશક્ય હોય છે. તમારે કોઈ પાર્ટી કે લગ્નમાં જવાનું હોય એના આગલા જ દિવસે નીકળી આવતા ત્રાસદાયક ખીલને દૂર કરવાનો સૌથી ઝડપી રસ્તો છે કોર્ટિસોન શોટ, એ માટે તમારે ડર્મેટોલોજિસ્ટ પાસે જવું જોઈએ. એમાં માત્ર અમુક સેકંડ માટે જ સીધું ખીલ પર કોર્ટિસનનું ઈંજેક્શન મારવાનું હોય છે અને જાણે જાદુ જેવું થાય છે. તમારું દુષ્ટ ખીલ માત્ર 12 કલાકમાં જ ગાયબ થઈ જાય છે. આને અમે મોટી સફળતા કહીએ છીએ. ચેતવણીઃ આને ઘરમાં ટ્રાય કરશો નહીં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]