ઓસ્કર 2018: ‘ધ શેપ ઓફ વોટર’ બેસ્ટ ફિલ્મ ઘોષિત

લોસ એન્જેલીસ (કેલિફોર્નિયા)ના હોલીવૂડ સ્થિત ડોલ્બી થિયેટર ખાતે એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સીસ દ્વારા પ્રસ્તુત પ્રતિષ્ઠિત ૯૦મા ઓસ્કર એવોર્ડ સમારંભમાં વર્ષ ૨૦૧૭ની શ્રેષ્ઠ ફિલ્મો માટે કલાકારો અને કસબીઓને ઓસ્કર એવોર્ડ્સનું વિતરણ કરવામાં આવ્યું છે.

શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે ધ શેપ ઓફ વોટર ફિલ્મે, શ્રેષ્ઠ અભિનેતા બન્યા છે ગેરી ઓલ્ડમેન (ડાર્કેસ્ટ અવર ફિલ્મ માટે), શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો છે ફ્રાન્સિસ મેક્ડોરમેન્ડે (થ્રી બિલબોર્ડ્સ આઉટસાઈડ ઈબિંગ, મિસુરી) અને શ્રેષ્ઠ દિગ્દર્શક ઘોષિત થયા છે ગિલેર્મો ડેલ ટોરો (ધ શેપ ઓફ વોટર).

સૌપ્રથમ ઓસ્કર એવોર્ડ કાર્યક્રમનું આયોજન 1929ની સાલમાં 16 મેના રોજ થયું હતું. એ વખતે બોલતી ફિલ્મોના યુગનો હજી તો આરંભ થયો હતો. પ્રથમ ઓસ્કર એવોર્ડ્સ સમારંભ હોલીવૂડની રૂઝવેલ્ટ હોટેલમાં યોજાયો હતો. એ વખતે માત્ર 270 જણ જ હાજર હતા. એ કાર્યક્રમ માત્ર 15 મિનિટ સુધી ચાલ્યો હતો. 15 કેટેગરીમાં જ એવોર્ડ આપવામાં આવ્યા હતા. સૌપ્રથમ બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીતનાર હતા એમિલ જેનિંગ્સ – ધ લાસ્ટ કમાન્ડ ફિલ્મ માટે.

આ વર્ષના – ૯૦મા ઓસ્કર એવોર્ડ્સના વિજેતાઓની વિગત નીચે મુજબ છેઃ

Live Updates…

 • બેસ્ટ ફિલ્મનો ઓસ્કર એવોર્ડ જીત્યો છે ‘ધ શેપ ઓફ વોટર’ ફિલ્મે.

httpss://twitter.com/TheAcademy/status/970520874607550465

 • બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ ફ્રાન્સીસ મેક્ડોરમેન્ડને ફાળે ગયો છે. ફિલ્મ ‘થ્રી બિલબોર્ડ્સ આઉટસાઈડ ઈબિંગ, મિસૂરી’ માટે. એમણે સોલી હોકિન્સ (ધ શેપ ઓફ વોટર), માર્ગોટ રોબી (આઈ, ટોન્યા), સાઓઈર્સ રોનાન (લેડી બર્ડ) અને મેરિલ સ્ટ્રીપ (ધ પોસ્ટ)ને પરાજય આપ્યો છે.

httpss://twitter.com/TheAcademy/status/970517772504530945

 • બેસ્ટ એક્ટરનો એવોર્ડ ગયો છે ગેરી ઓલ્ડમેનને ફાળે, ફિલ્મ – ડાર્કેસ્ટ અવર માટે. એમણે ટિમોથી ચોલમેટ (કોલ મી બાય યોર નેમ), ડેનિયલ ડે લુઈસ (ફેન્ટમ થ્રેડ), ડેનિયલ ક્લૂયા (ગેટ આઉટ) અને ડેન્ઝેન વોશિંગ્ટન (રોમન જે ઈઝરાયલ, ઈએસક્યૂ)ને પરાજય આપ્યો છે.

httpss://twitter.com/TheAcademy/status/970515431193681920

 • વર્ષ 2017ના બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ જીતી ગયા છે ગિલેર્મો ડેલ ટોરો – ફિલ્મ ધ શેપ ઓફ વોટર માટે. વર્ષ 2017ના બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ જીતી ગયા છે ગિલેર્મો ડેલ – ફિલ્મ ધ શેપ ઓફ વોટર માટે. એમણે ક્રિસ્ટોફર નોલન (ડનકર્ક), જોર્ડન પીલ (ગેટ આઉટ), ગ્રેટા ગર્વી (લેડી બર્ડ) અને પોલ થોમસ એન્ડરસન (ફેન્ટમ થ્રેડ)ને પરાજય આપ્યો છે.

httpss://twitter.com/TheAcademy/status/970512832742670336

 • ઓસ્કર એવોર્ડ્સના મંચ પર બોલીવૂડ સિતારાઓ શશી કપૂર અને શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. યુવા અભિનેતા વરુણ ધવને ટ્વીટ કર્યું.

httpss://twitter.com/Varun_dvn/status/970511585205800960

 • નાદુરસ્ત તબિયતને કારણે ‘દેશી ગર્લ’ પ્રિયંકા ચોપરા ઓસ્કર-2018 સમારંભમાં હાજરી આપી શકી નહોતી. એણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આની જાણકારી આપી હતી કે હું બીમાર હોવાથી પથારીમાં છું, પણ હું નોમિનેટ થયેલા મારાં તમામ મિત્રો માટે શુભેચ્છા વ્યક્ત કરું છું.

 • વર્ષ 2017ના બેસ્ટ ઓરિજિનલ સોન્ગનો ઓસ્કર જીત્યો છે – ‘કોકો’ ફિલ્મના ‘રીમેમ્બર મી’ ગીતે.

httpss://twitter.com/TheAcademy/status/970509975192653826

 • વર્ષ 2017ના બેસ્ટ ઓરિજિનલ સ્કોર ઓસ્કર જીત્યો છે – ‘ધ શેપ ઓફ વોટર’ ફિલ્મ માટે એલેકઝાંડર ડેસ્પ્લેટે.

httpss://twitter.com/TheAcademy/status/970509100462174208

 • બેસ્ટ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ જીતનાર ફિલ્મ – બ્લેડ રનર 2049

httpss://twitter.com/TheAcademy/status/970506445828468736

 • બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લેનો એવોર્ડ જીત્યો ‘ગેટ આઉટ’ ફિલ્મે. ફિલ્મની પટકથા લખનાર છે જોર્ડન પીલ

 • બેસ્ટ ફિલ્મ એડિટિંગ (સંકલન)નો ઓસ્કર એવોર્ડ જીત્યો ‘ડનકર્ક’ ફિલ્મે. ‘ડનકર્ક’નો આજે આ ત્રીજો એવોર્ડ છે.

httpss://twitter.com/TheAcademy/status/970493359927144448

 • શ્રેષ્ઠ વિઝ્યુઅલ ઈફેક્ટ્સનો એવોર્ડ જીત્યો ‘બ્લેડ રનર 2049’ ફિલ્મે.

httpss://twitter.com/TheAcademy/status/970492519149535233

 • બેસ્ટ એનીમેટેડ ફીચર ફિલ્મનો એેવોર્ડ જીત્યો – ‘કોકો’ ફિલ્મે

 • એલિસન જેનીએ જીત્યો બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ઓસ્કર એવોર્ડ – ‘આઈ, ટોન્યા’ ફિલ્મ માટે. એલિસન જેનીએ આ કેટેગરીમાં મેરી જે બ્લિગ, લેસ્લી મેનવિલે, લોરી મેટકોફ અને ઓક્ટોવિયા સ્પેન્સરને પરાજય આપ્યો છે.

 • એલિસન જેની – શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી
 • ચિલીની ‘અ ફેન્ટાસ્ટિક વુમન’ ફિલ્મે શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મનો એવોર્ડ જીત્યો.

 • ‘ધ શેપ ઓફ વોટર’ ફિલ્મે જીત્યો બેસ્ટ પ્રોડક્શન (સેટ) ડિઝાઈનનો ઓસ્કર એવોર્ડ.

 • બેસ્ટ સાઉન્ડ એડિટિંગ અને સાઉન્ડ મિક્સિંગ માટેના ઓસ્કર એવોર્ડ જીત્યા છે ‘ડનકર્ક’ ફિલ્મે. આ ફિલ્મ બેસ્ટ ફીચર ફિલ્મ કેટેગરી માટે પણ નામાંકિત કરાઈ છે.

 • ‘ઈકેરસ’ ફિલ્મે જીત્યો બેસ્ટ ડોક્યૂમેન્ટરી ફીચર્સ ફિલ્મનો એવોર્ડ. એણે અબાકસ, ફેસેસ, લાસ્ટ મેન ઈન અલેપ્પો, સ્ટ્રોંગ આઈસલેન્ડ ફિલ્મોને પરાજય આપ્યો છે

 • ‘ફેન્ટમ થ્રેડ’ ફિલ્મે જીત્યો બેસ્ટ કોસ્ચ્યૂમ ડિઝાઈન એવોર્ડ

‘ડાર્કેસ્ટ અવર’ ફિલ્મે જીત્યો બેસ્ટ મેકઅપ એન્ડ હેરસ્ટાઈલિંગનો એવોર્ડ

 • સેમ રોકવેલે જીત્યો ‘બેસ્ટ સપોર્ટિંગ એક્ટર’નો એવોર્ડ – ‘થ્રી બિલબોર્ડ્સ આઉટસાઈડ ઈબિંગ, મિસૂરી’ ફિલ્મ માટે. સેમ રોકવેલે આ કેટેગરીમાં વિલિયમ ડેફો, વૂડી હોરેલ્સન, રિચર્ડ જેન્કિન્સને પરાજય આપ્યો છે.

 • (નીચે) સર પેટ્રિક સ્ટુઅર્ટ અને સન્ની ઓઝલ, એલિસન જેની (બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ કેટેગરીમાં નામાંકિત) રેડ કાર્પેટ સેરેમની વખતે
 • મેક્સિકન અભિનેત્રી લુપિતા એન્યોન્ગોનું રેડ કાર્પેટ સ્વાગત
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]