૨૪ કેરેટનું ગોલ્ડ ફેશ્યિલ આપશે એવો નિખાર કે લોકો રહી જશે જોતા!

વી સુંદરતા મળે એ દરેક યુવતીની સપનું હોય છે.  તેમાંય વળી લગ્નસિઝનમાં તો નખશિખ સુંદરતા પ્રાપ્ત કરવા માટે યુવતીઓ અવનવા કિમિયા અપનાવતી જ હોય છે. પછી ભલેને તે ગમે તેટલા મોંઘા કેમ ન હોય?  આવી મોંઘી બ્યુટી ટ્રીટમેન્ટ પસંદ કરતી મહિલાઓ માટે ગોલ્ડ ફેશ્યિલ એકદમ યોગ્ય વિકલ્પ છે. ઘરમાં લગ્ન હોય તો પણ તમે આફેશિયલ કરાવી શકો છો.યુવતીની સુંદરતાનું વર્ણન કરતું ઘણી જાણીતી ગઝલ છે કે,

સોને જેસા રંગ હૈ તેરા, ચાંદી જૈસે બાલ

એક તૂ હી ધનવાન હૈ ગોરી, બાકી સબ કંગાલ…

હવે બ્યુટી સલૂનમાં ચહેરાનો નિખાર વધે તે માટે અલગ અલગ પ્રકારના ફેશ્યિલ થતા હોય છે. ઉપરાંત યુવક અને યુવતી લગ્ન અથવા તો અન્ય ખાસ પ્રસંગે ફેશ્યિલ કરાવતા હોય છે.  અત્યારના સમયમાં યુવક તથા યુવતીઓ સાદા ફેશ્યિલની સાથે સાથે ગોલ્ડ ફેશ્યિલ કરાવતા પણ થયા છે.

જોકે નામ પ્રમાણે જ ગોલ્ડ ફેશ્યિલમાં સોનાના બારીક કણોનો ઉપયોગ થતો હોવાથી તેની કિંમત પણ વધારે જ હોય છે. એટલે આ હાઇ એન્ડ ફેશ્યિલ ચોક્કસ વર્ગને પરવડે તેવું  જ છે.આ એક ક્લિનિકલ પદ્ધતિ છે આ ફેશ્યિલ દરમિયાન મસાજની ખાસ પદ્ધતિ અપનાવવામાં આવે છે. ગોલ્ડ ફેશ્યિલના ફાયદા પણ ઘણ બધા છે. ગોલ્ડ ફેશ્યિલ કરાવવાથી ત્વચા પરથી કચરો તો દૂર થાય છે. સાથે સાથે ત્વચાની અંદરથી ઝેરી દ્રવ્યો પણ નીકળી જાય છે.

ગોલ્ડ ફેશ્યિલમાં ગોલ્ડ ક્રીમ અને ગોલ્ડ જેલનો ઉપયોગ  થાય છે. જે 24 કેરેટ સોનામાંથી બનાવેલા હોય છે. આ ઉપરાંત ફેશ્યિલ દરમિયાન એલોવેરા જેલ, વ્હિટ જર્મ ઓઇલ અને ચંદનનો ઉપયોગ થાય છે.ગોલ્ડ ફેશ્યિલની સુવિધા એકદમ ખ્યાતનામ અને લક્ઝુરિયસ સલૂન કે બ્યુટી સેન્ટરમાં જ આપવામાં આવેછે.  તેમજ હવે તો જુદી જુદી બ્રાન્ડની ગોલ્ડ ફેસિયલ કીટ પણ બજારમાં ઉપલબ્ધ છે. જે તમે તમારા બજેટ અનુસાર ખરીદી શકો છો.

આ રીતે થાય છે ગોલ્ડ ફેસિયલ

આ ફેસિયલ  નોર્મલ અને ઉંમરલાયક ત્વચા પર ઘણું સારું રિઝલ્ટ આપે છે. જેમાં આ પ્રમાણે  ત્વચાને  ટ્રીટમેન્ટ આપવામાં આવે  છે, સૌથીપહેલા તો બ્યુટિશ્યન તમારી ત્વચાનો પ્રકાર જોઈને નક્કી કરે છે  કે તમારા ફેશ્યિલમાં ગોલ્ડનું પ્રમાણ કેવું રહેશે.  ફેશ્યિલ અંગેની પ્રાથમિક વાત કરીએ તો ગોલ્ડ ક્લીન્ઝર થી ફેસ ક્લીન કરવામાં આવે છે ત્યાર બાદ ડીપ ક્લીન્ઝિંગ કરીને બ્લેક હેડ્સ , મૃત ત્વચા તેમજ વ્હાઇટ હેડ્સ કાડીને એસ્ટ્રિજન લગાવવામાં આવે છે અને, ગોલ્ડ-મેટલિક  પિલને ગોલ્ડ ડસ્ટ સાથે લગાવાય છે . ગોલ્ડ પીલને 10-12 મિનિટ રહેવા દીધા પછી ફિક્સન મસાજ થી તેને કાઢવામાં આવે છે.  ત્યાર બાદ હાઈડ્રોસ્કિન પોલીશર થી 5 થી 7 મિનિટ મસાજ થાય છે.   આ મસાજ કરતી વખતે પાણીનો ઉપયોગ નથી થતો.તેમજ  આ જેલને લુછ્યા વિના જ ગોલ્ડ ક્રીમથી 20 થી 25 મિનિટ મસાજ થાય છે. જો સ્કિન વધારે ડ્રાય હોય, તો સ્કિન બટર થી 5 મિનિટ મસાજ કરી ફેસ લૂછીને  ગોલ્ડ-મેટલિક જેલ લગાવાય છે   ગોલ્ડ જેલ પર ગેલવેનિક અથવા અલ્ર્ટાસોનિક મશીન થી 7 મિનિટ મસાજ કરી સ્કિનમાં ઉંડે ઉતારવામાં આવે છે.  પછી તેના પ્રોટેક્શન લોશન લગાવવામાં આવે છે . ગોલ્ડ ફેસિયલ કરતા લગભગ દોઢથી બે કલાકનો સમય જતો હોય છે. જુદા જુદા સલૂનમાં પદ્ધતિમાં થોડો ફરક પણ જોવા મળે છે. .ગોલ્ડ ફેશ્યિલના ફાયદાઃ

  • મૃત તથા નિસ્તેજ થઈ ગયેલી ત્વચાને એકદમ નિખરેલી બનાવી દે છે.
  • ચહેરા પર થતી કરચલીઓને દૂર રાખવામાં ઉપયોગી છે.
  • કુવારપાઠું, સોનાના કણો, વ્હિટ જર્મ ઓઇલ જેવા બધા તત્વો લોહીનું પરિભ્રમણ વધારવામાં ઉપયોગી છે.
  • એન્ટિ એજિંગ તરીકે ગોલ્ડ ફોશ્યિલ શ્રેષ્ઠ છે.