શેરબજારઃ ‘થોભો અને રાહ જુઓ’

ર્તમાન સમયમાં આપ સૌ દ્વિધામાં હશો. હાલમાં તમને જુના સમયની ફિલ્મ દો રાહયાદ આવતી હશે, અમારા મતે તમે બધા વિચાર કરતા હશો કે બજારમાં શુ કરવું? ઇન્વેસ્ટમેન્ટ કર્યાં પછી ૩૦ ટકાથી ૫૦ ટકા ભાવો ઘટતા જોવા પડે અને આપડે કશું ના કરી શકીએ? ઘણીવાર એક શેર વેચીને બીજો ખરીદવાની તક મળે, પરંતુ એ કામ ટ્રેડર શકેપરંતુ ઇન્વેસ્ટર ન કરી શકે તે સ્વાભાવિક છે. તેમના માટૅ ફક્ત એક જ પર્યાય બચે છે અને તે થોભો અને રાહ જુઓ”. ભૂતકાળમાં ઘણી વખત એવો સમય આવ્યો છે અને તે પછી સારામાં સારો સમય પણ આવ્યો છે. યાદ કરો ૨૦૦૮થી ૨૦૧૨નો સમય અને તે પછી ૨૦૧૪થી ૨૦૧૭માં ન કલ્પી શકાય તેવું વળતર મળેલ છે.

હા… સમયાંતરે મધ્યમથી લાંબા સમય માટે રોકાણ કરવાની ભલામણ કરીયે છીએ, પરંતુ હવે લોકો અકળાય છે. કારણ કે બોટમ બની ગઈ છે તેવું સમજીને તથા નવા નીચા ભાવ નહિ આવે તેમ વિચારીને ખરીદી કરીયે છે અને અચાનક ૩ ટકાથી ૫ ટકાનો નવો ઘટાડો આવે તેનું શું કરવું?

આવા તબક્કાની આગોતરી જાણ અત્રેથી બતાવેલ પરંતુ એનુંશિલ્ડપ્રોટેક્શનકવચકરી શકાતું નથી.

The thought is that “If I knew this, I would be much more prepared with “shields”, “weapons”, “more dry powder i.e. cash”, “ready to sell” etc”

આ વર્ષ ઇન્વેસ્ટર માટૅ અને કેવા પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ બજાર હશે??  આ માટેની અસંખ્ય  ચોઇઝ હશે તેમાંથી અમારા માટે કેટલીક હિન્ટ આપવાનો પ્રયાસ કરેલો છે.

  1.  ઊંચા વેલ્યૂએશન અને તેને કારણે કન્સોલડીડેશન અને ભાવો ઘટે તેની રાહ જુઓ.
  2. સામાન્ય વેલ્યૂએશન અને તેને કારણે સેક્ટર અને ચોક્કસ શેર આધારિત ઈન્વેસમેન્ટ.
  3. મહદંશે સાઈડ-વે એટલે  “સ્વિંગ ટ્રેડિંગ” બેસ્ટ ગણાય.
  4. મંદીનો તબકો અર્થાત પોર્ટફોલિયો નવેસરથી નવા આઈડિયાથી બનાવવો.
  5. બુલિશ રન જોવા મળે તો તેજીના પ્રવાહને ટ્રેઇલિંગ સ્ટોપથી આગળ વધો.
  6. અમારા મતે વર્તમાન વર્ષ ઇન્વેસ્ટમેન્ટનું વર્ષ છે, સો બાય તમારી ચોઇઝના સ્ટોક તમારા ચોક્કસ લેવલ પાસે લેતા જાવ અને તેને અનુકૂળ સમય માટૅ સાચવો.

આવા સમયમાં બેસ્ટ એસઆઈપી અર્થાત SIP માટૅ ટ્રાન્સપેક, કાયા, સિમેન્સ, નેસકો, યુ પી એલ, એસ બી આઈ ધ્યાનમા રાખવા.

વર્ષ ૨૦૧૮ની શરૂઆત કયા ચોઘડિયામાં થઇ છે કે એક યા બીજા કારણોસર નબળા પરિબળો અને ઈવેન્ટ્સ આવતી રહી છે અને નિફ્ટી તેજી તરફી દેખાતી હોય તેમાં છતાં મિડકેપ અને સ્મોલકપમાં સતત ધોવાણ થતું જોવાય છે. ઇન્વેસ્ટરો નારાજ અને હતાશ છે. અધુરામાં સેબી, મ્યુચુઅલ ફંડ મેનેજર, બ્રોકર અને લેભાગુ કંપની, બેંકના મેનેજેરની સાંઠગાંઠથી સામાન્ય ઇન્વેસ્ટર ત્રાહિમામ પોકારી રહ્યો છે.

બજારની આંતરિક તાકાત વિવિધ સેક્ટરની ઈન્ડેક્સથી પ્રતિત થાય. જાન્યુઆરી મહિનાથી બજારના માથે પનોતી બેઠી છે.

વિભિન્ન સેક્ટોરલ ઈન્ડેક્સની માસિક વધઘટ આ મુજબ છે.

નિફ્ટી સ્મોલકેપ ઊંંચામાં ૯૬૫૬થી હાલમાં ૭૨૦૨ છે, જે ૧૫ ટકાનો ઘટાડો બતાવે છે, ઘટવામાં અગ્રેસર જાહેર ક્ષેત્રની બેન્ક છે. જે ૨૦ ટકાનો ઘસારો બતાવે છે, ત્યારબાદ રિયાલિટી સેક્ટર ૧૬ ટકા ઘટી છે, ફાર્મ સેક્ટર ૧૪ ટકા નીચે છે, જાહેર ક્ષેત્રના એકમો -૧૧ ટકા છે.

નવ ટકાથી વધારેનો ઘટાડો મિડકેપ લિકુઇડ, કોમોડિટી, મિડકેપ ૫૦, મેટલ, ઇન્ફ્રા, મીડિયા, ઓટો, નેક્સટ ૫૦, એનર્જી, એમેન્સી, નિફ્ટી ૫૦૦ અને નિફ્ટી ૨૦૦ આવી જાય છે.

આ વર્ષના અગ્રેસર સેક્ટરમાં નિફ્ટી આઇટી એન્ડ ખાનગી બેંકો છે, જે અનુક્રમે ૧૬ ટકાથી ૬ ટકાનો, સર્વિસ સેક્ટર, તથા ફાઇનાન્સ સેક્ટર અગ્રેસર છે.

NSE નિફટી

નિફ્ટી વર્તમાન ભાવ ૧૦,૬૭૧, નિફટીની બોટમ ૯૯૬૦ પાસે બનાવી અને ૧૦,૯૪૭ નો ટોપ બનાવ્યો જેમાં ૯૪૭ પોઇન્ટનો સુધારો જોવાયો. હવે આરએસઆઈ ઇન્ડિકેટર ઓવરબોટ લેવલ ૯૩ પાસે છે.

સામાન્ય રીતે આ લેવલ પાસે નવી ખરીદી કરવી હિતાવહ નથી. ફિબોનાકી રીટ્રાસેમેન્ટ લેવલ કરેક્સનમાં  ૧૦,૫૭૦ અગત્યની ટેકાની સપાટી અને તે પછી ૧૦,૪૫૩ અને ૧૦,૩૩૭  મુખ્યત્વે ટેકો સમજવો. તેજી ધ્યાને ઊંચામાં ૧૦,૭૪૦ અને તે પછી ૧૦,૮૨૫ પ્રતિકાર લવેલ રહેશે. યાદ રહે ૧૦,૫૩૫ નીચે બંધ આવતા પેનિક જેવી સ્થિતિ જોવા મળે. ટાઈમ સાઇકલ મુજબ ૪ જૂનથી ૯મી જૂન ખરાબ સમય અર્થાત ઘટાડાનો સમય છે અને સંગીન તેજી ૨૩મી જૂનથી જોવા મળે. આવનારા સમયમાં પીએસયુ બેન્ક બોટમ બનાવે અને દિવાળી આસપાસ મિડકેપ સ્ટોક ફરીથી લાઈમલાઈટમાં આવે તેમ કહી શકાય.

સ્વાન એનર્જીબંધ ભાવ રૂ. ૧૭૭ હતો. તાજેતરમાં ઊંચામાં રૂ ૨૪૫નો ભાવ બનાવીને કરેક્શનમાં પ્રવેશ કરેલો. સતત લોઅર ટોપ અને લૉઅર બોટમ બનાવતા રોઉન્ડિંગ બોટમ સાપ્તાહિક ચાર્ટમાં બનાવી છે. પુરા થયેલા સપ્તાહમાં સિવિન્ગ રિવર્સલની રચના બનાવી છે અને ઓવરબોટ/ઓવરસોલ્ડ ઇન્ડીક્ટર હકારાત્મક ડાઇવર્જન જોવા મળે છે. રૂ ૧૮૦ ઉપર બંધ આવતા રૂ ૧૯૨નો ભાવ જોવા મળે.

(નોંધ-અત્રે આપેલ સ્ક્રીપોમાં લેખકનો કોઈ હિસ્સો નથી, આ માત્ર ચાર્ટ બેઈઝ્ડ ટેકનિકલ વિશ્લેષણ છે, રોકાણકારોએ પોતાના રોકાણનો નિર્ણય જાતે જ લેવો.)