શેરબજારમાં હજી કપરો સમય છે…

શેરબજારમાં હજી કપરો સમય પસાર કરવાનો છે. ટ્રેડેરોને કદાચ ઝડપી ઘટાડાનો સામનો કરવાની તૈયારી રાખવી. હજી શેરબજારની ચાલ હાલકડોલક લાગે છે.

નિફટી(૧૦,૮૧૪):  નિફ્ટીના ચાર્ટમાં ૧૧,૧૮૫થી શરુ થયેલ ઘટાડો ૧૦,૪૦૮ પાસે પુરો થયો. તે પછી પ્રત્યાઘાતી સુધારો જોવાય છે. અલબત્ત તાજેતરનો બંધ ૧૦,૮૧૪. શોર્ટટર્મ માટે નબળાઈ બતાવે છે, ૧૧,૧૧૪ના ટોપ સામે લોઅર ટોપ અને તે પાંચ ઈ સતત ૧૦,૯૧૪ની સપાટી પાસે નફારૂપી વેચવાલી આવે છે. ચાર્ટમાં હવે ૧૦,૯૦૦ ઉપર બંધ ના આવે ત્યાં સુધી તેજી થવી અથવા ટેકવી મુશ્કેલ લાગે છે. નિફ્ટી વ્યૂ આવનારા સપ્તાહ માટે આ મુજબ છે  હાલમાં ચોક્કસ રેન્જમાં વધઘટ છે. કદાચ તારીખ ૧૩ ગેન ડેટ ગઈ હોવાથી મોટી વધઘટ અને ૨3 જૂન સુધી તોફાન જોવા મળે. નીચામાં ૧૦,૭૨૫ અને ૧૦,૬૦૫ અને ઊંચામાં ૧૦,૯૪૫ થી ૧૦,૯૪૦ મુખ્ય પ્રતિકાર સપાટી છે. જયારે બેન્ક નિફ્ટીમાં ટૂંક સમય માટે ટોપ બનેલ છે અને બંધ ૨૬,૪૧૭ છે. ઇન્ડિકેટરને ધ્યાનમાં લેતા ઉછાળે વેચવાલી આવતી જોવાય અને સુધારો ટકે નહિ. આવનારા સપ્તાહમાં પ્રતિકાર લેવલ ૨૬,૬૫૦ અને ૨૬,૭૨૫ સમજવા. ૨૬,૫૭૫ નીચે વેચીને વેપાર કરવો અથવા તેજીમાંથી તો હળવા થઇ જવાનું પસંદ કરાશે. તો બીજી બાજુ ૨૬,૦૨૫ નીચે મંદીની ચાલ પ્રબળ અને ઘેરી બને.

(1) કાયાઃ (૯૭૯) માર્કેટ કેપ રૂ.૧૨૭૮, બુક વૅલ્યુ રૂ.૧૭૭.૫૨. મેકિંગ આ શેર ઇન્વેસ્ટમેન્ટ માટે ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે.

આજથી ૧૦થી ૧૫ વર્ષ પૂર્વે મારુતિના ૧૦ વર્ષ પૂર્વેના મોડેલ અને મોબાઈલના ફીચર કેવા હતા અને હવે વિવિધ પ્રકારના બ્રાન્ડેડ પ્રોડક્ટ ઉપલબ્ધ છે. ૧૦ વર્ષ પૂર્વ સાધન સંપન્ન વર્ગની મહિલાઓ તેઓ જે બ્યુટીપાર્લરમાં જતા હતા અને આજે જે બ્યુટી ટ્રીટમેન્ટ કરાવે છે તેમાં અાસમાન જમીનનો ફર્ક છે. આજે મહિલાઓ કેરીઅર માઈન્ડ સાથ પોતે સુંદર દેખાય તે માટે સતત પ્રયન્તશીલ તો છે જ, પણ ચોક્કસ સમયાંતરે વિવિધ બ્યુટી ટ્રીટમેન્ટ કરાવતા થયા છે અને અગાઉં જે રૂ. ૫૦૦થી રૂ.૧૦૦૦ એક વખતના ખર્ચતા હતા, તેની સામે ૪૦૦૦થી ૫૦૦૦ રૂપિયાનો ખર્ચ બ્યુટીપાર્લર પાછળ ખર્ચ કરતા થયા છે. આ ઉપરાંત બોલીવુડના અભિનેત્રીઓ અને અભિનેતાઓ પણ હેર, સ્કિન, મેનિક્યોર, પેડિકયોર ટ્રીટમેન્ટ રેગ્યુલર કરતા થયા છે.

આમ પોતાના શરીરના વ્યવસ્થિત રાખવા અને તેની પાછળ ખર્ચ કરતો વર્ગ વધી રહ્યો છે અને તેમાં સતત ૩૦ ટકાના દરે વૃદ્ધિ થઇ રહી છે. આ કાયા એક બ્રાન્ડેડ કંપની છે અને તમે તેની વેબસાઈટ પર જશો અને બ્રાન્ડેડ પ્રોડક્ટ ઉપરાંત વિવિધ હેર, સ્કિનને લગતી સેવા આપી રહી છે. જેમને કલાસ અને ઊંચી ચોઈસ બ્રાન્ડેડ જોઈએ છે તેમાં માટે ખાસ છે. અલબત્ત હાલમાં સામાન્ય લોકોના પણ પગાર ધોરણ અને લાઈફ સ્ટાઇલ ના સ્તર બદલાયા છે. આ કંપનીની મેન્ગમેન્ટ એગ્રસિવ અને ડેડીકેટેડ છે. મધ્યમથી લાંબા સમય માટે આ શેર ધ્યાનમાં રાખી શકાય.

ચાર્ટ મુજબ જોઈએ તો ઊંચામાં રૂ ૧૨૩૩નો ભાવ બનાવ્યા પછી નીચામાં રૂ ૮૩૮ નો ભાવ બનાવ્યો, જ્યાં નીચામાં ચોક્કસ બોટમ બની હોવાના સંકેત આપ્યા છે. ચાર્ટમાં જોશો તો નજીકના દિવસોમાં રૂ ૧૦૧૦ ને કુદાવતા રૂ ૧૦૪૭, રૂ ૧૧૧૫, અને તેથી ઉપરનો ભાવ જોવાશે.

હાલમાં એક્યુમ્યુલેશનમાંથી પસાર થાય છે આથી ઝડપથી વળતર માટેની અપેક્ષા ના રાખવીં અને સગવડતા અનુસાર એસઆઈપી કરવાનું વિચારવું. શે કે સતત લાલ કલરની કેન્ડલ જોવા મળતી હતી. તે હવે ગ્રીન થવા લાગી છે. ઈન્ડિકેટર પણ સુધારા તરફી બન્યા છે. ચાર્ટમાં જેમને ખાસ ના સમજાય તો કઈ નહિ પરંતુ પ્રવાહ બદલ્યો છે તે નક્કી. નજીકના દિવસોમાં રૂ ૧૦૧૦ ને કુદાવતાં રૂ ૧૦૪૭ અને રૂ ૧૧૧૫ અને તેથી ઉપરનો ભાવ જોવાશે.

હાલમાં એક્યુમ્યુલેશનમાંથી પસાર થાય છે આથી ઝડપથી વળતર માટેની અપેક્ષા ના રાખવીં અને સગવડતા અનુસાર એસઆઈપી કરવાનું વિચારવું.

(2) લ્યૂપિન: (૯૧૩): લાંબા સમય માટે તેજીમાં પ્રવેશ કરેલ છે. ચાર્ટમાં ધ્યાનથી જોશો તો ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઇનમાંથી તેજી તરફી બ્રેકઆઉટ આપેલ છે. આવનારા ૩ મહિનામાં બીજા ૧૦ ટકાથી ૧૫ ટકાનો સુધારો જોવા મળશે. ગયા સપ્તાહના નીચા ભાવનો સ્ટોપ રાખી ઘટાડામાં લઈને વેપાર કરાય. વધઘટે રૂ.૧૦૦૦ થી ૧૦૫૦નો ભાવ જોવા મળે.

(નોંધ-અત્રે આપેલ સ્ક્રીપોમાં લેખકનો કોઈ હિસ્સો નથી, આ માત્ર ચાર્ટ બેઈઝ્ડ ટેકનિકલ વિશ્લેષણ છે, રોકાણકારોએ પોતાના રોકાણનો નિર્ણય જાતે જ લેવો.)