સંવત 2074ના નવા વર્ષમાં પાંચ ‘બેસ્ટ બાય’ સ્ટોક

વિક્રમ સંવત 2074ના નવા વર્ષમાં કેન્દ્ર સરકારે કરેલા આર્થિક સુધારાના પરિણામ જોવા મળશે, અને જેની સીધી અસર શેરબજારના ટ્રેન્ડ પર પોઝિટિવ જોવા મળશે. રીટેઈલ ઈન્વેસ્ટરો અને મ્યુચ્યુઅલ ફંડમાં SIP થકી રોકાણ આવી રહ્યા છે, જે શેરબજારને લાંબાગાળે સ્થિરતા આપશે. તેમ છતાં રોકાણકારોએ સાવધાની સાથે દરેક ઘટાડે રોકાણ કરવા સલાહ છે. આમ એચડીએફસી સિક્યુરિટીઝના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ શાહે chitralekha.com સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે હાલ વ્યાજ દર ઘટી રહ્યા છે. એસેટ્સ કલાસમાં જોઈએ તેવા રીટર્ન્સ મળતા નથી, જેથી મધ્યમથી લાંબાગાળા માટે સ્ટોક માર્કેટમાં રોકાણ એ બેસ્ટ ઓપ્શન છે. હા રોકાણકારોએ 12થી 15 ટકા વળતર મળે તો પ્રોફિટ બુકિંગ કરતાં રહેવું જોઈએ. આગામી દિવસોમાં જીએસટીમાં પડતી નાની મોટી મુશ્કેલીઓ દૂર કરાશે, કેન્દ્ર સરકારે હાઉસીંગને વેગ આપ્યો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેકટરને પ્રોત્સાહનો પુરા પાડ્યા છે, વ્યાજ દર નીચા હોવાથી ઈન્ડસ્ટ્રીઝને સસ્તી લોન મળી રહી છે, જેથી હાલ ઈન્ડસ્ટ્રીઝમાં રોકાણ માટે જરૂરી વાતાવરણ સર્જાયું છે, આ બધા રીફોર્મ્સ અને સરકારની  નિતીના ફળ હવે પછીના દિવસોમાં ચાખવા મળશે. હમણા આઈઆઈપી ગ્રોથ વધીને આવ્યો અને મોંઘવારીનો દર પણ ઘટીને આવ્યો છે, આમ સ્થાનિક લેવલે માઈક્રો ઈકોનોમી ડેટા સુધર્યા છે.

સિદ્ધાર્થ શાહે રોકાણકારોને ટિપ્સ આપતાં કહ્યું હતું કે આવનારા નવા 2074ના સંવત વર્ષમાં (1) ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટના એલોકેશનનું સતત મોનિટરિંગ કરતાં રહેવું જોઈએ (2) હાયર લેવલે(ઊંચા મથાળે) પ્રોફિટ બુકિંગ કરતા રહેવું જોઈએ (3) કેટલીક કંપનીઓના કવાર્ટર વન અને કવાર્ટર ટુના પરિણામ નિરુત્સાહી આવ્યા, પણ હવે પછીના કવાર્ટરમાં પરિણામો પ્રોત્સાહક આવશે, એવી કંપનીઓને અલગથી તારવીને રોકાણ કરી શકાય (4) ગ્લોબલ ઈવેન્ટ પર ખાસ ધ્યાન રાખવું (5) અમેરિકામાં વ્યાજ દર વધશે તો વિદેશી રોકાણકારોનું ભારતીય શેરબજારમાં સેલીંગ પ્રેશર આવશે, જેથી રોકાણકારોએ એલર્ટ રહેવું (6) સ્થાનિક નાણા સંસ્થાઓ અને મ્યુચ્યુઅલ ફંડો પાસે ખુબ જંગી રકમનું ફંડ આવ્યું છે, તે રોકાણ અર્થે સ્ટોક માર્કેટમાં આવી રહ્યું છે, તે સ્ટોક માર્કેટને નરમાઈમાંથી બચાવશે (7) નવી તેજી થાય ત્યારે નવું રોકાણ કરવાનું ટાળવું

વિક્રમ સંવત 2074ના નવા વર્ષમાં નિફટી ઉપરમાં 10,500-10,600 થવાની શકયતા છે, અને નીચામાં 9600, આ લેવલ તૂટે તો 9200 થઈ શકે છે. તેમજ સેન્સેક્સમાં ઊંચામાં 33,500-33,600 થવાની સંભાવના છે, નીચામાં 30,000 અને આ લેવલ તૂટે તો 28,400 થઈ શકે.

એચડીએફસી સિક્યુરિટીઝના બેસ્ટ બાય ફાઈવ સ્ટોક

(1) બજાજ ઓટો(રૂ.3225)– બજાજ ઓટોએ ભારતની ટોન ટેન કંપનીઓમાંની એક છે. તે ટુ વ્હીલર અને થ્રી વ્હીલરનું ઉત્પાદન કરે છે. ભારતમાં તે મોટરસાયકલનું ઉત્પાદન કરતી ભારતની બીજા નંબરની કંપની છે. સ્થાનિક માર્કેટમાં મોટરસાયકલનો માર્કેટ શેર 18 ટકા છે. બજાજ ઓટો આગામી કવાર્ટરમાં સારા પરિણામ દર્શાવશે, કંપનીનું માર્જિન વળી પાછુ ટ્રેક પર આવ્યું છે અને હવે માર્જિન 17 ટકાથી વધી 19.50-20 ટકા આવશે. નિકાસમાં વધારો થશે, મે-2017માં ભાવ વધારો કર્યો છે, જેનો સીધો લાભ હવે પછીની આવકમાં જોવા મળશે. હાલ બજાજ ઓટોના શેરનો ભાવ રૂ.3225 છે, જે શેર રૂ.2890થી 2910 સુધીના ઘટાડામાં બાય કરવા. આવતી દીવાળી સુધી ટાર્ગેટ પ્રાઈઝ રૂ.3820 અપાયો છે.

(2) બિરલા કોર્પોરેશન(રૂ.997)– બિરલા કોર્પોરેશનએ એમપી બિરલા ગ્રુપની ફ્લેગશીપ કંપની છે. હાલ તે જ્યુટ ગુડઝ અને સીમેન્ટની ઉત્પાદક કંપની છે. બિરલા કોર્પોરેશને સીમેન્ટ બિઝનેસ રીલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાસેથી એક્વાયર કર્યો છે. ચોમાસા પછી સીમેન્ટની ડિમાન્ડમાં વધારો થયો છે. મહારાષ્ટ્રના પ્લાન્ટમાં તે ઉત્પાદન કેપેસીટી વધારી રહી છે, બિરલા કોર્પોરેશને ગ્રોથ વધારવાનો ટાર્ગેટ મુક્યો છે. હાલ તેના શેરની પ્રાઈજ રૂ.997 છે, અને રૂ.815-825 સુધી ખરીદી કરવી, આવતી દીવાળી સુધી ટાર્ગેટ પ્રાઈઝ રૂ.1220 મુકાયો છે.

(3) દિવીઝ લેબ(રૂ.878)– દિવીઝ લેબની સ્થાપના 1990માં થઈ હતી. દિવીઝ લેબએ વિસ્તરણ યોજના હાથ ધરી છે અને હૈદરાબાદમાં 500 એકરની સાઈટમાં પ્લાન્ટ સ્થાપ્યો હતો. આ પ્લાન્ટ કંપનીને 35 ટકા આવક આપે છે. દિવીઝ લેબે બીજો ઉત્પાદન પ્લાન્ટ 2002માં વિશાખાપટ્ટનમમાં 350 એકર જમીનમાં ઉભો કર્યો હતો. કંપનીએ બલ્ક ડ્રગ્સ યુનિટ માટે પર્યાવરણનું કલીયરન્સ સર્ટિફિકેટ્સ મેળવી લીધું છે. આમ કંપનીનો ગ્રોથ સતત વધવાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે, હાલ દિવીઝ લેબના શેરનો ભાવ રૂ.878 ચાલી રહ્યો છે. આગામી દિવસોમાં રૂ.775-787 સુધીના ઘટાડા સુધી ખરીદી કરવી, અને આવતી દીવાળી સુધીનો ટાર્ગેટ પ્રાઈઝ રૂ.1070 અપાયો છે.

(4) આઈસીઆઈસીઆઈ પ્રુડેન્સિયલ લાઈફ ઈન્સ્યુરન્સ(રૂ.391.50)– આ કંપની એ આઈસીઆઈસીઆઈ બેંક અને પ્રુડેન્સિયલ કોર્પોરેશન હોલ્ડિંગ લિમિટેડનું જોઈન્ટ વેન્ચર છે. કંપનીએ 2001માં ઓપરેશન શરૂ કર્યું હતું. ભારતના લાઈફ ઈન્સ્યુરન્સ સેકટરમાં આઈસીઆઈસીઆઈ પ્રુડેન્સિયલ લાઈફ ઈન્સ્યુરન્સએ હાલ માર્કેટ લીડર છે. કંપની લાઈફ ઈન્સ્યુરન્સ, હેલ્થ અને પેન્શન જેવા પ્લાન્સ ઓફર કરે છે. આગામી સમયમાં કંપનીની બેલેન્સશીટ ખુબ મજબૂત થશે, કંપનીના પેરસિસ્ટન્સી રેશિયો અને સોલવન્સી રેશિયો ઊંચો છે. ડિવિડંડ પે-આઉટ રેશિયો પણ ઊંચો છે, સામે ખર્ચનો રેશિયો ખુબ નીચો રહ્યો છે. હાલ કંપનીના શેરનો ભાવ રૂ.391.50 છે. આવનારા ઘટાડામાં રૂ.370-399 સુધીના ભાવમાં ખરીદી કરવી, અને એક વર્ષમાં ટાર્ગેટ પ્રાઈઝ રૂ. 520 અપાયો છે.

(5) પર્સિસ્ટન્ટ સીસ્ટમ્સ લિમિટેડ(રૂ.649.70)– પર્સિસ્ટન્ટ સીસ્ટમ કંપનીએ ગ્લોબલ સોફટવેર કંપની છે. એનાલિટિક્સ, બિગ ડાટા, કલાઉડ કમ્પ્યુટિંગ, મોબિલિટી, ટેલિકોમ્યુનિકેશન માટે સોશિયલ… જેવા નેક્સ્ટ જનરેશન ટેકેનોલોજીમાં તે કલાસ સોલ્યુશનમાં બેસ્ટ ડેવલપ કરી છે. કંપની આગામી સમયમાં નવા પ્લાન્સ પર કામ કરી રહી છે. હાલ પર્સિસ્ટન્ટ સીસ્ટમના શેરનો ભાવ રૂ.649.70 છે, જે આવનાર સમયમાં ઘટાડામાં રૂ.590-645 સુધી ખરીદી કરી શકાય, એક વર્ષમાં ટાર્ગેટ પ્રાઈઝ 780 અપાયો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]